________________
[ ૧૩૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
શબ્દાર્થ:- ગળાડ્યું = અનાદિ રિdણાય = જાણીને નવો = જેનો અવદગ્ર એટલે અંત ન હોય તે અનંત સસ = શાશ્વત (નિત્ય) સાસણ = અશાશ્વત લિટું = દષ્ટિને વવદર = વ્યવહાર. ભાવાર્થ :- આ ચતુર્દશરજ્વાત્મક અથવા ષ દ્રવ્યાત્મક લોક અનાદિ અનંત છે, આ પ્રમાણે જાણીને વિવેકી પુરુષ આ લોક એકાંત નિત્ય છે અથવા એકાંત અનિત્ય છે; આ પ્રકારની એકાંત દષ્ટિ ન રાખે |રા.
એકાંત નિત્ય તથા એકાંત અનિત્ય, આ બંને સ્થાનથી વ્યવહાર થતો નથી, તેથી આ બંને એકાંત પક્ષોનો સ્વીકાર કરવો, તે અનાચાર રૂપ છે, તેમ જાણવું જોઈએ II
समुच्छिज्जिहिंति सत्थारो, सव्वे पाणा अणेलिसा । गंठिगा वा भविस्संति, सासयं ति य णो वए ॥ एएहिं दोहि ठाणेहिं, ववहारो ण विज्जइ ।
एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥ શબ્દાર્થ :- સછિન્નિધતિ = ઉચ્છિન્ન-નાશ થશે.સત્થા = પ્રશાસ્તા, સર્વજ્ઞ તીર્થકર અનિક અનીદશ, અસમાન, નંદિ = ગ્રંથિક, કર્મબંધનથી યુક્ત. ભાવાર્થઃ- (૧) શાસનપ્રવર્તક તીર્થકર વિચ્છેદને પ્રાપ્ત થશે. (૨) સર્વ જીવો પરસ્પર એક સમાન નથી. (૩) સર્વ જીવો કર્મગ્રંથિથી બદ્ધ રહેશે.(૪) તીર્થકર સદૈવ શાશ્વત રહેશે. (૫) સર્વ જીવો સદા એકરૂપ રહેશે. (૬) સર્વ જીવો કાળક્રમથી મોક્ષ પ્રાપ્ત કરશે, ઇત્યાદિ એકાંત વચન બોલવા ન જોઈએ જો આ બંને એકાંત વચનોથી વ્યવહાર થતો નથી. આ બંને એકાંત વચનો અનાચાર રૂપ છે, તેમ જાણવું જોઈએ પી.
जे केइ खुङगा पाणा, अदुवा संति महालया । सरिसं तेहिं वेरं ति, असरिसं ति य णो वए । एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ ।
एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए । શબ્દાર્થ - કુ = ક્ષુદ્ર(નાના) માયા = મહાકાયવાળા સારસં = સમાન અરિસં = અસમાન વેર = વેર થાય છે. ભાવાર્થ- આ સંસારમાં એકેદ્રિય આદિ ક્ષુદ્ર પ્રાણી અથવા હાથી, ઊંટ, મનુષ્ય આદિ મહાકાય પ્રાણીઓ છે, આ બંને પ્રકારના પ્રાણીઓની હિંસાથી, બંનેની સાથે સમાન જ વેર થાય છે અથવા સમાન વેર થતું નથી આ પ્રમાણે એકાંત વચન બોલવા ન જોઈએ IIણા આ બંને એકાંત વચનોથી વ્યવહાર થતો નથી. આ બંને એકાંત વચનો અનાચાર રૂપ છે, તેમ જાણવું જોઈએ ill.
अहाकडाई भुंजंति, अण्णमण्णे सकम्मुणा । उवलित्ते ति जाणिज्जा, अणुवलित्ते त्ति वा पुणो ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org