________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન કિયા
[ ૧૩૫ ]
સંયત, વિરત આદિ અવસ્થાઓ જીવના જાગૃતિપૂર્વકના સમ્યક પુરુષાર્થજન્ય છે. સાધક સ્વયં હિંસાદિ પાપપ્રવૃત્તિનું સ્વરૂપ સમજીને સ્વેચ્છાથી વિધિપૂર્વક પાપ સેવનના પ્રત્યાખ્યાન કરે છે તે પાપપ્રવૃત્તિનું સેવન ન કરતા હોવાથી સંયત છે, પાપપ્રવૃત્તિનો ત્યાગ કર્યો હોવાથી વિરત છે, તપસ્યાદિ દ્વારા પૂર્વકૃત કર્મોની સ્થિતિ તથા અનુભાગના નાશક હોવાથી પાપકર્મનાશક અને ભવિષ્યકાલીન પાપ સેવનના પ્રત્યાખ્યાન કર્યા હોવાથી પ્રત્યાખ્યાની થાય છે.
સંયતાદિ અવસ્થાઓ પ્રાપ્ત કરવા માટે સુત્રકારે અંતે સાધકોને વ્યવહાર શુદ્ધિ માટેની હિતશિક્ષાઓ આપી છે– (૧) સમસ્ત પ્રાણીઓને આત્મતુલ્ય સમજીને તેની કોઈ પણ પ્રકારે હિંસા ન કરે, ન કરાવે, અને તેનું અનુમોદન ન કરે.(૨) પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધીનાં અઢાર પાપસ્થાનોથી વિરત થાય, (૩) દંતમંજન, અંજન, વમન, ધૂપ આદિ અનાચારોનું સેવન ન કરે. (૪) સાવધક્રિયારહિત, અહિંસક, ક્રોધાદિ ચારે કષાય રહિત, ઉપશાંત, અને પાપથી પરિનિવૃત્ત થઈને રહે.
સંક્ષેપમાં સાધકો સર્વ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને આત્મભાવમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે.
ને ચોથું અધ્યયન સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org