________________
અધ્યયન—૫ ઃ આચારશ્રુત
જ્યોતિષ્ક અને વૈમાનિક, આ ચારે ય પ્રકારના દેવ પૃથ-પૃથક્ નિકાયના હોવા છતાં પણ દેવપદથી સર્વનું ગ્રહણ થઈ જાય છે. જ્યોતિદેવ તો પ્રત્યક્ષ છે, શેષ દેવ અને દેવી પણ અનુમાન અને આગમ પ્રમાણથી સિદ્ધ છે. સિદ્ધિ-અસિદ્ધિ સંબંધી આસ્તિકતા :
२५
ભાવાર્થ :- સિદ્ધિ અથવા અસિદ્ધિ રૂપ સંસાર નથી, એવી બુદ્ધિ રાખવી ન જોઈએ, પરંતુ સિદ્ધિ પણ છે અને અસિદ્ધિ—સંસાર પણ છે, એવી બુદ્ધિ રાખવી જોઈએ.
२६
णत्थि सिद्धी असिद्धी वा, जेवं सण्णं णिवेसए । अत्थि सिद्धी असिद्धी वा, एवं सण्णं णिवेस ॥
णत्थि सिद्धी णियं ठाणं, णेवं सण्णं णिवेसए । अत्थि सिद्धी णियं ठाणं, एवं सण्णं णिवेसए ॥
૧૪૯
શબ્દાર્થ :- બિછ્યું - નિજ, પોતાનું આખું = સ્થાન.
ભાવાર્થ :- સિદ્ધિ(મુક્તિ) જીવનું નિજ સ્થાન નથી, એવી ખોટી માન્યતા ન રાખવી જોઈએ, પરંતુ સિદ્ધિ જીવનું નિજસ્થાન છે, એવી માન્યતા રાખવી જોઈએ.
વિવેચન :
સમસ્ત કર્મોનો ક્ષય થઈ જાય ત્યારે અનંતજ્ઞાન, દર્શન ગુણરૂપ આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થવી તે સિદ્ધિ છે, તેને મોક્ષ અથવા મુક્તિ પણ કહે છે. સિદ્ધિથી જે વિપરીત હોય તે અસિદ્ધિ છે અર્થાત્ શુદ્ધસ્વરૂપની ઉપલબ્ધિ ન થવી, સંસારમાં પરિભ્રમણ કરવું, તે અસિદ્ધિ સંસારરૂપ છે.
અસિદ્ધિ સંસાર તો પ્રત્યક્ષ સિદ્ધ છે અને તેથી તેના પ્રતિપક્ષ રૂપ સિદ્ધિ પણ સત્ય છે. દરેક પદાર્થોના પ્રતિપક્ષી પદાર્થો અવશ્ય હોય છે. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપશ્ચરણરૂપ મોક્ષમાર્ગની - આરાધના કરવાથી સમસ્ત કર્મોનો ક્ષય થાય છે અને જીવને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અનુમાન, આગમ આદિ પ્રમાણોથી તથા મહાપુરુષો દ્વારા સિદ્ધિને માટે પ્રવૃત્તિ થતી હોવાથી સિદ્ધ ગતિ સિદ્ધ થઈ જાય છે.
Jain Education International
કેટલાક દાર્શનિકોના મતાનુસાર સિદ્ધિ નથી, કારણ કે સમગ્ર લોક જીવોથી વ્યાપ્ત છે. તે જીવો જે કોઈ ક્રિયા કરે, તેમાં જીવ હિંસા થાય છે અને તે ર્કિસાનો દોષ સર્વ જીવોને લાગે છે, તેથી કોઈ પણ સાધક હિંસાના દોષથી સર્વથા નિવૃત્ત થઈને પૂર્ણ અહિંસક બની શકતા નથી. આ રીતે સમસ્ત દોષ નિવૃત્તિ જ શક્ય ન હોવાથી સર્વ કર્મક્ષય રૂપ સિદ્ધિ નથી.
ઉપરોક્ત માન્યતા યથાર્થ નથી, કારણ કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સંપન્ન સાધુ નિર્દોષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે, ઇર્યાસમિતિપૂર્વક ગમનાગમનાદિ ક્રિયા કરે છે, તેની સર્વ પ્રવૃત્તિઓ ઉપયોગપૂર્વક, અહિંસાના લક્ષે થતી હોવાથી તે સાધુ પૂર્ણ અહિંસક જ કહેવાય છે. તે સમસ્ત પાપપ્રવૃત્તિથી સર્વથા નિવૃત્ત થઈ ગયા હોય છે અને સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનાથી પૂર્વકૃત કર્મોનો પૂર્ણ રૂપે ક્ષય કરીને સિદ્ધ થઈ શકે છે.
કેટલાક દર્શાનિકોના મતાનુસાર શુદ્ધ થયેલો મુક્ત જીવ સમસ્ત લોક વ્યાપી બને છે. મુક્ત જીવને સ્થિર થવા માટે કોઈ નિજસ્થાન નથી. આ કથન પ્રમાણ વિરુદ્ધ છે. મુક્ત જીવ આકાશની જેમ વ્યાપક
For Private & Personal Use Only
www.jainelibrary.org