________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
(૮) શરીરની ભિન્નતા-અભિન્નતા :– ઔદારિક આદિ શરીરો સર્વથા ભિન્ન છે અથવા અભિન્ન છે, આ પ્રકારનું વચન, અનાચાર વચન છે.
૧૪૨
ઔદારિક આદિ પાંચ શરીરનાં કારણો તથા લાણાદિમાં ભેદ હોવાથી તેમાં એકાંત અભેદ નથી, જેમ કે ઔદારિક શરીર ઉદાર પુદ્દગલોથી બન્યું છે. તેમાં હાડમાંસ આદિ હોય છે. કામણ શરીર, કાર્પણ વર્ગણાના પુદ્ગલોથી તથા તૈજસ શરીર, તૈજસ વર્ગણાના પુદ્ગલોથી બન્યું છે. તૈજસ-કાર્યણ શરીર સૂક્ષ્મ છે. આ રીતે તેના કારણોમાં અને લક્ષણોમાં ભિન્નતા હોવાથી તે એકાંતે અભિન્ન નથી, તેમ છતાં બધાં શરીરો સામાન્ય રીતે પુદ્ગલ પરમાણુઓથી નિર્મિત છે, તેથી તેમાં સર્વથા ભેદ માનવો, તે પણ ઉચિત નથી. ક્યારેક ઔદારિક, તૈજસ કાર્મા, આ ત્રણે શરીર એક સ્વરૂપ બનીને સાથે રહે છે. ક્યારેક ઔદારિક શરીર કલેવરની અપેક્ષાએ તૈજસ-કાર્પણ વિના પણ રહે છે અને જીવની વિગ્રહગતિમાં તૈજસ-કાર્મણ શરીર ઔદારિક શરીર વિના જ રહે છે. આ રીતે પાંચે શરીર ક્યારેક ભિન્ન અને ક્યારેક અભિન્ન બંને રીતે અનુભવાય છે. માટે અનેકાંત દષ્ટિથી આ શરીરોમાં કËચત્ ભેદ અને કËચત્ અભેદ માનવો, તે જ વ્યાવહારિક રાજમાર્ગ છે.
(૯) સવીર્ય—અવીર્ય :– સર્વ પદાર્થોમાં સર્વ શક્તિ વિદ્યમાન છે અથવા નથી તેવું એકાંત વચન અનાચાર વચન છે. સાંખ્યમતાનુસાર જગતના સર્વ પદાર્થો પ્રકૃતિજન્ય છે, પ્રકૃતિ જ સમસ્ત પદાર્થોનું કારણ છે. પ્રકૃતિ એક હોવાથી સર્વ પદાર્થો સર્વાત્મક છે અને સર્વ પદાર્થોમાં સર્વ શક્તિ વિદ્યામાન છે.
સાંખ્યમતાનુયાયીનું ઉપરોક્ત કથન સંગત નથી, કારણ કે સર્વ પદાર્થો પોત-પોતાના સ્વરૂપમાં સ્થિત છે, પદાર્થોની શક્તિ પણ પરસ્પર વિલક્ષણ છે. પદાર્થોની વિભિન્નતા પ્રત્યક્ષ સિદ્ધ છે. જગતના જીવોમાં પણ સુખ-દુઃખ, જન્મ-મરણ, સુરૂપ-કુરુપ આદિ અનેક પ્રકારે વિવિધતા જોઈ શકાય છે. તેથી ‘સર્વ પદાર્થો સર્વાત્મક છે અને સર્વ પદાર્થોમાં સર્વ પદાર્થોની શક્તિ વિદ્યમાન છે' આ પ્રકારનું એકાંત વચન મિથ્યા છે.
સર્વ પદાર્થ સત્ ધર્મની અપેક્ષાએ સમાન છે. સર્વ પદાર્થોમાં અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ સામાન્ય ગુણો એક સમાન છે અને પ્રત્યેક પદાર્થ અનંત ગુણાત્મક છે. તેથી જગતના જડ અને ચૈતન્યવંત પદાર્થો વિશેષ ગુણોની અપેક્ષાએ અસમાન પણ છે.
સંક્ષેપમાં કોઈ પણ વિષયમાં એકાંત દષ્ટિકોણથી કે એકાંત વચન પ્રયોગથી વાસ્તવિકતાનું દર્શન થતું નથી, પરંતુ અનૈતિક દષ્ટિકોણથી કે અનેકાંતિક વચન પ્રયોગથી જ વાસ્તવિકતાનું દર્શન થાય છે. તેથી પ્રસ્તુતમાં એકાંત વચનને અનાચાર રૂપે સૂચિત કરીને તેના ત્યાગનો સંદેશ આપ્યો છે.
લોક અલોક સંબંધી આસ્તિકતા :
Jain Education International
"
णत्थि लोए अलोए वा णेवं सण्णं णिवेसए । अत्थि लोए अलोए वा, एवं सण्णं णिवेसए ॥
| १२|
શબ્દાર્થ :- સબ્જ = સંજ્ઞા, જ્ઞાન ખિવેલણ્ = રાખે.
ભાવાર્થ :- લોક નથી અથવા અલોક નથી, તેવી સંજ્ઞા-બુદ્ધિ ન રાખવી જોઈએ. લોક પણ છે અને અલોક પણ છે, તેવી બુદ્ધિ રાખવી જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org