________________
શ્રી ચગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
અને વ્યય થાય છે. આ રીતે કોઈ પણ વસ્તુમાં પોતાનું મૂળભૂત સ્વરૂપ છોડયા વિના સતત ઉત્પત્તિ અને વિનાશ થયા જ કરે છે, જેમ કે– આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને તેની મનુષ્ય, તિર્યંચાદિભિન્ન-ભિન્ન અવસ્થાઓ બદલાયા કરે છે. આ રીતે પ્રત્યેક પદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.
૧૦
સાંખ્ય તથા નૈયાયિકો લોકને એકાંતે નિત્ય અને બૌદ્ધો એકાંતે અનિત્ય-ક્ષણિક કહે છે. લોક એકાંતે નિત્ય હોય, તો તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થઈ શકતું નથી અને એકાંત અનિત્ય-ક્ષણિક હોય, તેમાં ધ્રુવ અંશ ન હોય તો કર્મ, પુનર્જન્મ, બંધ, મોક્ષ વગેરે સિદ્ધાંતો ઘટિત થતા નથી.
લોકને એકાંતે નિત્ય કે અનિત્ય કહેવાથી લૌકિક કે લોકોત્તર, આ લોક સંબંધી કે પરલોક સંબંધી પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ વ્યવહાર થતો નથી. બંને એકાંત વચન સત્ય ન હોવાથી અનાચાર છે. (૨) તીર્થંકર વિચ્છેદ—અવિચ્છેદ ઃ– સર્વ તીર્થંકરોનો વિચ્છેદ થશે અથવા થશે નહીં, આ પ્રમાણે એકાંત વચન કહેવું, તે અનાચાર છે.
એક તીર્થંકરનું આયુષ્ય પૂર્ણ થતાં તે સિદ્ધ થાય છે અર્થાત્ તેના તીર્થંકરપણાનો વિચ્છેદ થાય છે, તે ભરત—ઐરવતક્ષેત્રની અપેક્ષાએ સમજવું જોઈએ અને મહાવિદેહક્ષેત્રમાં એક તીર્થંકર નિર્વાણ પામે ત્યાં અન્ય તીર્થંકર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે ત્યાં પ્રવાહની અપેક્ષાએ તીર્થંકરો શાશ્વત છે, મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરોનો વિચ્છેદ કદાપિ થતો નથી.
આ રીતે એક તીર્થંકરની અપેક્ષાએ નીર્થંકરોનો વિચ્છેદ થાય છે અને અનેક તીર્થંકરોની અપેક્ષાએ તેનો વિચ્છેદ થતો નથી. આ પ્રકારનું અનેકાંત વચન યથાર્થ છે.
(૩) ભવી જીવ નાશ—અનાશ ઃ- સર્વ ભવી જીવોનો નાશ થશે અથવા ઘશે નહીં, આ પ્રમાણે એકાંત વચન કહેવું, તે અનાચાર છે.
મોક્ષગમનને યોગ્ય જીવોને ભવી કહે છે. ભવી જીવ રત્નત્રયીની સાધના દ્વારા મોક્ષગતિને પામે છે. ત્યારે તેના ભવીપણાનો નાશ થાય છે, કારણ કે સિદ્ધ થયેલો જીવ નોભવી નોઅભવી કહેવાય છે.
ભવી જીવો અનંત છે. ભૂતકાલમાં અનંત ભવી જીવો મોક્ષે ગયા છે અને ભવિષ્યકાલમાં અનંત ભવી જીવો મોક્ષે જશે, તેમ છતાં ભવી જીવો અનંત હોવાથી તેનો અંત કદાપિ થતો નથી. આ લોકમાં ભવી અને અભવી બંને પ્રકારના જીવો શાશ્વત છે. લોક ક્યારેય ભવી કે અભવી જીવોથી રહિત થતો નથી. (૪) જીવોની સમાનતા—અસમાનતા :– સર્વ જીવો એક સમાન છે અથવા સર્વ જીવો અસમાન છે. આ કથન પણ એકાંતિક હોવાથી યધાર્થ નથી.
સર્વ જીવો ચૈતન્ય લક્ષણની અપેક્ષાએ એક સમાન છે. નરક-નિગોદના જીવોથી લઈને સર્વે સંસારી અને સિદ્ધ જીવોનું આત્મતત્ત્વ એક સમાન છે, પરંતુ પ્રત્યેક જીવોની વર્તમાન પરિસ્થિતિ એક સમાન નથી. કર્મની અપેક્ષાએ તથા ગતિ, જાતિ આદિ અપેક્ષાએ સંસારી જીવોની વિભિન્નતા પ્રત્યક્ષ જોઈ શકાય છે. તે-તે જીવોના કર્મ પ્રમાણે તેની અવસ્થાઓમાં પરિવર્તન થયા જ કરે છે. એક જીવની અવસ્થાઓ પણ પરિવર્તન પામે છે. આ રીતે સર્વ જીવો ચૈતન્યની અપેક્ષાએ સમાન છે અને મનુષ્યાદિ ગતિ, એકેન્દ્રિયાદિ જાતિની અપેક્ષાએ અસમાન છે.
(૫) જીવ કર્મ સહિત–કર્મ રહિત :– સર્વ જીવો હંમેશા સકર્મક રહેશે અથવા સર્વ જીવો અકર્મક થઈ જશે. આ કધન પણ એકાંતિક હોવાથી યથાર્થ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org