________________
અધ્યયન-૭ : નાલંદીય
ચિરસ્થિતિક કહેવાય છે. જે જીવોની હિંસાનો શ્રાવકોને ત્યાગ છે, તેવા જીવો ઘણા છે તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. જે જીવોની હિંસાનો શ્રાવકોને ત્યાગ નથી, તેવા જીવો થોડા છે.
૧૯૫
આ રીતે શ્રાવક મહદ્ પ્રમાણમાં ત્રસકાયની હિંસાથી ઉપશાંત–નિવૃત્ત, પ્રત્યાખ્યાનમાં ઉપસ્થિત તથા પૂર્ણ રૂપે સ્થૂલ હિંસાથી વિરત હોય છે; આ સ્થિતિમાં તમે અથવા બીજા લોકો આ પ્રમાણે કહો છો કે “એવા એક પણ પર્યાય(જીવ) નથી કે જેની હિંસાના પ્રત્યાખ્યાન શ્રાવકોને થાય અર્થાત્ શ્રાવકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થાય છે.’” આ આપનું કથન ન્યાયસંગત નથી.
''
१७ भवं चणं उदाहु- संतेगइया समणोवासगा भवंति, तेसिं च णं एवं वुत्तपुव्वं भवइ- णो खलु वयं संचाएमो मुंडे भवित्ता आगाराओ जाव पव्वइत्तए, णो खलु वयं संचाएमो चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु जाव अणुपालेमाणा विहरित्तए । वयं णं अपच्छिममारणंतियसंलेहणाझूसणाझूसिया भत्तपाणपडियाइक्खिया कालं अणवकंखमाणा विहरिस्सामो, सव्वं पाणाइवायं पच्चक्खाइस्सामो जाव सव्वं परिग्गहं पच्चक्खाइस्सामो तिविहं तिविहेणं, मा खलु मम अट्ठाए किंचि वि जाव आसंदी - पेढियाओ पच्चोरुहित्ता ते तह कालगया किं वत्तव्वं सिया? सम्मं कालगया त्ति वत्तव्वं सिया । ते पाणा वि वुच्चंति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- પુનઃ ભગવાન ગૌતમસ્વામીએ(ઉદક નિગ્રંથને) કહ્યું– કેટલાક શ્રમણોપાસકો એવા પણ હોય છે જે પહેલેથી આ પ્રમાણે કહે છે કે અમે મુંડિત થઈને ગૃહસ્થાવાસને છોડીને અણગાર ધર્મમાં પ્રવ્રુજિત થવામાં સમર્થ નથી. અમે ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમા, આ પર્વતિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરવામાં સમર્થ નથી. અમે તો અંતિમ સમયે મૃત્યુનો સમય આવે ત્યારે અપશ્ચિમ મારણાંતિક સંલેખના—જીવનના અંતે કર્મક્ષય કરવાની આરાધના કરતાં આહાર-પાણીનો સર્વથા ત્યાગ કરીને દીર્ઘકાળ સુધી જીવવાની કે મૃત્યુની આકાંક્ષા ન કરતાં વિચરણ કરશું. તે સમયે અમે ત્રણ કરણ અને ત્રણ યોગથી સમસ્ત પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને સર્વપરિગ્રહના પ્રત્યાખ્યાન કરશું. અમે કુટુંબીજનોને આ પ્રમાણે કહેશું કે– ‘અમારે માટે પચન-પાચનાદિ કાંઈ પણ આરંભ કરશો નહિ અને કરાવશો પણ નહીં.' તે સંલેખના વ્રતમાં અમે અનુમોદનાના પણ પ્રત્યાખ્યાન કરશું. આ પ્રમાણે સંલેખના વ્રતમાં સ્થિત સાધક આહાર પાણીનો ત્યાગ કરીને, સ્નાનાદિ શરીરની શોભા-વિભૂષાનો ત્યાગ કરીને, આરામ ખુરશી, પલંગ આદિ સુખાકારી સાધનોથી નીચે ઉતરીને સમ્યક પ્રકારે સંલેખનાની આરાધના કરતાં કાલધર્મ પામે, તો તેના મૃત્યુના વિષયમાં શું કહેવું ? તેના વિષયમાં આ પ્રમાણે કહેવું જોઈએ કે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી સુગતિ-દેવગતિ પામ્યા હોવાથી ત્રસપણાને પામે છે. તે જીવ પ્રાણ ધારણ કરવાથી પ્રાણી કહેવાય છે યાવત્ આપ શ્રાવકના પ્રત્યાખ્યાનને નિર્વિષય કહો છો, તે આપનું કથન ન્યાયસંગત નથી.
Jain Education International
१८ भगवं च णं उदाहु- संतेगइया मणुस्सा भवंति, तं जहा- महिच्छा महारंभा महापरिग्गहा अहम्मिया जावदुप्पडियाणंदा जाव सव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावज्जीवाए, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ; ते तओ आउगं विप्पजहंति, विप्पजहित्ता भुज्जो सकम्ममादाय दोग्गइगामिणो भवति । ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरट्टिईया, ते बहुतरगा
For Private Personal Use Only
www.jainelibrary.org