________________
| અધ્યયન-૫: આચારક્ષત
.
[ ૧૪૫ ]
માનવાથી સંસારી વ્યક્તિનો સંયમ-તપનો પુરુષાર્થ વ્યર્થ થાય અને મોક્ષ ન માનવાથી સાધ્ય અથવા અંતિમ લક્ષ્યની દિશામાં પુરુષાર્થ થતો નથી, તેથી બંનેનું અસ્તિત્વ માનવું અનિવાર્ય છે. પુણ્ય-પાપ સંબંધી આસ્તિકતા :१ णत्थि पुण्णे व पावे वा, णेवं सणं णिवेसए ।
अत्थि पुण्णे व पावे वा, एस सण्णं णिवेसए । ભાવાર્થ:- પુણ્ય અને પાપ નથી એવી બુદ્ધિ રાખવી ન જોઈએ પરંતુ પુણ્ય પણ છે અને પાપ પણ છે, એવી બુદ્ધિ રાખવી જોઈએ. વિવેચન -
શુભકર્મ પુણ્ય છે અને અશુભકર્મ પાપ છે. આ બંને તત્ત્વોના પૃથક પૃથક સ્વતંત્ર અસ્તિત્વ છે. કેટલાક અન્યતીર્થિકો કહે છે કે આ જગતમાં પુણ્ય નામનું કોઈ તત્ત્વ નથી, એકમાત્ર પાપ જ છે. પાપ ઓછાં થવાથી સુખ ઉત્પન્ન થાય છે અને પાપ વધી જવાથી દુઃખ ઉત્પન્ન થાય છે.
કેટલાક દાર્શનિકો કહે છે – જગતમાં પાપ નામનો કોઈ પદાર્થ નથી, એકમાત્ર પુણ્ય જ છે. પુણ્ય ઘટી જાય ત્યારે દુઃખોત્પત્તિ અને પુણ્ય વધી જાય ત્યારે સુખોત્પત્તિ થાય છે.
કેટલાક દાર્શનિકો કહે છે – પુણ્ય અને પાપ બંને ય પદાર્થ મિથ્યા છે, કેમ કે જગતની વિચિત્રતા નિયતિ, સ્વભાવ આદિના કારણે થાય છે.
વાસ્તવિક રીતે વિચારતાં શુભાશુભ કર્મોના પરિપાક સ્વરૂપ પુણ્ય અને પાપ બંને સ્વતંત્ર તત્ત્વો છે. એકનું અસ્તિત્વ સ્વીકારતાં બીજાનો સહજ સ્વીકાર થઈ જાય છે. જો જગતની વિચિત્રતા નિયતિ કે સ્વભાવથી જ થતી હોય તો સત્કાર્યમાં પ્રવૃત્તિ અને દુષ્કૃત્યોથી નિવૃત્તિ માટે ઉપદેશાદિ વ્યર્થ જાય, પરંતુ આ પ્રમાણે થતું નથી, તેથી પુણ્ય અને પાપ બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું, તે જ યથોચિત છે. આશ્રવ-સંવર સંબંધી આસ્તિકતા:कम णत्थि आसवे संवरे वा, णेवं सण्णं णिवेसए ।
अत्थि आसवे संवरे वा, एवं सण्णं णिवेसए ॥ ભાવાર્થ:- આશ્રવ અને સંવર નથી એવી શ્રદ્ધા ન રાખવી જોઈએ, પરંતુ આશ્રવ પણ છે અને સંવર પણ છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. વિવેચન :
જેના દ્વારા આત્મામાં કર્મનું આગમન થાય તે આશ્રવ. બંધના કારણ રૂપ પ્રાણાતિપાત આદિ પાપપ્રવૃત્તિ આશ્રવ છે અને તે આશ્રવનો નિરોધ કરવો તે સંવર છે. આ બંને તત્ત્વ અવયંભાવી અને શાસ્ત્રસંમત છે.
કેટલાક દાર્શનિકો આશ્રવ અને સંવર બંનેને મિથ્યા માને છે. તેઓનો તર્ક છે કે આશ્રવ આત્માથી ભિન્ન હોય તો ઘટપટાદિ પદાર્થની જેમ આશ્રવ કર્મ બંધનું કારણ થઈ શકે નહીં અને જો તે આત્માથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org