________________
અધ્યયન-૭ : નાલંદીય
અવિત– મિથ્યાત્વરહિત અથવા સંદેહ રહિત છે, સમસ્ત દુઃખોને નાશ કરનારનો માર્ગ છે ; આ ધર્મમાં સ્થિર થઈને અનેક જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે તથા સમસ્ત દુઃખોનો અંત કરે છે તેથી અમે નિગ્રંથ પ્રવચનની આજ્ઞા અનુસાર ગતિ કરશું, ઊભા રહેશું, બેસશું, પડખાં બદલશું, ભોજન કરશું તથા ઊઠશું, ઘર-બારનો ત્યાગ કરીને સંયમપાલન માટે અભ્યધત થઈશું તથા સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોની રક્ષા માટે સંયમ ધારણ કરશું, શું તેઓ આ પ્રમાણે કહી શકે છે ? નિગ્રંથ– હા, તેઓ આ પ્રમાણે કહી શકે છે.
ગૌતમ સ્વામી શું આ પ્રકારના વિચારવાળા પુરુષ દીક્ષા દેવા યોગ્ય છે ?
નિગ્રંથ- હા, તે દીક્ષા દેવા યોગ્ય છે.
ગૌતમ સ્વામી શું આ પ્રકારના વિચારવાળી તે વ્યક્તિ મુડિત કરવા યોગ્ય છે ?
નિર્દેશ– હા, તે મંડિત કરવા યોગ્ય છે.
ગૌતમ સ્વામી શું આ પ્રકારના વિચારવાળા પુરુષ ગ્રહણ અને આસેવનારૂપ શિક્ષાને યોગ્ય છે ? નિગ્રંથ– હા, તેઓ શિક્ષાને યોગ્ય છે.
ગૌતમ સ્વામી– શું આ પ્રકારના વિચારવાળા સાધક ઉપસ્થાપન-મહાવ્રત આરોપણ કરવા યોગ્ય છે? નિગ્રંથ– હા, તેઓ મહાવ્રત આરોપણ યોગ્ય છે.
ગૌતમ સ્વામી— તેઓએ પ્રવ્રુજિત થઈને શું સમસ્ત પ્રાણીઓની તથા સર્વસત્ત્વોની હિંસાનો ત્યાગ કર્યો છે? નિર્દેથ– હા, તેઓએ સર્વપ્રાણીની હિંસાનો ત્યાગ કર્યો છે.
ગૌતમ સ્વામી— તેઓ આ પ્રકારની દીક્ષા પર્યાયમાં વિચરણ કરતાં-કરતાં ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી થોડા કે ઘણા દેશોમાં વિચરણ કરી શું પુનઃ ગૃહસ્થાવાસમાં જઈ શકે છે ?
નિગ્રંથ- હા, તેઓ જઈ શકે છે.
૧૯૧
શ્રી ગૌતમ સ્વામી— શું તે ભૂતપૂર્વ અણગાર ગૃહસ્થાવસ્થામાં સમસ્ત પ્રાણીઓની યાવત્ સમસ્ત સત્ત્વોની હિંસાનો ત્યાગ કરી શકે છે ?
નિગ્રંથ- ના, તે શક્ય નથી ! (તે ગૃહસ્થાવસ્થામાં સમસ્ત પ્રાણીઓની હિંસોનો ત્યાગ કરી શકતા નથી.) ગૌતમ સ્વામી હે નિગ્રંથો ! આ તે જ જીવ છે જેણે દીક્ષાગ્રહણ પૂર્વે સમસ્ત પ્રાણીઓને યાવત્ સત્ત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો ન હો, આ તે જ જીવ છે, જેણે દીક્ષાગ્રહણ કર્યા પછી સમસ્ત પ્રાણી યાવત્ સર્વસત્ત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો હતો અને અત્યારે પણ આ તે જ જીવ છે, જે આ સમયે પુનઃ ગૃહસ્થભાવ અંગીકાર કરીને સમસ્ત પ્રાણીઓ તેમજ સમસ્ત સત્ત્વોની હિંસાનો ત્યાગ કરી શકતા નથી. તે પહેલાં અસંયમી હતા, પછી સંયમી થયા અને હવે પુનઃ અસંયમી થઈ ગયા છે. અસંયમી જીવ સમસ્ત પ્રાણીઓ તેમજ સમસ્ત સત્ત્વોની હિંસાનો ત્યાગ કરી શકતા નથી. હૈ નિગ્રંથો ! આ વિષયને આ પ્રકારે સમજો, આ વિષયને આ પ્રકારે સમજવો જોઈએ.
Jain Education International
१५ भगवं च णं उदाहु नियंता खलु पुच्छियव्वा आठसंतो नियंठा ! इह खलु परिव्वायया वा परिव्वाइयाओ वा अण्णयरेहिंतो तित्थाययणेहिंतो आगम्म धम्मसवणवत्तियं उवसंकमेज्जा ? हंता उवसंकमेज्जा । किं तेसिं तहप्पगाराणं धम्मे ,
For Private & Personal Use Only
www.jainelibrary.org