________________
૧૫૪
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
છડું અધ્યયન
પરિચય
))
આ અધ્યયનનું નામ આકાય છે.
તેમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પરંપરામાં સ્વયં દીક્ષિત થયેલા આદ્રક મુનિના સંબંધમાં કથન હોવાથી આ અધ્યયનનું નામ “આÁકીય” રાખવામાં આવ્યું છે.
મૂળ પાઠમાં આદ્રક મુનિનું કથાનક નથી, પરંતુ નિર્યુક્તિ ભાષ્ય આદિમાં આદ્રક મુનિના પૂર્વભવ સહિતનું કથાનક જોવા મળે છે. આર્દકકુમારનો પૂર્વભવઃ સામાયિક નામના ગાથાપતિ - મગધ દેશમાં વસંતપુર નામનું નગર હતું. ત્યાં “સામાયિક નામના એક ગૃહસ્થ રહેતા હતા. તેમને મુહપત્તિ, આસન, પંજણી વગેરે સામાયિકના ઉપકરણો અત્યંત પ્રિય હતા. તેઓ પોતાના પારિવારિકજનો સહિત પ્રતિદિન ઉભયકાલ સામાયિકની આરાધના કરતા હતા. સમય વ્યતીત થતાં, સંસારની અસારતાનો બોધ પ્રાપ્ત થતાં સામાયિક ગાથાપતિએ તથા તેમની પત્નીએ સમન્તભદ્ર નામના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. સામાયિક મુનિ સંતો સાથે અને તેમની પત્ની સાધ્વીજીઓ સાથે વિચરતા સંયમ-તપની આરાધના કરવા લાગ્યા.
એકદા સામાયિક મુનિને, પોતાના સાથ્વી પત્નીને ભિક્ષા માટે ભ્રમણ કરતા જોઈને મોહકર્મના ઉદયથી રાગભાવ જાગૃત થયો. અન્ય સાધુઓએ સામાયિક મુનિના ભાવને જાણીને પ્રવર્તિની સાધ્વીને સૂચના આપી. પ્રવતિની સાધ્વીજીએ પત્ની સાધ્વીને સર્વ વૃત્તાંત કહ્યો. સાધ્વીજી પોતાના બ્રહ્મચર્યવ્રતમાં દઢ હતા. તેણે વ્રતમાં આંશિક પણ દોષ સેવન ન કરવાના હેતુથી અનશનનો સ્વીકાર કરીને શરીરનો ત્યાગ કર્યો અને મૃત્યુ પામી દશમા દેવલોકમાં ઉત્પન્ન થયા.
સામાયિક મુનિને જ્યારે આ વૃત્તાંતની જાણ થઈ ત્યારે તેણે પણ ગુરુની આજ્ઞાપૂર્વક ભક્ત પ્રત્યાખ્યાન અનશનનો સ્વીકાર કરી શરીરનો ત્યાગ કર્યો. તે પણ દશમા દેવલોકમાં દેવ થયા. આદ્રકકુમાર- દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં તે દેવે આદ્રક નગરમાં રિપુમર્દન રાજા અને આર્ટૂકવતી રાણીની કુક્ષીએ પુત્રપણે જન્મ ધારણ કર્યો. તેનું નામ આર્વકકુમાર રાખ્યું.
તેની પત્નીએ પણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, ધનપતિ નામના શ્રેષ્ઠીને ત્યાં પુત્રીપણે જન્મ ધારણ કર્યો. તેનું નામ કામમંજરી રાખવામાં આવ્યું, તે અદ્ભુત રૂપ-લાવણ્યથી યુક્ત હતી.
કોઈ સમયે આર્દકકુમારના પિતા રિપુમર્દન રાજાએ મગધાધિપતિ શ્રેણિક રાજા સાથેના સ્નેહસંબંધને ગાઢ બનાવવા માટે કેટલીક વસ્તુઓ ભેટ સ્વરૂપે મોકલી. તેની સાથે રાજકુમાર આદ્રકે પણ શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર માટે મૂલ્યવાન વસ્તુઓ ભેટરૂપે મોકલી. અભયકુમારે વિચાર્યું કે આદ્રકકુમાર કોઈ ભવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org