________________
અધ્યયન-s: આદ્રીય .
૧૫ ]
એકાંતવાસ કે જનસંપર્ક નથી. ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ જ કર્મબંધનું મુખ્ય કારણ છે. કોઈ વ્યક્તિ કેવળ સંન્યાસીનો વેશ પહેરીને એકાંતવાસનો સ્વીકાર કરે, એકાંતમાં રહીને સચિત્ત જલાદિનું સેવન કે
સ્ત્રી સંગ આદિ પાપપ્રવૃત્તિ કરે, તો તેનો એકાંતવાસ લાભનું કારણ નથી. તે શ્રમણવેશમાં પણ ગૃહસ્થ તુલ્ય છે, તેવા પાખંડી સાધુ દેહાનુરાગી જ હોવાથી આત્મસાધના કરીને સર્વ કર્મોનો ક્ષય કરી શકતા નથી. (૨) ગોશાલક આદ્રક મુનિને કહે છે કે વિભિન્ન દાર્શનિકો પોત-પોતાની દૃષ્ટિથી ધર્મ, પુણ્ય-પાપ કે મોક્ષનો માર્ગ બતાવે છે. તમે તે સહુનું ખંડન કરતાં તેમની નિંદા કરીને પોતાનો અહંકાર પ્રદર્શિત કરો છો.
આ પ્રકારના દોષારોપણમાં પોતાની તુચ્છતાનું જ પ્રદર્શન છે. વીતરાગ ધર્મનું કથન સૈકાલિક સત્ય છે. તેમાં કોઈ પર રાગ દ્વેષનો કે નિંદા-પ્રશંસાનો ભાવ નથી. વીતરાગધર્મ રાગ-દ્વેષ કે નિંદા-પ્રશંસા છોડીને સમભાવની પ્રાપ્તિનો ધર્મ છે, તેથી સત્યધર્મનું પ્રગટીકરણ તે એકમાત્ર અમારો ઉદ્દેશ છે. (૩) પ્રભુ મહાવીર ડરપોક છે અને બુદ્ધિમાનના પ્રશ્નોના ઉત્તર આપવાના ભયથી તેઓ સહુની સાથે સાર્વજનિક સ્થાનોમાં રહેતા નથી. ગોશાલકનું આવું કથન પણ પાયા વિનાનું જ છે.
ભગવાન મહાવીર સ્વામી સંપૂર્ણ રીતે નિર્ભય તથા સર્વજ્ઞ છે. તેઓ લોકાલોકના જ્ઞાતા છે. તેઓ કોઈ પણ વિષયથી અજ્ઞાત નથી. તેમની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રયોજનપૂર્વક થાય છે. અન્ય વ્યક્તિના લાભને જોઈને તેઓ નિષ્પક્ષભાવે પ્રશ્નનો ઉત્તર આપે છે, અન્યથા મૌન રહે છે. સંક્ષેપમાં પ્રભુ ઉપદેશ આપે કે ન આપે, લોકોની સાથે વાદ-વિવાદ કરે કે ન કરે, તેમાં રાગ-દ્વેષ કે ભયની આંશિક પણ સંભાવના નથી. (૪) જેમ લાભાર્થી વણિક પોતાના માલના વેચાણ માટે દેશ-વિદેશમાં ફરે છે. મહાજનોનો સંપર્ક કરે છે. તેમ મહાવીર પણ પોતાની પૂજા-પ્રતિષ્ઠા તથા આહારાદિના લાભ માટે ગ્રામાનુગ્રામ વિચરે છે. ત્યાં રાજા વગેરે લોકોનો સંપર્ક કરે છે તેથી તેઓ વણિક તુલ્ય છે. ગોશાલકના આ વિધાનનો જવાબ આપતા આદ્રક મુનિ કહે છે– ભગવાન એક દષ્ટિકોણથી વણિકની સમાન છે કારણ કે તેઓની પ્રત્યેક પ્રવૃત્તિ આત્મલાભ માટે જ થાય છે. પ્રભુ નિપ્રયોજન કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી.
તેમ છતાં ૧. વણિક છબસ્થ છે, ૨. તેની દષ્ટિ ધનાદિ ભૌતિક પદાર્થો પર હોય છે, ૩. તે જીવહિંસા આદિ પાપકારી પ્રવૃત્તિ દ્વારા પોતાનો વ્યાપાર કરે છે, ૪. તે કામાસક્ત હોય છે, ૫. ધન-દોલત, પરિવારાદિના મમત્વથી બંધાયેલા હોય છે, દ. તે આરંભ–પરિગ્રહનો ત્યાગ કરતા નથી, તેથી કર્મદંડથી આત્માને દંડિત કરે છે અને તેના પરિણામે ચારગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે, ૭. વણિકને થતો ધનાદિનો લાભ એકાંતિક કે આત્યંતિક નથી. તેનો લાભ નાશવંત છે, ક્યારેક તે નુકશાન રૂપે પરિવર્તન પામે છે.
પરમાત્મા મહાવીર સ્વામી સર્વજ્ઞ છે. તેમની દષ્ટિ એક માત્ર આત્મવિશુદ્ધિ અને કર્મક્ષય પર છે. તેમની ઉપદેશાદિની ક્રિયા સંપૂર્ણતઃ પાપ રહિત છે. તેઓ નિરારંભી, નિષ્પરિગ્રહી અને મમત્વ ભાવથી સર્વથા મુક્ત છે. પરમાત્મા પાપથી સર્વથા મુક્ત હોવાથી પોતાના આત્માને કર્મદંડથી મુક્ત કરીને ચારગતિ રૂપ સંસાર પરિભ્રમણથી મુક્ત થઈ જાય છે.
પરમાત્માને થયેલો કર્મક્ષય રૂપ લાભ અથવા કેવળજ્ઞાન આદિ અનંત ગુણલક્ષ્મી રૂપ લાભ એકાંતિક અને આત્યંતિક લાભ છે, કારણ કે તે લાભ ક્યારેય નાશ પામતો નથી, તે શાશ્વત કાલ પર્યત ટકી રહે છે.
આ રીતે સંપૂર્ણ અહિંસક, સર્વ જીવો પ્રતિ અનુકંપાશીલ, વીતરાગી પરમાત્માની તુલના વણિક સાથે કરવી, તે આપની અજ્ઞાનતાને પ્રગટ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org