________________
અધ્યયન-૫: આચારક્ષત
૧૪૩ |
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં નાસ્તિકતાનો નિષેધ કરીને આસ્તિકતાનું વિધાન કરવામાં આવ્યું છે. આસ્તિકતા જ આચાર છે અને નાસ્તિકતા અનાચાર છે. તેથી સાધકે કેટલાક વિષયો સંબંધી નાસ્તિકતાનો ત્યાગ કરી તેના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારી, તેના પર શ્રદ્ધા રાખવી જોઈએ. જે આ પદાર્થના સ્વતંત્ર અસ્તિત્વને
સ્વીકારતા નથી, તે નાસ્તિક છે અને જૈનધર્મની પરિભાષામાં તે મિથ્યાત્વી કહેવાય છે. પ્રસ્તુતમાં તેવી મિથ્યા માન્યતાનો સ્વીકાર કરનાર પુરુષને દર્શનાચારથી રહિત હોવાથી અનાચાર સેવી કહ્યા છે.
સૂત્રકારે ક્રમશઃ પંદર મિથ્યા માન્યતાનું કથન કરીને તેનું નિરાકરણ કર્યું છે.
સર્વશુન્યતાવાદી લોક અને અલોક બંનેનું અસ્તિત્વ સ્વીકારતા નથી. તેઓના મતાનુસાર સ્વપ્ન, ઇન્દ્રજાળ અને માયામાં પ્રતીત થનારા પદાર્થોની જેમ લોક અને અલોક બધું મિથ્યા છે. તેમનો આ સિદ્ધાંત ભ્રાંતિમૂલક હોવાથી યુક્તિ સંગત નથી. પ્રત્યક્ષ દશ્યમાન ચૌદ રજુ પરિમાણ, ષ દ્રવ્યાત્મક લોકનું અસ્તિત્વ સ્વતઃ સિદ્ધ છે અને જ્યાં ધર્માસ્તિકાય આદિ ષદ્રવ્ય નથી, કેવળ આકાશ છે, તે અલોકનું અસ્તિત્વ પણ અનુમાન અને આગમ પ્રમાણથી સિદ્ધ છે. જીવ-અજીવ સંબંધી આસ્તિકતા :
णत्थि जीवा अजीवा वा, णेवं सणं णिवेसए । ___अत्थि जीवा अजीवा वा, एवं सणं णिवेसए ॥ ભાવાર્થઃ- જીવ અને અજીવ પદાર્થો નથી, એવી સંજ્ઞા ન રાખવી જોઈએ, પરંતુ જીવ અને અજીવ પદાર્થો છે એવી સંજ્ઞા(બુદ્ધિ) રાખવી જોઈએ. વિવેચન :- પંચમહાભૂતવાદી જીવ (આત્મા)નું પૃથ અસ્તિત્વમાનતા નથી. તેઓના મતાનુસાર પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ મહાભૂત જ્યારે શરીરાકારે પરિણત થાય ત્યારે તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને પાંચ મહાભૂતના વિનાશથી ચૈતન્ય તત્ત્વનો પણ નાશ થાય છે. આત્મા નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી.
અદ્વૈતવાદી(વેદાંતી) અજીવનું પૃથક અસ્તિત્વ માનતા નથી, તેઓના મતાનુસાર- આખું જગત બ્રહ્મ રૂપ છે, ચેતન-અચેતન સર્વ પદાર્થો બ્રહ્મરૂપ છે, તે સર્વ બ્રહ્મના કાર્ય છે. બ્રહ્મથી ભિન્ન જીવ-અજીવ પદાર્થને માનવા તે ભ્રમ છે.
ઉપરોક્ત બંને મત પ્રમાણ વિરુદ્ધ છે. જૈનદર્શનના મતાનુસાર ઉપયોગ લક્ષણવાળા જીવનું સ્વતંત્ર અસ્તિત્વ પ્રત્યક્ષ, અનુમાન, આગમ આદિ પ્રમાણોથી સિદ્ધ છે, તે અનાદિ છે અને તે પંચમહાભૂતનું કાર્ય નથી, જડ પંચમહાભૂતોથી ચૈતન્યની ઉત્પત્તિ સંભવ નથી. તે જ રીતે અજીવ દ્રવ્યનું પણ સ્વતંત્ર અસ્તિત્વ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ છે, જો જીવાદિ પદાર્થો એક આત્મા(બ્રહ્મ)થી ઉત્પન્ન થયા હોત તો તેમાં પરસ્પર સમાનતા હોય, સંસારમાં આત્મા એક જ હોય, તો કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ બદ્ધ, કોઈ મુક્ત આદિ વિભિન્ન અવસ્થાઓ દષ્ટિગોચર ન થાય. એક જીવનાં સુખથી સમસ્ત જીવ સુખી અને એકના દુઃખે સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org