________________
અધ્યયન-૭: નાલંદીય _
૧૯૩ |
સાંભોગિક વ્યવહાર રાખવો યોગ્ય નથી. આ જીવ પહેલાં ગૃહસ્થ હતા, ત્યારે અશ્રમણ હતા, પછી શ્રમણ થયા અને આ સમયે પુનઃ અશ્રમણ થઈ ગયા છે તેથી શ્રમણ નિગ્રંથોએ સાંભોગિક વ્યવહાર રાખવો ઉચિત નથી. હે નિગ્રંથો ! આ વિષયને યથાર્થ જાણો અને આ વિષયને આ રીતે જાણવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉદક પેઢાલ પુત્રની પ્રત્યાખ્યાનની નિર્વિષયતા વિષયક શંકા અને તેનું સમાધાન છે.
ઉદકનિશની માન્યતા અનુસાર સંસારના સર્વ પ્રાણીઓની અવસ્થાઓ પરિવર્તનશીલ છે અને શ્રાવકોના પ્રત્યાખ્યાનનો સંબંધ જીવની અવસ્થાઓ સાથે હોય છે. ક્યારેક સર્વ ત્રસ જીવો ત્રસપણું છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય અને એક પણ ત્રસ જીવ રહે નહીં કે જેની હિંસાનો ત્યાગ કરીને શ્રાવકો પોતાના પ્રત્યાખ્યાનને સફળ બનાવે. આમ ત્રસ જીવો ન રહેવાથી શ્રાવકોના પ્રત્યાખ્યાન નિર્વિષયક થઈ જાય છે.
જેમ કોઈ વ્યક્તિ પ્રતિજ્ઞા કરે કે હું નગરવાસી કોઈ પણ મનુષ્યને મારીશ નહીં, પરંતુ દૈવયોગે નગરવાસીઓ નગર છોડીને વનવાસી થઈ જાય, આખું નગર ઉજ્જડ થઈ જાય, તેમાં એક પણ મનુષ્ય રહે નહીં, તો નગરવાસીને ન મારવાની પ્રતિજ્ઞા કરનાર વ્યક્તિની પ્રતિજ્ઞાનિર્વિષય થઈ જવાથી તે નિષ્ફળ જાય છે. તે જ રીતે જ્યારે આ સૃષ્ટિ પર એક પણ ત્રસ જીવ ન રહે, ત્યારે શ્રાવકના પ્રત્યાખ્યાન પણ નિર્વિષય થઈ
જાય છે.
ઉપરોક્ત કલ્પના સંગત નથી. આ લોકમાં ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવસ્થાનો શાશ્વત છે. ક્યારે ય ત્રસ કે સ્થાવર જીવોનો અભાવ થયો નથી અને ભવિષ્યમાં થવાનો પણ નથી. કદાચ માની લઈએ કે સર્વત્રસ જીવો સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય, તો ત્રસ જીવોનો અભાવ થઈ જાય. તો તે જ રીતે ક્યારેક એવું પણ થાય કે સર્વ સ્થાવર જીવો ત્રસમાં ઉત્પન્ન થાય, ત્યારે એક પણ સ્થાવર જીવ રહેશે નહીં. સર્વ જીવો ત્રસ થઈ જવાથી શ્રાવકોના પ્રત્યાખ્યાનનો વિષય વિશાળ થઈ જાય છે. તેથી શ્રાવકના પ્રત્યાખ્યાન વિશેષ સફળ થાય છે.
આ વિષયની પુષ્ટિ માટે ગૌતમ સ્વામીએ ત્રણ દાંતો આપ્યા છે– (૧) કોઈ વ્યક્તિ સાધુની હિંસાનો ત્યાગ કરે છે, ગૃહસ્થની હિંસાનો ત્યાગ કરતા નથી. હવે કોઈક સાધુ બે, પાંચ વર્ષ પછી સાધુપણાનો ત્યાગ કરીને ગૃહસ્થ બની જાય, ત્યાર પછી તે ભૂતપૂર્વ શ્રમણની હિંસા કરે, તો તે વ્યક્તિની પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી.
(૨) કેટલાક ગૃહસ્થો સંસાર ત્યાગ કરીને સાધુ બની જાય, ત્યાર પછી સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરે છે. તે સાધુ બે પાંચ વર્ષે સાધુપણાનો ત્યાગ કરીને ગૃહસ્થ બની જાય, ગૃહસ્થપણામાં તે સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરી શકતા નથી.
(૩) કેટલાક પરિવ્રાજકો, સંન્યાસીઓ શ્રમણ દીક્ષાનો સ્વીકાર ન કરે ત્યાં સુધી શ્રમણો તેની સાથે કોઈ વ્યવહાર કરતા નથી. જ્યારે તેઓ શ્રમણ દીક્ષાનો સ્વીકાર કરે ત્યારે તે શ્રમણો સાથે રહેવું, આહાર-પાણી, આસનાદિ પ્રદાન કરવા વગેરે દરેક વ્યવહારો થાય છે. ક્યારેક તે શ્રમણો કર્મોદયવશ શ્રમણપણાનો ત્યાગ કરીને પુનઃ પરિવ્રાજક બની જાય, તો પુનઃ તે શ્રમણો તેની સાથે કોઈ પણ વ્યવહાર કરતા નથી.
આ ત્રણે દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે શ્રાવકોને વર્તમાનમાં ત્રણ પર્યાયમાં વર્તી રહેલા જીવોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org