________________
૧૫૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
હોય તેમ શક્ય નથી. આકાશ લોકાલોક વ્યાપી છે અને અલોકમાં આકાશદ્રવ્ય સિવાય અન્ય કોઈ પણ દ્રવ્ય નથી તેવું આગમ પ્રમાણથી સિદ્ધ છે, તેથી મુક્ત જીવ અલોકમાં હોય શકે નહીં.
મુક્ત થયેલો જીવ પોતાના ઊર્ધ્વગતિના સ્વભાવથી ધર્માસ્તિકાયના નિમિત્તથી ઊર્ધ્વગતિ કરે છે અને લોકાંતે પહોંચી જાય છે. અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં મુક્ત જીવની ગતિ થતી નથી. ઊર્ધ્વલોકમાં સિદ્ધશિલાની ઉપર લોકાંતે ૩૩૩ ધનુષ અને ઉર અંગુલ પ્રમાણનું સિદ્ધક્ષેત્ર છે. ત્યાં મુક્ત થયેલા અનંત જીવો સ્થિત છે અને અનંતકાલ સુધી ત્યાં જ રહે છે, તે જીવનું નિજસ્થાન છે. સાધુ-અસાધુ સંબંધી આસ્તિકતા :२७ णत्थि साहू असाहू वा, णेवं सण्णं णिवेसए ।
___अस्थि साहू असाहू वा, एवं सण्णं णिवेसए ॥ ભાવાર્થ - સંસારમાં કોઈ સાધુ નથી અને અસાધુ નથી, એવી માન્યતા રાખવી ન જોઈએ, સાધુ અને અસાધુ બને છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. વિવેચન : -
જે સ્વ-પરનાહિતને સિદ્ધ કરે છે, પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાનોથી વિરત થઈને પંચમહાવ્રતોનો સ્વીકાર કરે છે, રત્નત્રય રૂપ મોક્ષમાર્ગની આરાધના કરે છે, તે સાધુ છે. જેનામાં સાધુતા નથી, તે અસાધુ છે. આ જગતમાં સાધુ પણ છે, અસાધુ પણ છે, એમ માનવું જોઈએ.
કેટલાક લોકો કહે છે– રત્નત્રયનું પૂર્ણરૂપે પાલન અસંભવ હોવાથી જગતમાં કોઈ સાધુ નથી અને સાધુ જ નથી, તો તેના પ્રતિપક્ષી અસાધુ પણ હોઈ શકે નહીં.
આ માન્યતા ઉચિત નથી. જે સાધક હંમેશાં યતનાપૂર્વક સમસ્ત પ્રવૃત્તિ કરે છે, સુસંયમી અને ચારિત્રવાન છે, શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધ નિર્દોષ આહાર કરે છે, તેવા પુરુષો સાધુ છે. સાધુ પુરુષથી કદાચ કોઈ પણ વ્રત-નિયમમાં આંશિક દોષનું સેવન થઈ જાય, તેટલા માત્રથી તે અસાધુ થઈ જતા નથી, તે પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધ થઈ શકે છે.
આ રીતે સાધુનું અસ્તિત્વસિદ્ધ હોવાથી તેના પ્રતિપક્ષી અસાધુનું અસ્તિત્વ પણ સિદ્ધ થઈ જાય છે. કલ્યાણ-પાપ સંબંધી આસ્તિકતા:२४ णस्थि कल्लाणे पावे वा, णेवं सण्णं णिवेसए ।
अस्थि कल्लाणे पावे वा, एवं सण्णं णिवेसए ॥ ભાવાર્થ:- કોઈ પણ પુણ્યાત્મા અને પાપાત્મા નથી, એવી માન્યતા ન રાખવી જોઈએ, પુણ્યાત્મા અને પાપાત્મા બંને છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. વિવેચન :
અભીષ્ટ અર્થની પ્રાપ્તિને કલ્યાણ અને હિંસા આદિને પાપ કહેવામાં આવે છે, જે પુરુષ કલ્યાણ અને પાપની પ્રવૃત્તિ કરતા હોય, તેને ક્રમશઃ કલ્યાણવાન તથા પાપવાન કહે છે. જગતમાં કલ્યાણ અને પાપ, બંને પ્રકારની પ્રવૃત્તિ કરનારા પુરુષો પ્રત્યક્ષ દશ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org