________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
आइक्खियव्वे ? हंता आइक्खियव्वे । ते चेव जाव उवट्ठावेत्तए । किं ते तहप्पगारा कप्पंति संभुंज्जित्तए ? हंता कप्पंति । ते णं एयारूवेणं विहारेणं विहरमाणा तव जाव अगारं वएज्जा । हंता वएज्जा । ते णं तहप्पगारा कप्पंति संभुज्जित्तए ? जो इट्टे समट्ठे से जे से जीवे जे परेणं णो कप्पंति संभुज्जित्तए । से जे से जीवे जे आरेणं कप्पंति संभुज्जित्तए । से जे से जीवे जे इयाणि जो कप्पंति संभुज्जित्तए, परेणं अस्समणे, आरेणं समणे, इयाणिं अस्समणे, अस्समणेणं सद्धि णो कप्पंति समणाणं णिग्गंथाणं संभुज्जित्तए, सेवमायाणह णियंठा । से एवं आयाणियव्वं ।
૧૯૨
T=
=
=
શબ્દાર્થ:- પરિ∞ાયયા - પરિવ્રાજક પરિબ્બાફ્યાઓ – પરિવ્રાજિકાઓ તિસ્થાયયનેહિંતો – તીર્થ સ્થાનમાંથી સંમુજ્જિત્તણ્ = સંભોગને માટે, સાથે આહાર કરાવવા માટે સમળે = જે સાધુ નથી તે આરેળ = પાછળથી.
ભાવાર્થ :- ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ પુનઃ નિગ્રંથોને પૂછ્યું– હે આયુષ્યમન્ નિગ્રંથો ! આ લોકમાં પરિવ્રાજક અથવા પરિવ્રાજિકાઓ કોઈ બીજા તીર્થસ્થાનમાંથી વિચરણ કરતાં-કરતાં ધર્મશ્રવણ માટે શું નિગ્રંથ સાધુઓ પાસે આવી શકે છે ?
નિગ્રંથ– હા, આવી શકે છે.
ગૌતમ સ્વામી– શું તે વ્યક્તિને ધર્મોપદેશ દેવો જોઈએ ?
નિગ્રંથ– હા, તેમને ધર્મોપદેશ દેવો જોઈએ.
ગૌતમ સ્વામી— ધર્મોપદેશ સાંભળીને જો તેમને વૈરાગ્ય થઈ જાય તો શું તેઓ દીક્ષા દેવા, મુંડિત કરવા, શિક્ષણ આપવા તથા મહાવ્રત આરોપણ કરવાને યોગ્ય છે?
નિગ્રંથ :- હા, તે યોગ્ય છે.
ગૌતમ સ્વામી– શું દીક્ષા ગ્રહણ કરીને તથાપ્રકારના તે સાધુઓ સાથે પરસ્પર વંદના, આસન પ્રદાન, અભ્યુત્થાન, આહારાદિનું આદાન-પ્રદાન ઇત્યાદિ વ્યવહારને પાત્ર છે?
નિગ્રંથ– હા, તે સાધુઓ વ્યવહાર યોગ્ય છે?
ગૌતમ સ્વામી– તેઓ દીક્ષાપાલન કરતાં કરતાં ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી થોડા કે વધુ દેશોમાં ભ્રમણ કરીને શું પુનઃ ગૃહવાસમાં જઈ શકે છે ?
નિગ્રંથ– હા, તેઓ ગૃહવાસમાં જઈ શકે છે.
ગૌતમ સ્વામી સાધુપણાને છોડીને ગૃહસ્થપર્યાયમાં આવેલી તે વ્યક્તિઓ સાથે સાધુએ સાંભોગિક વ્યવહાર રાખવો યોગ્ય છે?
નિગ્રંથ– ના, હવે તેમની સાથે તેવો વ્યવહાર રાખવો યોગ્ય નથી.
ગૌતમ સ્વામી– આયુષ્યમન્ નિગ્રંથો ! આ તે જ જીવ છે કે જેની સાથે દીક્ષાગ્રહણ પહેલાં સાધુએ સાંભોગિક વ્યવહાર કરવો ઉચિત ન હતો અને આ તે જ જીવ છે કે જેની સાથે દીક્ષાગ્રહણ કર્યા પછી સાધુએ સાંભોગિક વ્યવહાર કરવો ઉચિત હોય છે તથા આ તે જ જીવ છે, જેણે હવે સાધુપણું છોડી દીધું છે, ત્યારે તેની સાથે સાધુએ
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org