________________
૧૮૬
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
તે
ઉદક નિગ્રંથના મતાનુસાર શ્રાવકો ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરે છે, પરંતુ તે ત્રસ જીવો કર્મોદય વશ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય ત્યારે શ્રાવકોએ સ્થાવર જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં ન હોવાથી તે જીવોની હિંસા કરે છે અને તેથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થાય છે, આ પ્રકારના દોષ સેવનથી R - દુષ્પ્રત્યાખ્યાન થઈ જાય છે.
ન
આ પ્રકારે પ્રત્યાખ્યાન કરનાર અને કરાવનાર બંને પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેથી શ્રાવકો અહિંસા વ્રતના સ્વીકાર સમયે ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરું છે' આ પ્રમાણે ભાષાનો પ્રયોગ ન કરતાં ત્રસભૂત– વર્તમાનમાં ત્રસપણે વર્તી રહેલા જીવોની હિંસાનો ત્યાગ કરું છું, આ પ્રમાણે ભાષા પ્રયોગ કરે, તો તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. ‘ત્રસ’ શબ્દ સાથે ‘ભૂત’ શબ્દના પ્રયોગથી જીવની વર્તમાન પર્યાયનું જ ગ્રહણ થવાથી તે જીવ જ્યારે સ્થાવરપણે ઉત્પન્ન થઈ જાય ત્યારે તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી.
ગૌતમ સ્વામીએ યુક્તિપૂર્વક તેમના કથનનું ખંડન આ પ્રમાણે કર્યું– ‘ત્રસ’ શબ્દ સાથે ‘ભૂત’ શબ્દનો પ્રયોગ નિરર્થક છે કારણ કે જે જીવોને ત્રસનામ કર્મનો ઉદય હોય, તે જ ત્રસ કહેવાય છે અને તે જીવોની હિંસાનો જ શ્રાવકોને ત્યાગ હોય છે. ત્રસ અને ત્રસભૂત બંને શબ્દો સમાનાર્થક છે.
ભૂત શબ્દપ્રયોગથી ઘણીવાર સંશય ઉત્પન્ન થવાની સંભાવના છે. ભૂત શબ્દ ઉપમા અર્થમાં પ્રયુક્ત થાય છે. જેમ કે- રેવતો ભૂત નગરમિલમ્ । આનગર દેવલોક જેવું છે. તે જ રીતે ત્રસભૂત શબ્દપ્રયોગથી ત્રસ જીવોની હિંસાના નહીં પરંતુ ત્રસજીવોની સમાન હોય તેવા જીવોની હિંસાનો ત્યાગ કરું છું, તેવો અર્થ થાય, પરંતુ તે અર્થ અહીં ઇષ્ટ નથી.
ક્યારેક ભૂત ! શબ્દનો કોઈ વિશિષ્ટ અર્થ જ થતો નથી. જેમ કે– શીતલીપૂમુવમ્ - ઠંડું પાણી. અહીં ભૂત શબ્દનો કોઈ અર્થ જ નથી. તે જ રીતે ત્રસભૂત શબ્દમાં ભૂત શબ્દ નિરર્થક પણ બને છે.
જ
અમે જેને ત્રસ જીવો કહીએ છીએ, તેને જ તમે ત્રસદ્ભૂત કહો છો. આ રીતે ત્રસ કે ત્રસભૂત, આ બંને શબ્દ પ્રયોગ સમાન અર્થને સૂચિત કરે છે. તેમ છતાં “ત્રસ શબ્દ પ્રયોગ દ્વારા પ્રત્યાખ્યાન કરનાર કે કરાવનાર પ્રત્યાખ્યાનનો ભંગ કરે છે અથવા તેના દુષ્પ્રત્યાખ્યાન છે,” આ પ્રમાણેનું આપનું કથન કેવળ મિથ્યાદોષારોપણ છે.
જે જીવને ત્રસનામ કર્મનો ઉદય હોય, તે જીવ જ્યાં સુધી ત્રસપણાનું આયુષ્ય ભોગવતા હોય, ત્યાં સુધી જ તેને ત્રસ કહેવાય, જ્યારે તે જીવના ત્રસ આયુષ્યની સ્થિતિ પૂર્ણ થઈ જાય, ત્યારે તે જીવ ત્રસપણાને છોડીને સ્થાવરપણાને પામે છે, ત્યાર પછી તે ત્રસ કહેવાતા નથી, તે જીવની પર્યાયનું—અવસ્થાનું પરિવર્તન થયા પછી તે સ્થાવર કહેવાય છે.
કોઈ પણ પ્રત્યાખ્યાનનો સંબંધ ત્રસ-સ્થાવર આદિ પર્યાય સાથે જ હોય છે. શ્રાવકોનું અહિંસાવ્રત જીવોની ત્રસ પર્યાય સાથે સંબંધિત છે. ત્રસ પર્યાયનું પરિવર્તન થયા પછી સ્થાવર પર્યાયને પામેલા તે જીવો શ્રાવકોના પ્રત્યાખ્યાનની મર્યાદામાં સમાવિષ્ટ થતા નથી.
શ્રાવકો અહિંસા વ્રતનો સ્વીકાર કરે છે, ત્યારે જ ગુરુજનો સમક્ષ પ્રગટ કરે છે કે હું સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરવામાં સમર્થ નથી, પરંતુ હું સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ કરીશ. તેમાં પણ ગાથાપતિ ચોર ગ્રહણ-વિમોક્ષણ ન્યાયથી એટલે કે આગાર સહિત ન છૂટકે આગાર સહિત ત્રસ જીવોની હિંસાનો જ ત્યાગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org