________________
અધ્યયન-૫: આચારત
[ ૧૪૧ ]
અનંત જીવો અનાદિકાલથી સકર્મક જ હોય છે, પરંતુ કેટલાક જીવોમાં અકર્મક થવાની યોગ્યતા હોય છે. તેવા ભવી જીવો સમ્યક પુરુષાર્થ દ્વારા સકર્મક અવસ્થામાંથી અકર્મક અવસ્થાને પ્રાપ્ત કરે છે. અભવી જીવોમાં અકર્મક થવાની યોગ્યતા નથી, તેથી તે જીવો હંમેશાં સકર્મક જ રહે છે. તેવા જીવો પણ અનંત છે.
અનંત અભવી જીવો હંમેશાં સકર્મક જ રહે છે. અનંત ભવી જીવોએ પુરુષાર્થ દ્વારા સકર્મક અવસ્થામાંથી અકર્મક અવસ્થાને પ્રાપ્ત કરી છે અને અનંત ભવી જીવો સકર્મકપણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તેથી સર્વ જીવો હંમેશાં સકર્મક જ રહેશે તેમ પણ નથી અને અનંત કાલે સર્વ જીવો અકર્મક થઈ જશે તેમ પણ નથી. સકર્મક અને અકર્મક બંને પ્રકારના જીવો શાશ્વત છે.
આ રીતે તીર્થકરો, ભવી જીવો, સર્વ જીવની સમાનતા અને જીવોના વિષયમાં કોઈ પણ પ્રકારનું એકાંતિક વચન અનાચાર રૂપ છે, તેથી સાધુએ તેવા વચન પ્રયોગનો ત્યાગ કરવો જોઈએ. () વૈરાનબંધ સમાન–અસમાન - નાના અથવા મોટા જીવોની હિંસામાં સમાન વૈરનો બંધ થાય છે અથવા સમાન વૈરનો બંધ થતો જ નથી. આ પ્રકારના વચન, અનાચાર વચન છે.
પ્રાણીઓ મોટા શરીરવાળા હોય, તો તેની હિંસાથી અધિક કર્મબંધ થાય અને નાના શરીરવાળા હોય, તો તેની હિંસાથી કર્મબંધ અલ્પ થાય, આ કથન યથાર્થ નથી. કર્મબંધની ન્યૂનાધિકતાનો આધાર પ્રાણીઓના પરિણામ પર છે. પ્રાણીઓના તીવ્રભાવ, મંદભાવ, મહાવીર્યતા, અલ્પવીર્યતા વગેરેથી કર્મબંધજનિત વેરબંધમાં ભિન્નતા થાય છે. વેરબંધનો આધાર હિંસા અને હિંસાના ભાવોની તીવ્રતા-મંદતા છે. જીવોની સંખ્યા અથવા જીવોના શરીરની સ્થૂલતા કે સૂક્ષ્મતા વેરભાવની સમાનતા-અસમાનતાનું મુખ્ય કારણ થતું નથી, ઘાતક પ્રાણીઓના ભાવોની અપેક્ષાથી વેર બંધમાં સમાનતા અથવા અસમાનતા થાય છે. (૭) આધાકર્મી સેવનથી કર્મબંધ અબંધ:- આધાકર્મી આહારાદિનું સેવન કરનાર પાપકર્મથી લિપ્ત થાય છે અથવા પાપકર્મથી લિપ્ત થતા નથી. આ પ્રકારના વચન, અનાચાર વચન છે.
સાધુના ઉદ્દેશથી તૈયાર થયેલા ભોજન, વસ્ત્ર, પાત્ર, મકાનાદિ આધાકર્મ દોષથી દૂષિત છે. સાધુને માટે આધાકર્મી દોષથી દૂષિત આહારાદિ સર્વથા વર્યુ છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમ સૂત્રોમાં સાધુને આધાકર્મી આહારાદિ ગ્રહણ કરવાનો નિષેધ દર્શાવ્યો છે. આધાકર્મી આહારાદિ તૈયાર કરવામાં છ કાય જીવોનો આરંભ-સમારંભ થાય છે, તેથી તેનું સેવન સાધુ માટે સર્વથા ત્યાજ્ય છે.
તેમ છતાં આધાકર્મી આહારનું સેવન કરનાર બે સાધુઓની વૃત્તિમાં, પરિસ્થિતિમાં ભિન્નતા હોય છે. તેથી તેના સંબંધી કર્મબંધમાં પણ ભિન્નતા થાય છે. જેને છાસ્થ સાધુ જાણી શકતા નથી. તેથી તેઓના કર્મબંધ સંબંધી એકાંત વચન પ્રયોગ કરવો યોગ્ય નથી કારણ કે કર્મબંધમાં, પ્રવૃત્તિ કરતાં આશયની(ભાવની), મુખ્યતા હોય છે. માટે પ્રવૃત્તિના આધારે કોઈના વ્યક્તિગત કર્મબંધ વિષયક નિર્ણય આપવો તે એકાંત વચન હોવાથી અનાચાર રૂપ છે.
| શ્રી ભગવતી સૂત્ર, શતક–૧, ઉદ્દેશક–૯માં આધાકર્મી આહારનું સેવન કરનાર માટે દીર્ઘકાલીન સંસાર પરિભ્રમણનું નિરૂપણ છે. આધાકર્મી આહારનું સેવન કર્મબંધનું કારણ છે, તે એક સિદ્ધાંત છે. પ્રસ્તુત પ્રસંગમાં જિનેશ્વર કથિત કોઈ પણ સિદ્ધાંતના કથનનો નિષેધ નથી, પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિના કર્મબંધ વિષયક નિર્ણય આપવો, તે છદ્મસ્થો માટે અનાચારરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org