________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૭૩]
પાપવૃત્તિની અનુમોદના કરનારા કદાપિ દેવાદિ સદ્ગતિને પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ જાતિ આદિનું અભિમાન કરવું, તે પણ યોગ્ય નથી. શુભાશુભ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ જાતિ પરિવર્તનશીલ છે. કોઈ પણ જાતિમાં જન્મેલી વ્યક્તિ પોતાના સંસ્કારથી, આત્મગુણોથી મહાન બની શકે છે, તેથી જ જાતિનું અભિમાન છોડીને સર્વત્ર સમભાવ ધારણ કરવો, તે જ શ્રેષ્ઠ છે.
બ્રાહ્મણકુળમાં જન્મ ધારણ કરીને યજ્ઞ-યાગાદિ નિમિત્તે હિંસા કરવી, તે પણ બ્રાહ્મણ જાતિ માટે યોગ્ય કાર્ય નથી. મનુસ્મૃતિ આદિ વૈદિક ગ્રંથોમાં પણ માંસ ભોજન આદિનો નિષેધ છે. તેમાં હિંસાની પ્રેરણા આપનારા પ્રેરક બ્રાહ્મણોને ભોજન કરાવનારા તથા કરનારા બંનેને નરકગામી કહ્યા છે.
સર્વત્ર અહિંસા ધર્મ જ સર્વોત્તમ છે. આદ્રકમુનિ અને સાંખ્યમતવાદી:४६
दुहओ वि धम्मम्मि समुट्ठियामो, अस्सिं सुठिच्चा तह एसकाले ।
आयारसीले बुइएह णाणे, ण संपरायम्मि विसेसमत्थि ॥ व अव्वत्तरूवं पुरिसं महतं, सणातणं अक्खयमव्वयं च ।
सव्वेसु भूएसु वि सव्वओ से, चंदोव्व ताराहिं समत्तरूवे ॥ શબ્દાર્થ-જુદો વિ = આપણે બંને ધfમ = ધર્મમાં સમુદ્રયામો = સમુપસ્થિત પાસે = સર્વકાલમાં સંપરથમિ = સંપરાય–સંસારમાં માથારીને = આચારશીલ અબ્યુત્તરવું = અવ્યક્તરૂપ સાત = સનાતન ૩૩ય = અક્ષય અને અધ્વર્ય = અવ્યય સમૂહવે = સમસ્તરૂપ. ભાવાર્થ :- ત્યાર પછી સાંખ્યમતવાદી આદ્રકમુનિને કહેવા લાગ્યા તમે અને અમે બંને ધર્મમાં સમ્યક પ્રકારે ઉદ્યત છીએ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં ધર્મમાં સારી રીતે સ્થિત છીએ, આપણા બંનેના મતમાં આચારશીલ પુરુષને જ્ઞાની કહ્યા છે. આપના અને અમારા દર્શનમાં સંસારના સ્વરૂપમાં પણ કોઈ વિશેષ અંતર નથી. ૪જ્ઞા આ પુરુષ(જીવાત્મા) અવ્યક્તરૂપ–મન અને ઇન્દ્રિયોથી અગોચર છે તથા સર્વલોકવ્યાપી, સનાતન, અક્ષય તેમજ અવ્યય છે. જે રીતે ચન્દ્રમાં સમસ્ત તારાગણની સાથે સંપૂર્ણરૂપે સંબંધિત રહે છે. તે જ રીતે આ જીવાત્મા સમસ્ત પ્રાણીઓમાં સંપૂર્ણરૂપે વ્યાપ્ત છે. I૪શા स एवं ण मिज्जति ण संसरंति, ण माहणा खत्तिय वेस पेसा ।
कीडा य पक्खी य सरीसिवा य, णरा य सव्वे तह देवलोगा ।।४८।। શબ્દાર્થ:- નિતિ = માપ, તુલ્યતા, સંગતિ સંપત્તિ = પરિભ્રમણ કરે છે = વૈશ્ય(વણિક) પૈસા = પ્રેષ્ય-શુદ્ર વશીલા = કીટ, કીડો પછી = પક્ષી સરસિવ = સરીસૃપ. ભાવાર્થઃ- આદ્રકમુનિ કહે છે કે આ રીતે આત્માને એકાંત નિત્ય તેમજ સર્વવ્યાપક માનવાથી સુખ-દુઃખ આદિ ભેદોની સંગતિ થઈ શકતી નથી, જીવોનું પોતાના કર્માનુસાર વિવિધગતિઓમાં સંસરણ-ગમનાગમન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર રૂપ ભેદો તથા કીડા, પક્ષી, સરીસૃપ ઇત્યાદિ યોનિઓની વિવિધતા તેમજ મનુષ્ય, દેવલોકના દેવ આદિ બધી ગતિઓ પણ સિદ્ધ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org