________________
[ ૧૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
બાહ્ય વ્યવહાર, તે કોઈ પણ વ્યક્તિનો માપદંડ નથી. ભગવાન એકલા હોય કે પરિષદમાં હોય, ગામમાં હોય કે જંગલમાં હોય, દિવસ હોય કે રાત્રિ હોય, ગમે તે પરિસ્થિતિમાં રાગ-દ્વેષ રહિત અખંડ વીતરાગ ભાવોમાં જ સ્થિત હોય છે. તેમની પહેલાં કે પછીની પ્રત્યેક પ્રવૃત્તિ કર્મક્ષયના એક લક્ષે જ થાય છે, તેથી તેમાં અસ્થિરતા કે ચંચળતાને કોઈ સ્થાન નથી. ગોશાલક અને આર્દિકમુનિની વ્યવહારધર્મની ચર્ચા -
सीओदगं सेवउ बीयकायं, आहायकम्मं तह इत्थियाओ ।
एगंतचारिस्सिह अम्ह धम्मे, तवस्सिणो णाभिसमेइ पावं ॥ શબ્દાર્થ -રોલ = શીતોદક, કાચું પાણી જેવ૩ = સેવન કરવામાં આવશí = આધાકર્મ દોષ યુક્ત આહારાદિ ત્થિવાળો = સ્ત્રીઓ કાંતવારિસિંદ = એકાકીપણે વિચરણ કરનારા અષ્ટ = અમારા બન્ને = ધર્મમાં નામ = લાગતું નથી પાવું = પાપ. ભાવાર્થ :- (ગોશાલકે પોતાના આજીવિક ધર્મસંપ્રદાયના આચાર સમજાવવા માટે આદ્રક મુનિને કહ્યું–) કોઈ કાચું જળ, બીજકાય, આધાકર્મ દોષયુક્ત આહારાદિ તથા સ્ત્રીઓનું સેવન કરતા હોય, પરંતુ તે એકાકીપણે નિર્જનપ્રદેશમાં વિચરણ કરનારા તપસ્વી સાધક હોય, તો તેને અમારા ધર્મમાં પાપ લાગતું નથી.
सीओदगं वा तह बीयकायं, आहायकम्मं तह इत्थियाओ ।
एयाइ जाण पडिसेवमाणा, अगारिणो अस्समणा भवति ॥ ભાવાર્થ :- (ગોશાલકના સિદ્ધાંતનું ખંડન કરતાં આદ્રકમુનિએ કહ્યું) સચેત જળ, બીજકાય, આધાકર્મ દોષ યુક્ત આહારાદિ તથા સ્ત્રીઓનું સેવન કરનાર ગૃહસ્થ હોય છે, તે શ્રમણ થઈ શક્તા નથી.
सिया य बीओदग इत्थियाओ, पडिसेवमाणा समणा भवंतु ।
अगारिणो वि समणा भवंतु, सेवंति उ ते वि तहप्पगारं ॥ ભાવાર્થ - હે ગોશાલક! જો બીજકાય, સચેત જળ અને સ્ત્રીઓનું સેવન કરનાર પુરુષ પણ શ્રમણ હોય તો ગૃહસ્થો પણ શ્રમણ કહેવાય, કારણ કે તેઓ પણ પૂર્વોક્ત વિષયોનું સેવન કરે છે. ૧૦
जे यावि बीओदगभोई भिक्खू, भिक्खं विहं जायइ जीवियट्ठी ।
ते णाइसंजोगमविप्पहाय, काओवगाणंतकरा भवति ॥ શબ્દાર્થ - વીરોમોર્ડ = સચેત બીજ, જલ આદિનો ઉપભોગ કરનાર વિઠ્ઠી = જીવન રક્ષાને માટે બિસ્કુલિ = ભિક્ષાવૃત્તિ બાય = કરે છે બાફળો = જ્ઞાતિના સંયોગને, સંસર્ગને જોવITE શરીરનું પોષણ કરનારા વિ= પણ પહાય = છોડીને જોવા = શરીરનું જ પોષણ કરનારા જ = નહીં અંતe૨T = કર્મોનો નાશ કરનારા. ભાવાર્થ :- હે ગોશાલક! જે ભિક્ષ થઈને પણ સચેત બીજકાય, સચેત જળ અને આધાકર્મદોષ યુક્ત આહારાદિનો ઉપભોગ કરે છે, તેઓ માત્ર આજીવિકા માટે ભિક્ષાવૃત્તિ કરે છે. તેઓ પોતાના જ્ઞાતિજનોનો સંયોગ છોડીને પણ પોતાના શરીરનું જ પોષણ કરે છે. તેઓ પોતાનાં કર્મોનો નાશ કરનારા નથી.
૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org