________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
રુચિકર લાગતું નથી. જે શ્રમણ કે માહણ આ પ્રમાણે આપના મંતવ્યાનુસાર કહે છે, ઉપદેશ આપે છે અથવા પ્રરૂપણા કરે છે, તે શ્રમણ નિગ્રંથ ભાષા સમિતિથી યુક્ત યથાર્થ ભાષા બોલતા નથી, પરંતુ તે સંતાપ ઉત્પન્ન કરનારી ભાષા બોલે છે. તે લોકો શ્રમણો અને શ્રમણોપાસકો પર મિથ્યા દોષારોપણ કરે છે તથા જે શ્રમણો કે શ્રમણોપાસકો પ્રાણી, ભૂત, જીવો અને સત્ત્વોના વિષયમાં સંયમ ગ્રહણ કરે છે, કરાવે છે, તેના પર પણ તેઓ દોષારોપણ કરે છે. ગૌતમ સ્વામી કહે છે કે મિથ્યાદોષારોપણનું શું કારણ છે ? તે તમે સાંભળો.
૧૮૪
સમસ્ત પ્રાણી પરિવર્તનશીલ છે. ત્રસ પ્રાણી સ્થાવર રૂપે અને સ્થાવર જીવ ત્રસ રૂપે જન્મ ધારણ કરે છે. ત્રસજીવ ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે તથા સ્થાવર જીવ પણ સ્થાવરકાયનો ત્યાગ કરીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, તેથી જ્યારે સ્થાવર જીવો ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે જીવો ત્રસજીવોની હિંસાનો ત્યાગ કરનારા પુરુષો દ્વારા હનન કરવા યોગ્ય થતા નથી.(જો ‘ભૂત’ શબ્દ જોડાય તો તે નવા ત્રસ થયેલા જીવો ત્રસ રૂપે હોવા છતાં ઘાત કરવા યોગ્ય થઈ જશે, માટે ‘ભૂત’ શબ્દનો પ્રયોગ કરવો દોષ પૂર્ણ છે.
८ सवायं उदय पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी कयरे खलु आउसंतो गोयमा ! तुब्भे वयह तसापाणा तसा आउमण्णहा ?
सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी- आउसंतो उदगा ! जे तु वह तसभूया पाणा तसा, ते वयं वयामो तसा पाणा तसा, जे वयं वयामो तसा पाणा तसा, ते तुब्भे वयह तसभूया पाणा तसा, एते संति दुवे ठाणा तुल्ला एगट्ठा । किमाउसो ! इमे भे सुप्पणीयतराए भवइ - तसभूया पाणा तसा ? इमे भे दुप्पणीयतराए भवइ- तसा पाणा तसा ? तओ एगमाउसो ! पलिकोसह, एक्कं अभिनंदह, अयं पि भे उवएसे णो णेयाउए भवइ ।
શબ્દાર્થ :- તુlī - તુલ્ય-સમાન UIFT = એકાર્થક સુપ્પળીયતરાય્ – સુપ્રણીત દુપ્પનીયતાQ = દુષ્પ્રણીત પલિન્ક્રોસજ્જ - નિંદા કરો છો અભિળવT = અભિનંદન-પ્રશંસા કરો છો જેયા ૩૬ = ન્યાયયુક્ત. ભાવાર્થ :- ત્યાર પછી ઉદક પેઢાલપુત્રે યુક્તિપૂર્વક ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું– હે આયુષ્યમાન ગૌતમ ! આપ ત્રસ કોને કહો છો ? શું આપ ત્રસ પ્રાણીને જ ત્રસ કહો છો કે બીજા કોઈ પ્રાણીને ત્રસ કહો છો ? ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ પણ યુક્તિપૂર્વક ઉદક પેઢાલપુત્રને કહ્યું– હે આયુષ્યમન્ ઉદક ! જે પ્રાણીઓને આપ ત્રસભૂત કહો છો, તેને જ અમે ત્રસપ્રાણી કહીએ છીએ અને જેને અમે ત્રસપ્રાણી કહીએ છીએ તેને આપ ત્રસભૂત કહો છો. આ બંને શબ્દ એકાર્થક છે. તો પછી તેનું શું કારણ છે કે આપ ત્રસપ્રાણીને ત્રસભૂત કહેવાનું સુપ્રણીત–યુક્તિયુક્ત સમજો છો અને ત્રસપ્રાણીને ત્રસ કહેવાનું દુષ્પ્રણીત–અયુક્ત સમજો છો. જો બંને શબ્દો સમાનાર્થક છે, તો આપ એક પક્ષની નિંદા કરો છો અને એક પક્ષની પ્રશંસા કરો છો, આ પ્રકારનો આપનો આ ભેદ ન્યાયસંગત નથી.
९ भगवं च णं उदाहु- संतेगइया मणुस्सा भवंति, तेसिं च णं एवं वुत्तपुव्वं भवइणो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । वयं णं
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org