________________
| અધ્યયન-૫: આચારક્ષત
૧૪૭ ]
૨૦
(૨)
સાંખ્યમતવાદી આત્માને આકાશ સમાન વ્યાપક માનીને તેમાં ક્રિયાનું અસ્તિત્વ માનતા નથી. તેઓ આત્મા–પુરુષને નિષ્ક્રિય કહે છે. બૌદ્ધો સમસ્ત પદાર્થોને ક્ષણિક માને છે તેથી તેઓ પદાર્થમાં ઉત્પત્તિ સિવાય અન્ય કોઈ ક્રિયા સ્વીકારતા નથી.
આત્મામાં ક્રિયાનો સર્વથા અભાવ માનવાથી બંધ-મોક્ષની વ્યવસ્થા થઈ શક્તી નથી. તેમજ આત્મા સુખ-દુઃખનો ભોક્તા બની શકતો જ નથી. તે જ રીતે આત્મા ક્ષણિક હોવાથી તેમાં ઉત્પત્તિ સિવાયની ક્રિયા થતી, નથી તે કથન પણ યોગ્ય નથી કારણ કે પદાર્થોમાં ઉત્પત્તિ સિવાયની ક્રિયાઓ પ્રત્યક્ષ પ્રતીત થાય છે.
આ રીતે ક્રિયા અને અક્રિયા, બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. સયોગી અવસ્થામાં આત્મા સક્રિય છે. અયોગી અવસ્થામાં આત્મા અક્રિય બની જાય છે. ક્રોધાદિ ચાર કષાયો સંબંધી આસ્તિકતા:
त्थि कोहे व माणे वा, णेवं सण्णं णिवेसए ।
अत्थि कोहे व माणे वा, एवं सण्णं णिवेसए । ભાવાર્થ:- ક્રોધ અને માન નથી એવી માન્યતા ન રાખવી જોઈએ, ક્રોધ પણ છે અને માન પણ છે, એવી માન્યતા રાખવી જોઈએ.
णत्थि माया व लोभे वा, णेवं सण्णं णिवेसए ।
अत्थि माया व लोभे वा, एवं सण्णं णिवेसए । ભાવાર્થ- માયા અને લોભ નથી, આ પ્રકારની માન્યતા ન રાખવી જોઈએ, માયા પણ છે અને લોભ પણ છે, એવી માન્યતા રાખવી જોઈએ. વિવેચન :
પોતાના અથવા બીજાના પર અપ્રીતિ કરવી ક્રોધ છે, ગર્વ કરવો માન છે, કપટ કરવું માયા છે અને તૃષ્ણા રાખવી તેને લોભ કહે છે.
ચારે ય કષાયોનું અસ્તિત્વ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ છે. દસમા ગુણસ્થાન સુધી જીવ સકષાયી છે ત્યાર પછી આત્મા કષાયરહિત અકષાયી બની જાય છે. રાગ-દ્વેષ સંબંધી આસ્તિકતા :૨૨ । णत्थि पेज्जे व दोसे वा, णेवं सण्णं णिवेसए ।
अत्थि पेज्जे व दोसे वा, एवं सण्णं णिवेसए ॥ ભાવાર્થ:- રાગ અને દ્વેષ નથી એવી બુદ્ધિ રાખવી ન જોઈએ, પરંતુ રાગ પણ છે અને દ્વેષ પણ છે, એવી બુદ્ધિ રાખવી જોઈએ. વિવેચન :
પોતાનાં ધન, સ્ત્રી, પુત્ર, આદિ પદાર્થો પ્રતિ પ્રીતિ, આસક્તિનો ભાવ થવો તે રાગ છે અને ઇષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org