________________
૧૫૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
समेच्च लोगं तस-थावराणं, खेमंकरे समणे माहणे वा ।
आइक्खमाणो वि सहस्समझे, एगंतयं सारयइ तहच्चे ॥ શબ્દાર્થ:- સન્ન = જાણીને મંજરે = ક્ષેમંકર, કલ્યાણ કરનારા સદસ્ય મ = હજારોની વચ્ચે wતયં = એકાંતનો જ રથ = અનુભવ કરી રહ્યા છે. ભાવાર્થ:- હે ગોશાલક! બાર પ્રકારની તપ સાધના દ્વારા આત્મશુદ્ધિ માટે શ્રમ કરનારા શ્રમણ અને કોઈ જીવોને ન મારો’ તેવો ઉપદેશ દેનારા માહણ સ્વરૂપી ભગવાન મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સંપૂર્ણ ચરાચર જગતને જાણીને ત્રસ-સ્થાવર જીવોના કલ્યાણને માટે હજારો લોકોની વચ્ચે ધર્મોપદેશ આપી રહ્યા છે છતાં પણ તેઓ રાગ-દ્વેષ રહિત એકાંત આત્મસ્વરૂપનો જ અનુભવ કરી રહ્યા છે કારણ કે તેમની ચિત્તવૃત્તિ સદૈવ એકત્વભાવમાં જ લીન રહે છે.
धम्म कहतस्स उ णत्थि दोसो, खंतस्स दंतस्स जिइदियस्स।
भासा य दोसे य विवज्जगस्स, गुणे य भासा य णिसेवगस्स ॥ શબ્દાર્થ - થઞ = ધર્મનું તલ્સ = કથન કરનાર વિવMલ્સ = ત્યાગ કરનારા, રેવ/સ = સેવન કરનારા. ભાવાર્થ :- શ્રત-ચારિત્ર ધર્મનો ઉપદેશ કરનારા ભગવાન મહાવીર સ્વામીને કોઈ દોષ લાગતો નથી, કારણ કે ભગવાન ક્ષમાશીલ, મનોવિજેતા અને જિતેન્દ્રિય છે, તેમજ તેઓ ભાષાના દોષોનો ત્યાગ કરનારા અને ભાષાના ગુણોનું સેવન કરનારા છે, તેથી તેઓમાં કોઈ દોષ નથી.
महव्वए पंच अणुव्वए य, तहेव पंचासव संवरे य ।
विरई इह सामणियम्मि पुण्णे, लवावसक्की समणे त्ति बेमि ॥ શબ્દાર્થ -વિર = વિરતિને, સામામિ = સાધુપણામાં, તલાવડી ઘાતી કર્મથી દૂર રહેનારા. ભાવાર્થ:- ઘાતી કર્મોથી દૂર રહેનારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્રમણો માટે પંચ મહાવ્રત અને શ્રાવકો માટે પાંચ અણુવ્રત તથા પાંચ પ્રકારના આશ્રવ અને પાંચ પ્રકારના સંવરનો ઉપદેશ આપે છે, પૂર્ણ શ્રમણત્વના પાલનાર્થે તેઓ સર્વ વિરતિનો ઉપદેશ આપે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં આજીવિકા મતપ્રવર્તક ગોશાલક દ્વારા ભગવાન મહાવીર સ્વામી પર કરાયેલા કેટલાક આક્ષેપો અને આÁકમુનિ દ્વારા આપેલા સમાધાનોનું નિરૂપણ છે.
મૂળ પાઠમાં ગોશાલકનું નામ ક્યાંય નથી, પરંતુ નિયુક્તિકાર અને વૃત્તિકાર તેનો સંબંધ ગોશાલક સાથે જોડે છે, કારણ કે સૂત્રોક્ત આક્ષેપોને જોતાં પ્રતીત થાય છે કે જે વ્યક્તિ ભગવાન મહાવીર સ્વામીથી પરિચિત હોય, તે જ ભગવાનના પવિત્ર જીવન પર કટાક્ષ કરી શકે અને તે વ્યક્તિ ગોપાલક સિવાય બીજી કોઈ ન હોય શકે.
આદ્રકમુનિ ભગવાન મહાવીરના સાંનિધ્યમાં જઈ રહ્યા હતા, તેથી આજીવિક મતાનુયાયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org