________________
[ ૧૪૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
જીવો દુઃખી થઈ જાય, પરંતુ આ પ્રકારે થતું નથી. તેથી પ્રત્યેક જીવનું પૃથક પૃથઅસ્તિત્વ અને ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું તે જ યુક્તિ સંગત છે. ધર્મ-અધર્મ સંબંધી આસ્તિકતા :
णत्थि धम्मे अधम्मे वा, णेवं सण्णं णिवेसए । १४
अत्थि धम्मे अधम्मे वा, एवं सणं निवेसए ॥ ભાવાર્થ:- ધર્મ-અધર્મ નથી એવી માન્યતા ન રાખવી જોઈએ, પરંતુ ધર્મ પણ છે અને અધર્મ પણ છે, એવી માન્યતા રાખવી જોઈએ. વિવેચન :
સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર તે આત્માના ગુણો છે, તેથી તે ધર્મ કહેવાય છે. તેનાથી વિપરીત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તે આત્માના વૈભાવિક પરિણામો અથવા અશુદ્ધ ગુણો છે અને તે શુદ્ધ ધર્મના વિરોધી છે, તેથી તે અધર્મ કહેવાય છે. ધર્મ અને અધર્મના કારણે સંસારી જીવોના કર્મબંધમાં ભિન્નતા અને તેનાથી જ સંસારની વિચિત્રતા પ્રતીત થાય છે, તેથી ધર્મ અને અધર્મ, આ બંનેનાં સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ. ઉપર્યુક્ત કથન સત્ય હોવા છતાં પણ કેટલાક દાર્શનિકો કાળ, સ્વભાવ, નિયતિ અથવા ઈશ્વર આદિને જ જગતની વિચિત્રતાઓનાં કારણ માનીને ધર્મ,અધર્મનાં સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારતા નથી, પરંતુ ધર્મ-અધર્મને સ્વીકાર્યા વિના વ્યક્તિઓમાં વિભિન્નતાઓ થઈ શક્તી નથી, તેથી જીવોની વિભિન્નતાના કારણભૂત કર્મનો અને શુભાશુભ કર્મબંધના કારણભૂત ધર્મ-અધર્મનો સ્વીકાર કરવો, તે યુક્તિસંગત છે. બંધ-મોક્ષ સંબંધી આસ્તિકતા :- णत्थि बंधे व मोक्खे वा, णेवं सण्णं णिवेसए ।
अत्थि बंधे व मोक्खे वा, एवं सण्ण णिवेसए ॥ ભાવાર્થ-બંધ અને મોક્ષ નથી એ પ્રમાણે ન માનવું જોઈએ પરંતુ બંધ અને મોક્ષ છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. વિવેચન :
કર્મપુદ્ગલનો જીવ સાથે દૂધ પાણીની જેમ સંબંધ થવો, તે બંધ છે અને સમસ્ત કર્મોનો ક્ષય થવો અર્થાત્ આત્માથી કર્મોનું સર્વથા પૃથક્ થવું તે મોક્ષ છે. બંધ અને મોક્ષનું અસ્તિત્વ પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ થાય છે. આ બંનેના અસ્તિત્વ પર અશ્રદ્ધાનો ભાવ, વ્યક્તિને નિરંકુશપણે પાપાચાર કે અનાચારનું સેવન કરાવે છે.
કેટલાક સાંખ્યાદિ દાર્શનિકો આત્માનો બંધ અને મોક્ષ માનતા નથી. તેઓના મતાનુસાર આત્મા અરૂપી છે અને કર્મપુદ્ગલ રૂપી છે. અરૂપી આત્માની સાથે રૂપી કર્મપુદ્ગલોનો બંધ થતો નથી અને આત્મા બદ્ધ થઈ શકતો ન હોવાથી મોક્ષની વાત નિરર્થક બની જાય છે. બંધના અભાવમાં મોક્ષ પણ અસંભવિત થાય છે.
વસ્તુતઃ ઉપરોક્ત માન્યતા યથાર્થ નથી. આત્મામાં મધ આદિ પદાર્થના સેવનથી થતી વિકૃતિ સ્પષ્ટ જોઈ શકાય છે. સંસારી આત્મા એકાંતે અરૂપી નથી, તે કથંચિત્ રૂપી છે, તેથી તેનો કર્મ પુદ્ગલોની સાથે સંબંધ થાય છે. જેનો બંધ થાય છે તેનો એક દિવસ મોક્ષ પણ સંભવે છે. સંક્ષેપમાં બંધનું અસ્તિત્વ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org