________________
[ ૧૪૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
વસ્તુને હાનિ પહોંચાડનાર વ્યક્તિ પ્રત્યે ચિત્તમાં અપ્રીતિ, ધૃણા થવી, તે દ્વેષ છે. કેટલાક લોકોના મતે માયા તથા લોભમાં રાગ અને ક્રોધ તથા માનમાં દ્વેષ અંતર્ગત થઈ જાય છે, તેથી રાગ અથવા ક્રેષને અલગ પદાર્થ માનવાની આવશ્યક્તા નથી, પરંતુ આ માન્યતા એકાંતતઃ સત્ય નથી. સમુદાય(અવયવી) પોતાના અવયવોથી કથંચિત્ ભિન્ન તથા કથંચિત્ અભિન્ન હોય છે. તે અપેક્ષાએ રાગ અને દ્વેષ ચારે કષાયથી ભાવની દષ્ટિએ અભિન્ન પણ છે અને ભિન્ન સ્વરૂપી હોવાથી ભિન્ન પણ છે. ચાતુગર્તિક સંસાર સંબંધી આસ્તિકતા :२३ पत्थि चाउरते संसारे, णेवं सणं णिवेसए ।
अत्थि चाउरते संसारे, एवं सणं णिवेसए ।।२३।। ભાવાર્થ:- ચાર ગતિવાળો સંસાર નથી, એવી શ્રદ્ધા રાખવી ન જોઈએ, પરંતુ ચાતુર્ગતિક સંસાર પ્રત્યક્ષ સિદ્ધ છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. વિવેચન :
નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ ચાર ગતિઓ છે. જીવ સ્વ કર્માનુસાર આ ચારે ય ગતિઓમાં જન્મ-મરણ રૂપે સંસરણ-પરિભ્રમણ કરતો રહે છે, આ ચાતુર્ગતિક સંસાર છે. જો ચાતુર્ગતિક સંસાર માનવામાં ન આવે તો શુભાશુભ કર્મ-ફળ ભોગવવાની વ્યવસ્થા થઈ શકતી નથી, તેથી ચાર ગતિયુક્ત સંસાર માનવો અનિવાર્ય છે.
કેટલાક લોકોના મતાનુસાર આ જગતમાં મનુષ્ય અને તિર્યચ, આ બે જ પ્રકારના પ્રાણીઓ દષ્ટિગોચર થાય છે, દેવ અને નારકી દેખાતા નથી, તેથી સંસાર બે જ ગતિવાળો છે. આ બે ગતિમાં કર્માનુસાર જ સુખ-દુઃખની ન્યૂનાધિક્કા થાય છે. આ માન્યતા, અનુમાન અને આગમ પ્રમાણોથી ખંડિત થાય છે. નારકી અને દેવ છદ્મસ્થોને પ્રત્યક્ષ પ્રતીત થતા નથી, પરંતુ અનુમાન અને આગમ પ્રમાણથી આ બંને ગતિની સિદ્ધિ થાય છે. દેવ ઉત્કૃષ્ટ પુણ્યફળના ભોક્તા અને નારકી ઉત્કૃષ્ટ પાપફળના ભોક્તા છે. આ રીતે ચારે ય ગતિઓનું અસ્તિત્વ સિદ્ધ થવાથી ચાતુર્ગતિક સંસાર સહજ રીતે સિદ્ધ થઈ જાય છે. દેવ-દેવી સંબંધી આસ્તિકતા:२४ पत्थि देवो व देवी वा, णेवं सणं णिवेसए ।
अत्थि देवो व देवी वा, एवं सणं णिवेसए ॥ ભાવાર્થ:- દેવી અને દેવ નથી એવી માન્યતા રાખવી નહીં અને દેવ-દેવી છે એવી માન્યતા રાખવી. વિવેચન :
ચાતુર્ગતિક સંસારમાં દેવગતિની સિદ્ધિ થવાથી દેવો અને દેવીઓનું પણ પ્રથકુ અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. તો પણ કેટલાક મતવાદી મનુષ્યોની અંતર્ગત જ રાજા, ચક્રવર્તી અથવા ધનપતિ આદિ પુણ્યશાળી પુરુષોને દેવ અને પુણ્યશાળી સ્ત્રીઓને દેવી માને છે અથવા બ્રાહ્મણ કે વિદ્વાનોને દેવ અને વિદુષી સ્ત્રીઓને દેવી માને છે, પથક દેવગતિમાં ઉત્પન્ન દેવ અથવા દેવીને માનતા નથી. તેમની આ ભ્રાંત માન્યતાનું નિરાકરણ કરવા માટે શાસ્ત્રકારે કહ્યું છે–દેવ કે દેવીનું પૃથક અસ્તિત્વ માનવું જોઈએ. ભવનપતિ, વ્યંતર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org