________________
[ ૧૭૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
४९
लोयं अयाणित्तिह केवलेणं, कहिंति जे धम्ममजाणमाणा ।
णासेंति अप्पाण परं च णट्ठा, संसार घोरम्मि अणोरपारे ॥ શબ્દાર્થ – સાયણિત્તા = જાણ્યા વિના વર્તi = કેવળ જ્ઞાનથી અળોરારે = આરપાર રહિત. ભાવાર્થ:- આ લોકને કેવળજ્ઞાન દ્વારા જાણ્યા વિના, વસ્તુનાં સત્યસ્વરૂપથી અજાણ વ્યક્તિ જો ધર્મનો ઉપદેશ આપે તો, તે સ્વયં નષ્ટ થાય છે અને બીજાઓનો પણ અપાર, ઘોર સંસારમાં નાશ કરે છે. एक लोयं विजाणंतिह केवलेणं, पुण्णेण णाणेण समाहिजुत्ता ।
धम्म समत्तं च कर्हिति जे उ, तारेति अप्पाण परं च तिण्णा ॥ શબ્દાર્થ - વિજ્ઞાતિ = જાણે છે સહિષ્ણુતા = સમાધિયુક્ત તાતિ = તારે છે તિUT = તરી ગયા છે. ભાવાર્થ :- જે વ્યક્તિ સમાધિયુક્ત છે, પૂર્ણ કેવળજ્ઞાન દ્વારા આ લોકને વિવિધ પ્રકારે યથાવસ્થિત રૂપે જાણે છે, તેઓ જ શુદ્ધ, સમ્યક ધર્મનું પ્રતિપાદન કરે છે, તેઓ સ્વયં સંસારસાગરથી પાર થયેલા છે અને બીજાઓને પણ(સદુપદેશ આપીને) સંસારસાગરથી પાર કરે છે.
जे गरहियं ठाणमिहावसंति, जे यावि लोए चरणोववेया ।
उदाहडं तं तु सम मईए, अहाउसो ! विप्परियासमेव ॥ શબ્દાર્થઃ- રિદિક્ષ્ય = ગહિત ઠi = સ્થાનમાં પરોવવેય = ચારિત્ર સંપન્ન દ = અહીં આપતિરહે છે. સલાદ૬ = કહેલું નફા = પોતાની બુદ્ધિથી. ભાવાર્થ :- આ લોકમાં જે વ્યક્તિ નિંદનીય સ્થાનનું સેવન કરે છે અને જે સાધક ઉત્તમ આચરણોથી યુક્ત છે, તે બંનેના આચરણોને અસર્વજ્ઞ વ્યક્તિ પોતાની બુદ્ધિથી એક સમાન કહે છે અથવા હે આયુષ્યમાનુ! તેઓ શુભઆચરણ કરનારાઓને અશુભ આચરણ કરનારા અને અશુભ આચરણ કરનારાઓને શુભ આચરણ કરનારા કહીને વિપરીત પ્રરૂપણા કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં આÁક મુનિનો સાંખ્યમતવાદીઓ સાથે થયેલો વાર્તાલાપ છે.
આદ્રકમુનિ જ્યારે બ્રાહ્મણોને પરાજિત કરીને આગળ વધી રહ્યા હતા ત્યારે તેમની પાસે સાંખ્યમતવાદીઓ- એકદંડી લોકો આવ્યા. તેઓ આÁકમુનિને પોતાના મતમાં આકર્ષિત કરવા માટે કહેવા લાગ્યા.
સાંખ્ય મતાનુસાર સત્ત્વ, રજસ અને તમસ, આ ત્રણે ગુણોની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે. આ પ્રકૃતિથી મહતુ–બુદ્ધિની ઉત્પત્તિ થાય છે. બુદ્ધિથી અહંકાર ઉત્પન્ન થાય છે, અહંકારથી પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ તન્માત્રા તથા મન, આ સોળ ગુણ ઉત્પન્ન થાય છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, આ પાંચ તન્માત્રાથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ મહાભૂતની ઉત્પત્તિ થાય છે. આ રીતે પ્રકૃતિ + બુદ્ધિ + અહંકાર + ૧૬ ગુણ + પાંચ મહાભૂત = ૨૪ પદાર્થો છે અને પચીસમો પુરુષ છે. તે ચૈતન્ય સ્વરૂપ છે. આ પચીસ તત્ત્વના યથાર્થ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org