________________
અધ્યયન–૬ : આર્દ્રક્રીય
ગોશાલકે આર્દકમુનિને પોતાના સંઘમાં આકર્ષિત કરવા માટે ભગવાન પર મિથ્યા દોષારોપણ કર્યા. ગોશાલકના આક્ષેપો– (૧) ભગવાન મહાવીર પહેલાં જન સંપર્ક રહિત એકાકીપણે વિચરતા હતા, હવે તેઓ જનસમૂહમાં રહે છે, અનેક શિષ્યોને પોતાની સાથે રાખે છે. (ર) પહેલાં તેઓ પ્રાયઃ મૌન રહેતા હતા, હવે દેવો, મનુષ્યો અને તિર્યંચોની પરિષદમાં ધર્મોપદેશ આપે છે. (૩) પહેલાં તેઓ કઠોર તપસાધના કરતા હતા, હવે તેઓએ તપસાધનાનો ત્યાગ કર્યો છે.
૧૫૯
(૪) મહાવીરે પોતાની આજીવિકા ચલાવવા માટે જ એકાકી રહેવા રૂપ અને જનસમૂહમાં રહેવા રૂપ પૂર્વાપર વિરોધી આચારનો સ્વીકાર કર્યો છે. (૫) પૂર્વાપર વિરોધી વ્યવહારને સ્વીકારવાથી મહાવીર અસ્થિર ચિત્તવાળા લાગે છે.
આર્દ્રમુનિ દ્વારા સમાધાન– ભગવાન મહાવીર સ્વામીએ આત્મશુદ્ધિ માટે સંયમનો, એકાંત ધ્યાન સાધનાનો, કઠોર તપસાધનાનો અને મૌનનો સ્વીકાર કર્યો હતો. તેઓએ સંયમ અને તપની સાધના દ્વારા ઘાનીકર્મોનો ક્ષય કરીને વીતરાગતા અને સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી. સર્વજ્ઞ થયા પછી તીર્થંકર નામકર્મના ઉદયે ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને તીર્થંકર થયા. ત્યાર પછી તીર્થંકર નામ કર્મના ઉદયે જગજ્જીવોના કલ્યાણને માટે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે. ભગવાનના વ્યવહારમાં બાહ્ય દૃષ્ટિએ પૂર્વાપર વિરોધ જણાય પરંતુ પરમાત્માના ભાવો સદાય સમભાવ યુક્ત જ રહ્યા છે. તેમાં કોઈ વિરોધ થયો નથી અને થશે પણ નહીં. ગોશાલકના પાંચે તર્કનો જવાબ આપતા આર્દ્રક મુનિએ કહ્યું કે–
(૧) તેઓ એકાકીપણે વિચરતા હોય કે કરોડો લોકો વચ્ચે ધર્મોપદેશ આપી રહ્યા હોય કે હજારો પ્રભુના ચરણોની સેવા કરી રહ્યા હોય, પરંતુ આ સર્વ પરિસ્થિતિમાં પ્રભુ હંમેશાં એકાંતનો જ અનુભવ કરે છે. તેઓ એક માત્ર પોતાના આત્મગુણોમાં જ વિચરણ કરી રહ્યા છે.
શિષ્યો
(૨) પહેલાં ધ્યાન સાધના માટે પ્રાયઃ મૌનનું પાલન કરતા હતા, પરંતુ હવે કાર્યસિદ્ધિ પછી, દેવળજ્ઞાન દ્વારા લોકાલોકના ભાવોને જાણ્યા પછી જિનનામકર્મના ઉદયે નિષ્કામ કરુણાભાવે ધર્મોપદેશ દ્વારા જગજ્જીવોને સન્માર્ગનું દર્શન કરાવી રહ્યા છે. પરમાત્મા વીતરાગ હોવાથી તેમના ભાષાપ્રયોગમાં કોઈ પણ દોષની સંભાવના નથી, તેથી જ પ્રભુનો ભાષાપ્રયોગ દોષનું નહીં, પરંતુ ગુણનું જ કારણ બને છે. ધર્મોપદેશ દ્વારા પરમાત્માના જિનનામ કર્મનો ક્ષય થાય છે અને જગજ્જીવોને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે.
(૩) પહેલાં તેઓ ઇન્દ્રિય વિજય કરી, અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે કઠોર તપ સાધના કરતા હતા. હવે સર્વજ્ઞતાની પ્રાપ્તિ પછી પરમાત્માના પ્રકૃષ્ટ પુણ્યોદયે દેવો સમવસરણની કે અષ્ટ પ્રાતિહાર્યની રચના કરે છે, બાહ્ય દષ્ટિએ પ્રભુનો વૈભવ પ્રદર્શિત થાય, પરંતુ વીતરાગી પરમાત્મા તેમાં અંશ માત્ર પણ લિપ્ત થતા નથી. પરમાત્માને કઠોર તપસાધનાની હવે આવશ્યક્તા નથી. તપ કર્મની નિર્જરા માટે છે. તેઓને ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો છે અને સમવસરણ, પ્રાતિહાર્ય વગેરે પ્રભુનો પુણ્ય પ્રભાવ છે.
(૪) પ્રભુએ પોતાની આજીવિકા ચલાવવા માટે પોતાના વ્યવહારમાં પરિવર્તન કર્યું નથી. કેવળજ્ઞાન પ્રાપ્તિની પહેલાં કે પછી, તેમની પ્રત્યેક પ્રવૃત્તિ આજીવિકા માટે નહીં, પરંતુ કર્મક્ષય માટે જ થતી હતી અને થાય છે. પ્રભુ વીતરાગ હોવાથી તેમને બાહ્ય ઋદ્ધિ કે શિષ્ય પરિવારનો કોઈ રાગ નથી.
Jain Education International
(૫) પરમાત્માના પૂર્વાપર વ્યવહારોમાં વિસંવાદિતા જણાતા પ્રભુને અસ્થિર ચિત્તવાળા કહેવા, તેમાં કહેનારનું અજ્ઞાન સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org