________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૫૫ ]
અને નિકટ મોક્ષગામી જીવ હશે તેથી જ તે મારી સાથે સ્નેહ સંબંધ ગાઢ બનાવવા ઇચ્છે છે. આ પ્રમાણે વિચાર કરીને અભયકુમારે મોક્ષ સાધનામાં સહાયક એવા સામાયિકના ઉપકરણો આર્દકકુમારને ભેટ રૂપે મોકલ્યા. આદ્રકકુમાર તે ઉપકરણો જોતાં જ ગહન ચિંતનમાં ઉતરી ગયા અને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવની સાધનાનું સ્મરણ થતાં જ તે પ્રતિબોધ પામી ગયા અને તેમને સંયમ સ્વીકારવાની ભાવના જાગૃત થઈ. પુત્ર મોહના કારણે તેમના પિતાએ, આદ્રકકુમાર ક્યાંય ભાગી ન જાય તેનું ધ્યાન રાખવા ૫00 યોદ્ધાઓની નિમણૂક કરી. તેમ છતાં સંયમ ભાવનાની તીવ્રતા અને પિતાની સહમતિની શક્યતા ન હોવાથી આદ્રકકુમાર અશ્વશાળામાંથી એક અશ્વ લઈને નાસી ગયા. તેઓ અનાર્ય ક્ષેત્રમાંથી નીકળીને આર્યક્ષેત્રમાં આવીને સ્વયં દીક્ષિત થવા કટિબદ્ધ થયા. ત્યાં દેવોએ દિવ્યવાણી દ્વારા સૂચન કર્યું કેહે મિત્ર! તારું ભોગાવલી કર્મ બાકી છે, પરંતુ આદ્રકકુમાર દિવ્યવાણીની અવગણના કરીને સ્વયં દીક્ષિત થઈ ગયા અને એકાકીપણે વિચરવા લાગ્યા. આર્તકમુનિ–એકદા આÁકમુનિવસંતપુર નગરનારમ્યક નામના ઉદ્યાનમાં ભિક્ષુપ્રતિમાનો સ્વીકાર કરીને કાયોત્સર્ગમાં સ્થિત હતા.
તે ઉદ્યાનમાં કામમંજરી પોતાની સખીઓ સાથે ક્રીડા કરી રહી હતી. તે સમયે સખીઓ રમતમાં વરપસંદગીમાં એક-બીજાને વર રૂપે સ્વીકારવા લાગી, તે સમયે કામમંજરીએ ધ્યાનસ્થ મુનિ તરફ સંકેત કરીને સખીઓને કહ્યું “આ મારા પતિ છે.
કામમંજરીએ આ પ્રમાણે કહ્યું, ત્યાં જ દેવે સાડા બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી. રાજા તેને લેવા ગયા, ત્યારે દેવે રાજાને રોકીને કહ્યું કે આ સોનૈયાની હકદાર આ કન્યા છે. ત્યારે કામમંજરીના પિતાએ સોના મહોરો ગ્રહણ કરી. આદ્રકમુનિ અનુકુળ ઉપસર્ગ સમજીને ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.
આ તરફ કામમંજરીને વરવા માટે અનેક શ્રેષ્ઠી પત્રો આવવા લાગ્યા પરંતુ મનથી આÁકમુનિને જ વરી ગયેલી કામમંજરીએ એક પણ કુમારનો સ્વીકાર ન કર્યો. ત્યાર પછી કામમંજરી દાનશાળા ખોલીને ભિક્ષકો અને યાચકોને દાન આપવા લાગી. બાર વર્ષ પછી આદ્રકમુનિ ગ્રામાનુગ્રામ વિચરતાં ત્યાં પધાર્યા. કામમંજરી આદ્રકમુનિના પદ ચિહ્નોથી તેમને ઓળખી ગઈ. પોતાના સ્વજનોની સાથે મુનિની પાછળ ગઈ. યોગાનુયોગ મુનિ પણ દિવ્યવાણીનું સ્મરણ થતાં કર્મના ઉદયને આધીન બનીને સંયમભાવથી પતિત થઈ ગયા અને પૂર્વભવના સ્નેહ સંબંધથી આકર્ષિત થઈ કામમંજરી સાથે કામભોગનું સેવન કરવા લાગ્યા. સંયમ ભ્રષ્ટ આર્તકમુનિ-કામમંજરી અને આર્દિકકુમારને ગૃહસ્થ જીવન વ્યતીત કરતાં એક પુત્રની પ્રાપ્તિ થઈ, એકવાર નિષ્પાપ સંયમી જીવનની મસ્તી માણી હોવાથી આÁકને પુનઃ પુનઃ સંયમી જીવનનું સ્મરણ થવા લાગ્યું. પોતાની પ્રિયતમાને કહ્યું, “હવે તારો નિર્વાહ કરનાર પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે તેથી હું પુનઃ સંયમભાવમાં સ્થિર થવાની ઇચ્છા રાખું છું, પરંતુ રાગના બંધનો સહજતાથી છૂટી શકતા નથી. કામમંજરીએ પુત્રને સમજાવવા માટે સૂતર કાંતવાનો પ્રારંભ કર્યો અને પુત્રને કહ્યું, તારા પિતા સંયમી જીવનનો સ્વીકાર કરવાની ઇચ્છા રાખે છે. આપણા નિર્વાહ માટે હું આ કાર્ય કરું છું. પિતાના અનુરાગથી તે જ ક્ષણે પિતાને રોકવા માટે બાળકે એક યુક્તિ કરી. પિતા ખાટલા પર સૂતા હતા. પુત્રે માતાએ કાંતેલા સૂતરને લઈને પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org