SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૭ : નાલંદીય अणुपुव्वेणं गुत्तस्स लिसिस्सामो । ते एवं संखं सार्वेति, ते एवं संखं ठवयंति, ते ए वं संखं सोवट्ठवयंति । णण्णत्थ अभिजोगेणं गाहावइचोरग्गहणविमोक्खणयाए तसेहिं पाणेहिं णिहाय दंडं, ते पि तेसिं कुसल मेव भवइ । ૧૮૫ ભાવાર્થ :– ભગવાન ગૌતમસ્વામીએ ઉદક પેઢાલપુત્રને કહ્યું– હે આયુષ્યમન્ ઉદક ! જગતમાં કેટલાય મનુષ્યો એવા હોય છે, જે સાધુ પાસે આવીને પહેલાં જ આ પ્રમાણે કહે છે—– હે ભગવન્ ! અમે મુંડિત થઈને અર્થાત્ સમસ્ત જીવોની હિંસાનો ત્યાગ કરીને, ગૃહસ્થ ધર્મને છોડીને અણગારધર્મમાં પ્રવ્રુજિત થવામાં હજુ સમર્થ નથી, પરંતુ સાધુત્વનો સ્વીકાર કરતાં પહેલાં અમે ક્રમશઃ ત્રસ પ્રાણીની સ્થૂળ હિંસાના પ્રત્યાખ્યાન કરશું, ત્યાર પછી પ્રાણાતિપાત આદિ સર્વ સૂક્ષ્મ સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરશે. તેઓ મનમાં એવો વિચાર કરે છે, તે વિચારોને નિશ્ચિત કરે છે અને તદનુસાર જ આચરણ પ્રત્યાખ્યાન કરે છે કે અમે ગાથાપતિ દ્વારા રાજ્યાપરાધી ચોરરૂપે ગ્રહિત પોતાના પુત્રોને દંડથી ગ્રહણ વિમોક્ષણ ન્યાયે અર્થાત્ ન છૂટકે ત્રસ પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરશું. તેમજ પ્રત્યાખ્યાન કરાવનારા નિગ્રંથ શ્રમણ પણ એમ જાણે છે કે આ વ્યક્તિ સમસ્ત પાપપ્રવૃત્તિને છોડતા નથી, તે જેટલું છોડે તેટલું સારું જ છે, આ પ્રમાણે સમજણ પૂર્વક ત્રસ પ્રાણીઓની હિંસાના પ્રત્યાખ્યાન કરાવે છે. તે ત્રસ પ્રાણી વધનો ત્યાગ પણ તેમને માટે કુશળરૂપ–શ્રેષ્ઠ જ હોય છે. १० तसा वि वुच्चति तसा तससंभारकडेण कम्मुणा, णामं च णं अब्भुवगयं भवइ, तसाउयं च णं पलिक्खीणं भवइ, तसकायट्टिइया ते तओ आउयं विप्पजहंति, ते तओ आउयं विप्पजहित्ता थावरत्ताए पच्चायंति । थावरा वि वुच्चति थावरा थावरसंभारकडेणं कम्मुणा, णामं च णं अब्भुवगयं भवइ, थावराउं च णं पलिक्खीणं भवइ, थावरकायट्ठिइया ते तओ आउयं विप्पजहंति, ते तओ आउयं विप्पजहित्ता भुज्जो परलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरईया | શબ્દાર્થ:-તમકુંભારšળ = ત્રસસંભાર કૃત, ત્રસનામકર્મના ઉદયનો અનુભવ કરવાથી અશ્રુવાયં= અભ્યપગત, સ્વીકૃત પતિવસ્ત્રીનેં = પરિક્ષીણ થવરસંભારšળ = સ્થાવર સંભારકૃત, સ્થાવર નામકર્મના ઉદયનો અનુભવ કરવાથી. ભાવાર્થ :- બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો પણ ત્રસનામ કર્મના ઉદયથી ત્રસ કહેવાય છે અને ત્રસનામકર્મના કારણે જ તે જીવ ત્રસનામ ધારણ કરે છે. જ્યારે તેનું ત્રસકાયનું આયુ પરિક્ષીણ થાય તથા ત્રસકાયમાં રહેવાના હેતુરૂપ સ્થિતિ ક્ષીણ થાય, ત્યારે તે જીવ તે આયુષ્ય પૂર્ણ કરીને, ત્રસ કાયત્વ છોડીને, સ્થાવરપણાને પ્રાપ્ત કરે છે. તે પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો સ્થાવર-નામકર્મના ઉદયથી સ્થાવર કહેવાય છે; જ્યારે તેનું સ્થાવરપણાનું આયુ પરિક્ષીણ થાય અને સ્થાવરકાયમાં રહેવા રૂપ સ્થિતિ પૂર્ણ થાય, ત્યારે તે જીવો સ્થાવરપણાને છોડીને પુનઃ ત્રસપણાને પ્રાપ્ત કરે છે. ત્યારે તે જીવ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. વિશાળ શરીરવાળા તે જીવો ચિરકાળ સુધી ત્રસપણાની સ્થિતિમાં રહે છે. વિવેચનઃ Jain Education International પ્રસ્તુત સૂત્રોમાં ઉદક નિગ્રંથની પ્રત્યાખ્યાન વિષયક શંકા અને ગૌતમ સ્વામી દ્વારા થયેલું તેનું સયુક્તિક સમાધાન છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy