________________
અધ્યયન-૫: આચારત.
૧૫૩ ]
સાધુના કથનથી વિપરીત પરિસ્થિતિનું સર્જન થાય, તો લોકોને સાધુ પ્રતિ અશ્રદ્ધાનો ભાવ થાય છે. સાધુને નિશ્ચયકારી ભાષાપ્રયોગનો દોષ લાગે છે. દાનનો નિષેધ કરવાથી પ્રશ્નકર્તાના મનમાં નિરાશા, દુઃખ અને અપ્રીતિનો ભાવ થાય છે. દાનની અનુમોદના કરવાથી સાધુને અધિકરણાદિ દોષોની સંભાવના છે.
એકાંતિક ભાષા પ્રયોગથી મોક્ષ માર્ગની વિરાધના થાય છે અનેકાંતિક ભાષા પ્રયોગથી મોક્ષ માર્ગની આરાધના થાય છે, તેથી સાધુ મોક્ષ માર્ગની વૃદ્ધિ થાય, તે પ્રમાણે અનેકાંતિક, નિરવ ભાષા પ્રયોગ દ્વારા આચારશુદ્ધિ કરે. ઉપસંહાર:सन इच्चेएहिं ठाणेहिं, जिणदिलैहिं संजए । । धारयंते उ अप्पाणं, आमोक्खाए परिव्वएज्जासि ॥
-ત્તિ વેગિ | ભાવાર્થ:- આ રીતે આ અધ્યયનમાં જિનેશ્વર દ્વારા ઉપદિષ્ટ સ્થાનોને ધારણ કરી તેના દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય ત્યાં સુધી સમ્યક રીતે તેનું પરિપાલન કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અધ્યયનનો ઉપસંહાર કરતાં શાસ્ત્રકારે જિનોપદિષ્ટ અનાવરણીય માર્ગોને છોડીને આચરણીય સમ્યગુ શ્રદ્ધા અને ભાષા વિવેકને ધારણ કરવાનો નિર્દેશ કર્યો છે.
તે પાંચમુ અધ્યયન સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org