________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
દેનારા ૩૬૬ = ઉદય-લાભ ષઙરત = ચાતુરંત-ચારગતિમાં જેનો અંત છે એવો સંસાર અનંતાય = અનંત સંસારને માટે દુહાય = દુઃખને માટે.
૧૬૪
ભાવાર્થ :- હે ગોશાલક ! વણિકો આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરતા નથી, પરંતુ પરિગ્રહનો ત્યાગ કર્યા વિના જ તેમાં અત્યંત આસક્ત રહે છે તથા તે આત્માને દંડે છે. તેનો ઉદય–લાભ, જેને તું લાભ કહે છે તે વાસ્તવિક લાભ નથી, પરંતુ ચાતુર્ગતિક સંસારને પ્રાપ્ત કરાવનાર અને દુઃખનું કારણ છે તેથી તે ઉદય– લાભનું કારણ નથી.
गंत णच्वंतिय तओदए से, वयंति ते दो वि गुणोदयंमि । |२४| से उदए साइमणंतपत्ते, तमुद्दयं साहयइ ताई णाई ॥
શબ્દાર્થ:- = નહીં ાંત = એકાંત અવંતિય= આત્યન્તિક તોવQ = તે ઉદય, લાભ સારૂં= સાદિ, જેની આદિ છે અનંતપત્તે = અનંત પ્રાપ્ત તારૂં = રક્ષક ખારૂં= શાતા-જાણનાર સાહયક્ = ઉપદેશ આપે છે. ભાવાર્થ :હે ગોશાલક ! વ્યાપારીઓનો પૂર્વોક્ત ધનલાભ વગેરે રૂપ ઉદય(લાભ) એકાંતિક કે આત્યંતિક નથી, તેમ જ્ઞાનીજનો કહે છે. જે ઉદયમાં આ બંને ગુણો ન હોય, તે વાસ્તવિક રીતે લાભ નથી અર્થાત્ તે લાભ ગુણહીન છે. તીર્થંકર ભગવાનનો લાભ સાદિ અનંત છે અને છકાય જીવોના રક્ષક સર્વજ્ઞ ભગવાન સાદિ અનંત લાભનો જ ઉપદેશ આપે છે.
२५
अहिंसयं सव्वपयाणुकंपी, धम्मे ठियं कम्मविवेगहेउं । तमायदंडेहिं समायरंता, आबोहिए ते पडिरूवमेयं ।। २५ ।। શબ્દાર્થ :- સવ્વપયાળુ ંપી = સમસ્ત પ્રાણીઓ પર અનુકંપા કરનારા મઁવિવેહેરું= કર્મ વિવેક, કર્મ ક્ષયના કારણ ભૂત આયદેહિં સમાયરતા = આત્માને દંડ દેનારા અનોશિટ્ = અજ્ઞાનને પહિ વ પ્રતિરૂપ, અનુરૂપ.
=
ભાવાર્થ :– ભગવાન પ્રાણીઓની હિંસાથી સર્વથા રહિત છે તથા સમસ્ત પ્રાણીઓ પર અનુકંપા કરે છે; આવા કર્મ-નિર્જરાના હેતુભૂત સંયમ ધર્મમાં સ્થિત વીતરાગ સર્વજ્ઞ મહાપુરુષને, તમારા જેવા આત્માને દંડ દેનાર વ્યક્તિ જ વણિક સદશ કહી શકે, આ કાર્ય તમારા અજ્ઞાનને અનુરૂપ જ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ગોશાલક તથા આર્દ્રક મુનિ વચ્ચે થયેલી ધર્મચર્ચાનું પ્રતિપાદન છે.
સર્વજ્ઞ પરમાત્મા પ્રભુ મહાવીરના વીતરાગ ધર્મના પ્રભાવની સાથે આજીવિક મતના સિદ્ધાંતો કે તેના વ્યવહા૨ની તુલના કરવી તે સર્વથા અનુચિત છે. તેમ છતાં ગોશાલક ખોટા તર્ક-વિતર્કથી પ્રભુ મહાવીર સ્વામી તથા જિનેશ્વર કથિત જૈનધર્મના આચાર-વિચાર પર ભિન્ન-ભિન્ન રીતે દોષારોપણ કરે છે.
(૧) ગોશાલકના મતાનુસાર કોઈ વ્યક્તિ સચિત્ત જલાદિનું, સ્ત્રી સંગાદિનું સેવન કરે પરંતુ જો જન સંપર્ક છોડીને એકાંતમાં નિવાસ કરે, તો તેને પાપકર્મનો બંધ થતો નથી.
ગોશાલક મતાનુયાયીની આ માન્યતા કેવળ સુવિધાનું જ પોષણ કરે છે. કર્મબંધનો આધાર
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org