________________
૧૪૬ ]
| શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
અભિન્ન હોય તો મુક્તાત્મામાં પણ તેની સત્તા માનવી પડશે, પરંતુ તે યોગ્ય નથી, તેથી આશ્રવની કલ્પના મિથ્યા છે અને તે આશ્રવ ન હોય, તો તેના નિરોધરૂપ સંવર પણ માની શકાય નહીં.
ઉપરોક્ત માન્યતા યુક્તિસંગત નથી. આશ્રવનું અસ્તિત્વ ન માનવાથી સાંસારિક જીવોની વિચિત્રતા સિદ્ધ થઈ શકતી નથી અને સંવર ન માનવાથી કર્મોનો નિરોધ ઘટિત થઈ શકતો નથી, તેથી બંનેનું અસ્તિત્વ માનવું જ ઉચિત છે. આશ્રવ સંસારી આત્માથી સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન નથી. આશ્રવ અને સંવર બંનેને સંસારી આત્માથી કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન માનવા તે જ ન્યાયસંગત છે. વેદના-નિર્જરા સંબંધી આસ્તિકતા :क पत्थि वेयणा णिज्जरा वा, णेवं सणं णिवेसए ।
अत्थि वेयणा णिज्जरा वा, एवं सण्णं णिवेसए ॥ ભાવાર્થ:- વેદના અને નિર્જરા નથી, એવી બુદ્ધિ રાખવી ન જોઈએ પરંતુ વેદના અને નિર્જરા છે, એવી બુદ્ધિ રાખવી જોઈએ. વિવેચન :
કર્મનું ફળ ભોગવવું તે ‘વેદના છે અને કર્મોનું આત્મપ્રદેશોથી છૂટી જવું તે “નિર્જરા છે.
કેટલાક દાર્શનિકોના મતાનુસાર વેદના અને નિર્જરા આ બંને પદાર્થ નથી, કારણ કે અજ્ઞાની પુરુષ અનેક કોટિ વર્ષોમાં જે કર્મોનો ક્ષય કરે છે, તેને જ્ઞાની પુરુષ એક ઉચ્છવાસ માત્રમાં ક્ષય કરે છે. આ સિદ્ધાંતાનુસાર સેંકડો સાગરોપમ કાળમાં ભોગવવા યોગ્ય કર્મો ભોગવ્યા વિના અંતર્મુહૂર્તમાં ક્ષય થઈ જાય છે, તેથી સિદ્ધ થાય છે કે બદ્ધકર્મોનું વેદન ક્રમશઃ થતું નથી. આ રીતે વેદના નામના કોઈ તત્ત્વને માનવાની આવશ્યક્તા નથી અને જો વેદનાનો અભાવ સિદ્ધ થાય, તો નિર્જરાનો અભાવ, સ્વતઃ સિદ્ધ થાય છે.
અનેકાંતવાદી જૈન દર્શનના સિદ્ધાંત અનુસાર કેટલાક કર્મો પ્રદેશોદયથી ભોગવાઈને ખરી જાય છે અને કેટલાક કર્મો વિપાકોદયથી ભોગવાઈને નાશ પામે છે. જે કર્મો પ્રદેશોદયથી ભોગવાય છે તેનું પ્રગટ વેદન થતું નથી અને વિપાકોદયથી ભોગવાતાં કર્મોનું પ્રગટ વેદના થાય છે. કર્મોનું વેદન પ્રગટ કે અપ્રગટ પણે થાય, પરંતુ પૂર્વકૃત કર્મોને ભોગવ્યા વિના કોઈ પણ જીવનો મોક્ષ થતો નથી. આ રીતે વેદનાનું અસ્તિત્વ સિદ્ધ હોવાથી નિર્જરાનું અસ્તિત્વ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. ક્રિયા-અક્રિયા સંબંધી આસ્તિકતા :1 णत्थि किरिया अकिरिया वा, णेवं सणं णिवेसए ।
अस्थि किरिया अकिरिया वा, एवं सणं णिवेसए ॥ ભાવાર્થ:- ક્રિયા અને અક્રિયા નથી એવી સંજ્ઞા ન રાખવી જોઈએ, પરંતુ ક્રિયા પણ છે અને અક્રિયા પણ છે, એવી સંજ્ઞા રાખવી જોઈએ. વિવેચન : -
ચાલવું, ફરવું આદિ ક્રિયા છે અને ક્રિયાનો અભાવ તે અક્રિયા છે. મન, વચન, કાયા સંબંધી સર્વ પ્રવૃત્તિઓ ક્રિયા છે, યોગનિરોધની અવસ્થા અક્રિયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org