________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते अप्पयरगा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ । महया तसकायाओ उवसंतस्स उवट्ठियस्स पडिविरयस्स जं णं तुब्भे वा अण्णो वा एवं वयह- णत्थि णं केइ परियाए जंसि समणोवासगस्स एगपाणाए वि दंडे णिक्खित्ते । अयं पि भे उवएसे णो णेयाउए भवइ । શબ્દાર્થ:- સુખડિયાળવા = દુષ્પ્રત્યાનંદ = પાપમાં આનંદ માનનારા અલિવિયા – અપ્રતિવિરત સમમાવાય = પોતાના કર્મોને પોતાની સાથે લઈને.
૧૯૬
ભાવાર્થ :- ભગવાન ગૌતમ સ્વામીએ પુનઃ આ પ્રમાણે કહ્યું– આ જગતમાં ઘણા મનુષ્યો અપરિમિત ઇચ્છાઓવાળા, મહારંભી, મહાપરિગ્રહી અધાર્મિક, પાપકારી પ્રવૃત્તિમાં આનંદ માનનારા, જીવન પર્યંત પાપકારી પ્રવૃત્તિથી નિવૃત્ત ન થનારા હોય છે. શ્રમણોપાસકોએવ્રત ગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવનપર્યંત ત્યાગ કર્યો હોય છે. તે પુરુષ મૃત્યુ સમયે પોતાના આયુષ્યને પૂર્ણ કરે છે અને પોતાના પાપકર્મોને સાથે લઈને દુર્ગતિને—નરક કે તિર્યંચ ગતિને પ્રાપ્ત કરે છે. (તે જીવ નરક કે તિર્યંચ ગતિમાં ત્રસ રૂપે ઉત્પન્ન થાય છે.)
તે જીવ પ્રાણ ધારણ કરવાથી પ્રાણી, ત્રસ નામકર્મનો ઉદય હોવાથી ત્રસ, મહાકાય અને દીર્ઘકાલીન સ્થિતિવાળા કહેવાય છે. જે જીવોની હિંસાનો શ્રાવકોને ત્યાગ હોય છે, તેવા જીવો ઘણા છે, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. જે જીવોની હિંસાનો શ્રાવકોને ત્યાગ નથી, તે જીવો થોડા છે.
આ રીતે શ્રાવક મહાન ત્રસકાયની હિંસાથી ઉપશાંત, પ્રત્યાખ્યાનમાં ઉપસ્થિત તથા સ્થૂલહિંસાથી વિરત થાય છે. આ સ્થિતિમાં તમે અથવા બીજા જે લોકો એમ કહે છે કે “ત્રસ જીવોના એક પણ પર્યાય નથી, તેથી શ્રમણોપાસકોના ત્રસપ્રાણીની હિંસાના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન સફળ થતા નથી,” આ આપનું કથન ન્યાયસંગત નથી.
,''
१९ भगवं च णं उदाहु- संतेगइया मणुस्सा भवंति तं जहा - अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुया जाव सव्वाओ परिग्गहाओ पडिविरया जावज्जीवाए जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउगं विप्पजहंति, विप्पजहित्ता ते तओ भुज्जो सकम्ममादाय सोग्गइगामिणो भवंति, ते पाणाव वुच्चति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ ।
શબ્દાર્થ :- ધમ્માળુવા = ધર્મનું અનુસરણ કરનારા સોળફમિળો = સદ્ગતિમાં જનારા.
ભાવાર્થ :- ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું કે– આ વિશ્વમાં ઘણા મનુષ્યો આરંભ અને પરિગ્રહથી સર્વથા રહિત, ધાર્મિક, ધર્મનું અનુસરણ કરનારા હોય છે. તેઓ સર્વ પ્રકારે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી ત્રણ કરણ, ત્રણ યોગથી જીવનપર્યંત નિવૃત્ત હોય છે. શ્રાવકોએ વ્રત ગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવન પર્યંત ત્યાગ કર્યો હોય છે. તે પુરુષ મૃત્યુ સમયે પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે અને પોતાના પુણ્ય(શુભ) કર્મોને સાથે લઈને સ્વર્ગ આદિ સુગતિને પ્રાપ્ત કરે છે,(તે ઉચ્ચ સાધક શ્રમણપર્યાયમાં પણ ત્રસ હતા અને હવે દેવાદિપર્યાયમાં પણ ત્રસ છે;) તે પ્રાણી પણ કહેવાય છે યાવત્ “ત્રસ જીવોનો સર્વથા અભાવ થવાથી શ્રમણોપાસકોનાં વ્રત-પ્રત્યાખ્યાન નિર્વિષય થઈ જાય છે,’” આ આપનું કથન
ન્યાયસંગત નથી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org