________________
| અધ્યયન-s: આદ્રીય
,
૧૭૧ ]
કારણ કે તે શાક્ય ભિક્ષકો માંસભક્ષક છે. તેને ભોજન કરાવનાર પુરુષ અસંયમી અને હિંસક છે. તેના હાથ લોહીથી રંગાયેલા રહે છે તેવા ઘાતક પુરુષ આ લોકમાં નિંદાને પાત્ર બને છે તેથી તેને પુણ્યકર્મનું ઉપાર્જન અને દેવલોકની પ્રાપ્તિ થવી, તે સર્વથા અશક્ય છે. ઉત્તમ દેવલોકની પ્રાપ્તિ સંયમ-તપની આરાધનાથી થયેલા પુણ્યકર્મબંધથી થાય છે. અન્યને માંસ-ભોજન કરાવવા માત્રથી ઉત્તમ દેવલોકની પ્રાપ્તિ થતી નથી.
આ રીતે બૌદ્ધોના સિદ્ધાંતો પૂર્ણતઃ અહિંસા ધર્મની પુષ્ટિ કરતા નથી, તેથી તે યોગ્ય નથી.
વાસ્તવિક રીતે વિચારતા સંયમી પુરુષોને સાવધકારી ભાષાનો પ્રયોગ કરવો, તે પણ શોભનીય નથી, તેથી જ નિગ્રંથ મુનિઓ સાવધકારી ભાષા બોલતા નથી. આધાકર્મી આદિ દોષથી દૂષિત આહાર ગ્રહણ કરતા નથી. તેઓ નિર્દોષપણે પોતાની આજીવિકા ચલાવે છે. નિગ્રંથમુનિઓ જગતના સર્વ જીવોને પોતાના આત્મા સમાન જાણે છે તેથી જગતના સર્વ જીવોના સુખ-દુઃખનો વિચાર કરીને, સર્વના કલ્યાણની કામનાપૂર્વક પોતાની પ્રવૃત્તિ કરે છે. નિગ્રંથ ધર્મ સર્વ પ્રકારના માયા-કપટથી પૂર્ણપણે રહિત છે, તેથી તે નિગ્રંથધર્મ કહેવાય છે. નિતઃ ગ્રન્થગઃ પટેગઃ નથઃ જે ધર્મ, કપટ રૂ૫ ગ્રંથીથી રહિત છે તે નિગ્રંથ ધર્મ છે. તેમાં આત્મસમાધિ અને જગજીવોને પણ અભયદાન પ્રાપ્ત થાય તેવા વ્રત-નિયમોના પાલનનો ઉપદેશ છે. અનંત તીર્થકરોએ આ અહિંસા ધર્મની આરાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેમની શિષ્ય પરંપરામાં પણ અહિંસાધર્મનો ઉપદેશ છે. પૂર્ણ અહિંસા ધર્મની આરાધના જ મોક્ષમાર્ગ છે. જે ધર્મમાં સર્વ જીવોના હિતની, સુખની દૃષ્ટિ સમાહિત છે. તે જ ધર્મ પૂર્ણપણે આદરણીય, અનુમોદનીય અને પ્રશંસનીય છે. અનુમો – તેના બે અર્થ થાય છે– (૧) પહેલાં તીર્થકરે આ નિગ્રંથ ધર્મનું આચરણ કર્યું ત્યાર પછી તેમનો શિષ્યવર્ગ તે નિગ્રંથ ધર્મનું આચરણ કરવા લાગ્યા, તેથી આ ધર્મને અનુધર્મ કહે છે. (૨) અણુધર્મ સૂર્મધર્મ છે, તેમાં સૂક્ષ્મ-સ્કૂલ સર્વ જીવોની રક્ષાનું કથન છે. કોઈ પણ જીવોની કોઈ પણ પ્રકારે થતી હિંસા તેમાં ક્ષમ્ય નથી. હિંસાથી ધર્મ નષ્ટ થાય છે. તેથી પણ તેને અણુધર્મ કહે છે. fજથધો :- નિગ્રંથ ધર્મ. સર્વ પ્રકારના ગ્રંથ = કપટથી રહિત હોય, તેવો ધર્મ નિગ્રંથ ધર્મ છે. આદ્રકમુનિ અને વેદાંત પાઠી બ્રાહ્મણો - का सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णितिए माहणाणं ।
ते पुण्णखधं सुमहज्जणित्ता, भवंति देवा इइ वेयवाओ ॥ શબ્દાર્થ - ળિયTS = સ્નાતકોને પુujષ = પુણ્યસ્કંધ તુમ = મહાન જ્ઞાળT = અર્જન કરીને, મેળવીને લેવા = દેવ અવંતિ = થાય છે વેચવાગો = વેદનું કથન છે. ભાવાર્થ :- બૌદ્ધભિક્ષુઓને પરાજિત કરીને આદ્રકમુનિ આગળ વધ્યા, ત્યાં તો બ્રાહ્મણો તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે, હે આદ્રક ! જે પુરુષ હંમેશાં બે હજાર સ્નાતક બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે મહાન પુણ્યપુંજ ઉપાર્જિત કરીને દેવ થાય છે, આ વેદોનું કથન છે.
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णितिए कुलालयाणं । से गच्छइ लोलुवसंपगाढे, तिव्वाभितावी णरगाभिसेवी ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org