________________
૧૩૬
પરિચય
શ્રી સૂચગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
પાંચમું અધ્યયન
આ અધ્યયનનું નામ ‘આચારજીત’ છે.
સંયમી જીવનની શુદ્ધિ માટે આચરવા યોગ્ય વ્યવહારને આચાર કહે છે. તેના પાંચ ભેદ છે— જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ પાંચ પ્રકારના આચારને પ્રદર્શિત કરતા શાસ્ત્રને આચારદ્ભુત કહે છે. આ અધ્યયનમાં મુખ્યતયા આચારશુદ્ધિના ઉદ્દેશથી અનાચાર ત્યાગનો ઉપદેશ હોવાથી તેનું નામ આચારદ્ભુત છે. આ અધ્યયનમાં કથિત આચાર-અનાચાર અણગારોથી સંબંધિત હોવાથી કેટલાક આચાર્યોના મતાનુસાર આ અધ્યયનનું નામ અણગારજીત છે.
આ અધ્યયનમાં દષ્ટિ, શ્રદ્ધા, પ્રરૂપણા, માન્યતા અને ભાષા પ્રયોગ આદિથી સંબંધિત અનાચારોના નિષેધાત્મક વર્ણન દ્વારા આચારશુદ્ધિનો સંકેત છે.
જ્યાં સુધી સાધક સમગ્ર અનાચારોનો ત્યાગ કરીને શાસ્ત્રોક્ત જ્ઞાનાચારાદિ પંચવિધ આચારોમાં સ્થિર થઈને તેનું પાલન ન કરે, ત્યાં સુધી તે મોક્ષ માર્ગનો આરાધક થતો નથી.
જ્યાં સુધી આચાર અને અનાચારનું સમ્યજ્ઞાન ન થાય ત્યાં સુધી આચાર-અનાચારનો વિવેક કે અનાચારનો ત્યાગ થઈ શકતો નથી.
સાધનાની સફળતાનો આધાર શ્રદ્ધાની દઢતા છે, તેથી પ્રસ્તુત અધ્યયનમાં સૂત્રકારે દર્શનાચારની વિશુદ્ધિ માટે દર્શનાચાર સંબંધિત અનાચારોનું વિવિધ પ્રકારે વર્ણન કર્યું છે.
Jain Education International
લોક-અલોક, જીવ-અજીવ, પુણ્ય-પાપ આશ્રવ-સંવર, બંધ-મોક્ષ આદિ તત્ત્વોના સમ્યજ્ઞાન માટે તવિષયક અનેતિક વિચારધારાનો સ્વીકાર, તે પણ આચારશુદ્ધિનું કારણ બને છે.
સાધુ જીવનમાં પ્રત્યેક વ્યવહારમાં વચન સંયમ અથવા નિરવધ ભાષા પ્રયોગથી ચારિત્રાચારની વિશુદ્ધિ થાય છે. સૂત્રકારે પ્રસ્તુત વિષયના સ્પષ્ટીકરણ માટે સાધુને બોલવા અને ન બોલવા યોગ્ય ભાષા પ્રયોગોના કેટલાક ઉદાહરણો આપ્યા છે.
સંક્ષેપમાં સાધક સર્વ અનાચારોને સમ્યક પ્રકારે જાણીને, તેનો ત્યાગ કરીને પંચાચાર પાલનમાં પરિપકવ બની આત્મભાવમાં સ્થિર થાય, તે જ આ અધ્યયનનો ઉદ્દેશ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org