________________
[ ૧૫ર ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :-વિMTS = દક્ષિણા, અન્ન વગેરે દાનની નંબો = પ્રાપ્તિ તમi = શાંતિમાર્ગ, મોક્ષ માર્ગ. ભાવાર્થ :- દાનની પ્રાપ્તિ અમુક વ્યક્તિ પાસેથી થશે, અમુક વ્યક્તિ પાસેથી થશે નહીં, આ પ્રકારનું કથન બુદ્ધિમાન સાધકે કરવું ન જોઈએ. બુદ્ધિમાન સાધકે તો મોક્ષમાર્ગની વૃદ્ધિ થાય, તેવા વચનો બોલવા જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સાધુઓ માટે વચનસંયમના પાલનથી આચાર શુદ્ધિનું કથન છે. (૧) એકાંતે પુરયવાન છે કે પાપી છે, તે પ્રમાણે ન કહેવું. કોઈ પણ વિષયમાં એકાંતિક કથન યોગ્ય નથી. વ્યક્તિની પરિસ્થિતિઓ પરિવર્તનશીલ છે. પુણ્યશાળી પાપી બની જાય અને પાપી પુણ્યશાળી બની જાય તે પ્રમાણે પરિવર્તનની સંભાવના હોવાથી સાધુ નિશ્ચયકારી ભાષા ન બોલે. “આ પુરુષ પુણ્યવાન છે, તે પ્રમાણે કહેવાથી લોકો તેના તરફ ખેંચાઈને તેનો ગેરલાભ ઉઠાવે, તેવી સંભાવના છે અને આ પુરુષ પાપી છે, તે પ્રમાણે કહેવાથી તે પુરુષ સાથે વૈરનો બંધ થાય છે, તે ભાષા કઠોર અને અપ્રિયકારી છે તેથી સાધુ તેવા પ્રકારનો વચન પ્રયોગ ન કરે. (૨) જગત એકાંતે નિત્ય કે અનિત્ય છે, તેવું કથન ન કરવું. જગતના પ્રત્યેક પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. તે દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે. કથંચિત્ નિત્યાનિત્ય પદાર્થોથી જ સર્વ વ્યવહાર થાય છે. (૩) જગત એકાતે દુઃખમય છે, સુખમય છે, આ પ્રકારે ન બોલવું, કારણ કે આ લોકના સંસારી જીવો જન્મ-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિના દુઃખથી પીડિત છે તેમ છતાં તેમાં પણ કેટલાક ઉચ્ચ કોટિના સાધકો જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના દ્વારા આત્મિક સુખની, અખંડ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. જગતને એકાંતે દુઃખમય માનવાથી સુખ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ થઈ શકતો નથી, તેથી જ સાધુએ નિશ્ચયકારી ભાષાનો પ્રયોગ કરવો ન જોઈએ. (૪) અમુક પ્રાણી વધ્યું છે કે વધ્ય નથી, આ પ્રકારનું વચન ન બોલવું. કોઈ અપરાધી ચોર, ડાકુ વગેરેને અથવા સિંહ, વાઘ વગેરે હિંસક પ્રાણીને જોઈને, આ પ્રાણી વધ્ય છે, તે પ્રમાણે ન બોલવું. તેમ બોલવાથી કોઈ તે પ્રાણીને પકડીને મારી નાખે, તેથી સાધુનું અહિંસાવ્રત ખંડિત થાય છે. કોઈ અપરાધી પુરુષને દંડ દેવાતો હોય તેને જોઈને તે પુરુષને બચાવવાના દષ્ટિકોણથી “આ પુરુષ વધ્ય નથી', તેમ ન કહે, તેમ બોલવાથી સાધુનું સત્ય વ્રત ખંડિત થાય છે.
સાધુ સર્વ જીવો પર સમભાવ રાખીને મધ્યસ્થભાવ ધારણ કરે. (૫) ભિક્ષાજવી સાધુને આ કપટી છે, તેમ ન કહેવું. સાધ્વાચારનું યથાર્થ રીતે પાલન કરનારા, ગુણસંપન્ન સાધુને ઠગભગત કે માયાવી ન કહેવા. આ પુરુષ વર્ષોથી સાધના કરે છે તેમ છતાં તેને વીતરાગતા પ્રાપ્ત થઈ નથી, તે માત્ર વીતરાગનો દેખાવ કરે છે, તે માયાવી છે, આ પ્રકારે ન કહવું.
અન્ય વ્યક્તિના મનોભાવો સામાન્ય વ્યક્તિ જાણી શકતી નથી, તેથી કોઈ પણ વ્યક્તિના વિષયમાં ગમે તેવો અભિપ્રાય આપવો તે યોગ્ય નથી. () આ વ્યક્તિ પાસેથી ધન પ્રાપ્ત થશે કે નહીં થશે, તે પ્રમાણે ન કહેવું. દાન પ્રાપ્તિના વિષયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org