________________
અધ્યયન-૫: આચારક્ષત
૧૫૧ ]
બૌદ્ધોના મતાનુસાર સર્વ પદાર્થો અશુચિમય અને અનાત્મ સ્વરૂપ છે, તેથી જગતમાં કલ્યાણ નામનો કોઈ પદાર્થ નથી અને કલ્યાણ જ ન હોવાથી કલ્યાણવાન પણ નથી. આત્માદ્વૈતવાદીના મતાનુસાર સર્વ પદાર્થો એક આત્મસ્વરૂપ છે તેથી કલ્યાણ કે પાપ, આ દ્વૈતની સંભાવના નથી.
વિવેકી પુરુષે આ માન્યતા સ્વીકારવી ન જોઈએ કારણ કે બૌદ્ધોના મતે સર્વ પદાર્થો અશુચિમય જ હોય, તો તેમના ઉપાસ્ય દેવ પણ અશુચિમય થઈ જાય, પરંતુ તે યોગ્ય નથી. તે જ રીતે સર્વ પદાર્થો અનાત્મ સ્વરૂપ પણ નથી કારણ કે સર્વ પદાર્થો સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સતુ છે અને પર દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અસતુ છે, તેથી અનાત્મવાદનો સિદ્ધાંત યુક્તિ સંગત નથી.
આ જગતની વિચિત્રતાને જોતાં આત્માદ્વૈતવાદનો સિદ્ધાંત પણ પ્રમાણ વિરુદ્ધ સિદ્ધ થાય છે. આ લોકમાં પૂણ્ય અને પાપ, આ બંને તત્ત્વ સ્વતંત્ર છે. તે જ રીતે કલ્યાણવાન અને પાપવાન જીવો પણ સ્વતંત્ર છે.
સાધકે સુત્રોક્ત વિવિધ મિથ્યા માન્યતાનો ત્યાગ કરીને અનેકાંતવાદના આશ્રયે પોતાની શ્રદ્ધાને દઢતમ બનાવી દર્શનાચારની શુદ્ધિ કરવી જોઈએ. વચનસંયમ-આચાર સંબંધી આસ્તિકતા :२९ १. कल्लाणे पावए वा वि, ववहारो ण विज्जइ ।
जं वरं तं ण जाणंति, समणा बालपडिया ॥ ભાવાર્થ :- આ વ્યક્તિ એકાંત કલ્યાણવાન (પુણ્યવાન) છે અને આ વ્યક્તિ એકાંત પાપી છે, આવો વ્યવહાર થતો નથી, તથાપિ બાલપંડિત- સદુ-અસદુના વિવેકથી રહિત હોવા છતાં પણ સ્વયંને પંડિત માનનાર શાક્ય આદિ શ્રમણો એકાંત પક્ષનાં અવલંબનથી ઉત્પન્ન થનાર વેર-કર્મબંધનને જાણતા નથી. १. असेसं अक्खयं वा वि, सव्वदुक्खे त्ति वा पुणो ।
वज्झा पाणा अवज्झ त्ति, इति वाय ण णीसिरे ॥ શબ્દાર્થ:- અgવું = અક્ષય, એકાંત નિત્ય વફા = વધ્યા મારવા યોગ્ય નહિરે = વચન ન બોલે. ભાવાર્થ :- જગતના સમસ્ત પદાર્થો અક્ષય-એકાંત નિત્ય છે, એકાંત અનિત્ય છે તથા આખું જગત એકાંતે દુઃખમય છે, અમુક પ્રાણી વધ્ય છે, અમુક અવધ્ય છે, એવા વચન સાધુએ બોલવા ન જોઈએ.
दीसंति समियायारा, भिक्खुणो साहुजीविणो ।
एए मिच्छोवजीवि त्ति, इइ दिट्ठि ण धारए ॥ શબ્દાર્થ :- સમાચાર = યતના પૂર્વક આચરણ કરનારા સાહુનીવો = નિર્દોષ–પાપ રહિત જીવન જીવનારા મોવનવી = મિથ્થોપજીવી-કપટ પૂર્વક આજીવિકા ચલાવનાર ભાવાર્થ :- લોકમાં જે સાધુતાપૂર્વક જીવનારા, સમ્યક આચારના પરિપાલક, નિર્દોષ ભિક્ષાજીવી સાધુ દષ્ટિગોચર થાય છે, તેઓ માટે “આ સાધુ કપટથી જીવનનિર્વાહ કરે છે,” એવી દષ્ટિ રાખવી ન જોઈએ.
का दक्खिणाए पडिलंभो, अत्थि णत्थि त्ति वा पुणो । ३२
ण वियागरेज्ज मेहावी, संतिमग्गं च बूहए ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org