________________
[ ૧૭ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
શબ્દાર્થ - નાનાં = જુદા-જુદા કુળોમાં ભોજનને માટે ફરનારા-બ્રાહ્મણોને તિબ્બાબિતાવી = તીવ્રતાપને સહન કરનાર પરમવી = નરક સેવી નો[૧પII = ભયંકર વેદનાથી યુક્ત માંસ પ્રાપ્તિને માટે. ભાવાર્થ :- (બ્રાહ્મણોનાં મંતવ્યનો પ્રતિકાર કરતાં આદ્રક મુનિએ કહ્યું) ક્ષત્રિય આદિ કુળોમાં ભોજન માટે પરિભ્રમણ કરતા બે હજાર સ્નાતક બ્રાહ્મણોને જે હંમેશાં ભોજન કરાવે છે, તે વ્યક્તિ માંસલોલુપ, પ્રાણીઓ (પક્ષીઓ)થી વ્યાપ્ત(પ્રગાઢ) નરકમાં જઈને નિવાસ કરે છે, જ્યાં તે તીવ્રતમ તાપ ભોગવતા રહે છે. डा. दयावरं धम्म दुगुंछमाणो, वहावह धम्मं पसंसमाणो।
एगं पि जे भोययइ असील, णिहो णिसं जाइ कओ सुरेहिं ।। ४५।। શબ્દાર્થ –ાવર = દયાપ્રધાન ધ = ધર્મની ફુઈછનાળો = નિંદા કરનાર વહાવદ = હિંસાપ્રધાન પરમાળો = પ્રશંસા કરતા થકા અરીસં = શીલ રહિત(બ્રાહ્મણોને) મોથ = ભોજન કરાવે છે f = યાતના સ્થળ, નરક fસ = અંધકારયુક્ત. ભાવાર્થ:- જે દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસાપ્રધાન ધર્મની પ્રશંસા કરનાર, શીલરહિત વ્યક્તિ એક પણ બ્રાહ્મણને ભોજન કરાવે તે અંધકારયુક્ત નરકમાં જાય છે, તો પછી દેવલોકમાં જવાની વાત જ ક્યાં રહે? વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં આદ્રક કુમારનો વેદાંત પાટી બ્રાહ્મણો સાથે થયેલો વાર્તાલાપ છે.
બૌદ્ધોને પરાજિત કરીને આદ્રક મુનિ આગળ વધી રહ્યા હતા ત્યાં કેટલાક બ્રાહ્મણોએ તેમની પાસે આવીને, પોતાના મતની પ્રરૂપણા કરીને પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો.
બ્રાહ્મણોના મતાનુસાર ચારે વર્ણમાં બ્રાહ્મણો જ સર્વ શ્રેષ્ઠ છે, તેથી ક્ષત્રિય પુરુષોએ બ્રાહ્મણોની જ સેવા કરવી જોઈએ. ક્ષુદ્ર પુરુષોની સેવા કરવી યોગ્ય નથી, તેથી તેઓ આદ્રક મુનિને વૈદિક ધર્મનો સ્વીકાર કરીને યજ્ઞ યાગ આદિ અનુષ્ઠાનો તથા બ્રાહ્મણોની સેવા કરવાની પ્રેરણા આપવા લાગ્યા અને કહ્યું કે શાક્યભિક્ષુઓને ભોજન કરાવવાથી દેવલોકની પ્રાપ્તિ થતી નથી, પરંતુ યજ્ઞ યાગાદિ કર્મો કરનારા વેદપાઠી, બ્રહ્મચારી, બે હજાર બ્રાહ્મણોને જે પ્રતિદિન જમાડે છે તે મહાન પુણ્ય-પુજને ઉપાર્જન કરીને દેવલોકમાં જાય છે.
આદ્રકમુનિ નિગ્રંથ ધર્મમાં દઢ શ્રદ્ધાવાન હતા. તેઓ ધર્મની વાસ્તવિકતાને સમજતા હતા. તેથી તેમણે કહ્યું કે જેમ બિલાડી માંસને માટે ઘર-ઘરમાં ફર્યા કરે છે તે જ રીતે જે બ્રાહ્મણો માંસપ્રાપ્તિ માટે ક્ષત્રિયોના ઘરોમાં ફરે છે, જે સ્વયં બીજાની કમાણી પર નિંદનીય આજીવિકા ચલાવે છે; તે બ્રાહ્મણ કુપાત્ર, વ્રતરહિત અને શીલ રહિત છે, તેવી વ્યક્તિને ભોજન કરાવવું, તે દુરાચારને, લોલુપતાને પોષણ આપવાનું કાર્ય છે. તેવા દુરાચારીને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ પણ કુકર્મોનો બંધ કરીને નરકગતિમાં જાય છે.
દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસામય ધર્મની પ્રશંસા કરનારા વ્યક્તિ તથાપ્રકારના બ્રાહ્મણોને ભોજન કરાવીને તેના દુષ્કૃત્યોની અનુમોદના કરીને અંધકારમય નરકગતિમાં જાય છે.
સંક્ષેપમાં જીવહિંસા આદિ પાપપ્રવૃત્તિ સ્વયં કરવી, કરાવવી અથવા તેની અનુમોદના કરવી, તે દુર્ગતિનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org