________________
[ ૧૩૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
एवं णच्चा सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा जावण उद्दवेयव्वा, एस धम्मे धुवेणिइए सासए समिच्च लोगखेयण्णेहिं पवेइए । एवं से भिक्खु विरए पाणाइवायाओ जाव मिच्छादसणसल्लाओ । से भिक्खू णो दंतपक्खालणेणं दंते पक्खालेज्जा, णो अंजणं, णो वमणं, णो धूवणेत्तं पि आइए । से भिक्खू अकिरिए अलूसए अकोहे अमाणे अमाए अलोभे उवसंते परिणिव्वुडे ।
एस खलु भगवया अक्खाए संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे अकिरिए संवुडे एगंतपंडिए यावि भवइ त्ति बेमि । શબ્દાર્થ-
વિંä = શું કરવુંવિંરવું = કરાવવું સંગર્યાવરયાકિયપક્વાયાવચ્ચેસંયત, વિરત, પાપકર્મનો નાશ અને પ્રત્યાખ્યાન કરનારા દંતપવાનો = દાંતોને ધોવાના સાધનોથી. નો તપસ્થાને = દાંત સાફ કરે નહીં. ભાવાર્થ - પ્રશ્નકર્તાએ ફરી પોતાની જીજ્ઞાસા પ્રસ્તુત કરી કે મનુષ્ય શું કરવું? શું કરાવવું? તથા તે કેવી રીતે સંયત, વિરત તથા પાપકર્મનો નાશ અને પ્રત્યાખ્યાન કરનારા થાય છે?
આચાર્યે કહ્યું – તીર્થકર ભગવાને પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના ષજીવનિકાયને સંયમ અનુષ્ઠાનના કારણ કહ્યા છે– જેમ કોઈ વ્યક્તિ મને દંડાથી, હાડકાથી, મુક્કાથી, ઠીકરાંથી યાવતુ પીડિત કરે કે મારો કેવળ એક રોમ પણ ખેંચે તો હું હિંસાજનિત દુઃખ, ભય અને અશાતાનો અનુભવ કરું છું, તેવીજ રીતે સમસ્ત પ્રાણીઓને યાવતુ સમસ્ત સત્ત્વોને દંડા યાવતુ ઠીકરાંથી મારવામાં આવે અને પીડિત કરવામાં આવે, કે એક રોમ પણ ખેંચવામાં આવે, તો તે પણ હિંસાજનિત દુઃખ, ભય અને અશાતાનો અનુભવ કરે છે. આ પ્રમાણે જાણીને સમસ્ત પ્રાણીઓ યાવત્ સત્ત્વોને મારવા ન જોઈએ યાવતું તેમને પીડિત કરવા ન જોઈએ. આ અહિંસા ધર્મ જ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે તથા લોકના સ્વભાવને સમ્યક પ્રકારે જાણનારા ખેદજ્ઞ અથવા ક્ષેત્રજ્ઞ તીર્થંકરદેવો દ્વારા પ્રતિપાદિત છે.
આ પ્રમાણે જાણીને સાધુ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે ય પાપસ્થાનોથી વિરત થાય છે. તે દાંત સાફ કરવાના સાધનોથી દાંત સાફ ન કરે; નેત્રોમાં અંજન ન લગાવે, દવા લઈને વમન ન કરે અને ધૂપ દ્વારા પોતાનાં વસ્ત્રો કે કેશને સુવાસિત ન કરે. તે સાધુ સાવધક્રિયા રહિત, હિંસારહિત, ક્રોધ, માન, માયા અને લોભથી રહિત, ઉપશાંત અને પાપથી નિવૃત્ત થઈને રહે.
આ પ્રકારના પ્રત્યાખ્યાની સાધુને તીર્થકર ભગવંતોએ સંયત, હિંસાદિ પાપોથી વિરત, પાપકર્મોનાં પ્રતિઘાતક અને પ્રત્યાખ્યાનકર્તા, અક્રિય-સાવધ ક્રિયાથી રહિત, સંવૃત્ત-સંવરયુક્ત અને એકાંત પંડિત કહ્યા છે. શ્રી તીર્થકર દેવે કહ્યું છે. તે પ્રમાણે હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યાખ્યાની જીવનું સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે.
સમસ્ત સંસારી જીવો અનાદિકાળથી અપ્રત્યાખ્યાની જ છે, તેને પાપપ્રવૃત્તિનું સેવન ન કરવા છતાં પણ પાપકમોનો બંધ થાય છે, તો શું કરવાથી જીવ સંયત, વિરત, પાપકર્મનાશક અને પ્રત્યાખ્યાની થઈ શકે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org