________________
૧૫૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
વીંટાળી દીધા. પિતાએ વિચાર્યું કે પુત્ર જેટલા આંટા વીંટશે તેટલા વર્ષ હું સંસારમાં રહીશ. પુત્રે બાર આંટા વીંટયા હોવાથી આÁકકુમાર બાર વર્ષ સંસારમાં રહ્યા અને ત્યાર પછી પુનઃ સંયમધર્મનો સ્વીકાર
કર્યો.
સંયમસ્થિર આદ્રકમુનિ-આર્દક મુનિ સ્વયં પ્રતિબોધ પામી સંયમભાવમાં સ્થિર થઈ ગયા. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તેઓ રાજગૃહ નગર તરફ જઈ રહ્યા હતા. તેના પિતાએ નિમણૂક કરેલા ૫૦૦ યોદ્ધાઓ આદ્રકકુમારના ભાગી ગયા પછી રાજાના ડરથી જંગલમાં ચાલ્યા ગયા હતા, ત્યાં ચોરી આદિ કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. તેઓ આદ્રકમુનિને જતાં જોયા અને ઓળખી ગયા. તેઓ આદ્રકમુનિને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, ત્યારે આદ્રકમુનિએ તે ૫00 પુરુષોને પ્રતિબોધ પમાડી દીક્ષિત કર્યા.
પોતાના ૫૦૦ શિષ્યો સાથે આદ્રકનિ પ્રભુ મહાવીર સ્વામીના દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને ક્રમશઃ ગોશાલક, બૌદ્ધ ભિક્ષુઓ, વેદાંતપાઠી બ્રાહ્મણો, સાંખ્ય મતવાદીઓ અને હસ્તિતાપસોનો સમાગમ થયો.
દરેક દાર્શનિકોએ આÁકમુનિને પોત-પોતાના દર્શનમાં આકર્ષિત કરવા માટે વિવિધ પ્રયત્નો કર્યા, પરંતુ આÁકમુનિ સ્વધર્મમાં દઢ શ્રદ્ધાવાન, જ્ઞાન સંપન્ન અને ચારિત્રમાં પરિપકવ હોવાથી અન્ય દાર્શનિકોને યુક્તિથી તથા નિગ્રંથધર્મના મૌલિક સિદ્ધાંતોથી પરાજિત કર્યા.
આ અધ્યયનમાં આદ્રકમુનિનો અન્ય દાર્શનિકો સાથે થયેલો વાદ-પ્રતિવાદ રોચક શૈલીમાં છે, તેના દ્વારા અન્ય દાર્શનિકોના સિદ્ધાંતો, તેની અપૂર્ણતા તથા નિગ્રંથ ધર્મના સિદ્ધાંતોની સૈકાલિક સત્યતા તથા પૂર્ણતા તેમજ નિગ્રંથમુનિનો આચાર સ્પષ્ટ થઈ જાય છે, જે સાધકોની શ્રદ્ધાની દઢતા માટે અત્યંત ઉપયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org