________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન કિયા.
૧૩૩ ]
તથા સ્વપ્ન પણ જોતા ન હોય અર્થાત્ અવ્યક્ત ચેતનાયુક્ત હોય તો પણ તે જીવ પાપકર્મનો બંધ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંશી-અસંશીના દાંતથી પુનઃ પ્રત્યાખ્યાનની મહત્તા સમજાવી છે.
પ્રશ્ન થાય કે જે જીવો ક્ષેત્ર અને કાળથી અત્યંત દૂર, અત્યંત સૂક્ષ્મ, સર્વથા અપરિચિત હોય, આંખે દેખાતા ન હોય, જેના નામ પણ સાંભળ્યા ન હોય, જેની સાથે કોઈ સંબંધ કે વ્યવહાર પણ ન હોય, તેવા જીવો પ્રતિ હિંસાત્મક વૃત્તિ કેવી રીતે થાય? અપ્રત્યાખ્યાની જીવને સર્વ જીવોનો શત્રુ કેમ કહેવાય ?
જેમ એક સંજ્ઞી જીવે પૃથ્વીકાયના આરંભ-સમારંભની છૂટ રાખીને અન્ય જીવોના આરંભસમારંભનો ત્યાગ કર્યો હોય, પૃથ્વીકાયમાં પણ દૂરવર્તી પૃથ્વીકાયનો આરંભ તે કરતો નથી, તે અમુક પૃથ્વીનો જ આરંભ કરે છે. તેમ છતાં તેને પૃથ્વીકાયના આરંભ-સમાંરભના પ્રત્યાખ્યાન ન હોવાથી તે સમગ્ર પૃથ્વીકાયનો ઘાતક કહેવાય છે.
જેમ પૃથ્વીકાય આદિ કોઈ પણ અસંજ્ઞી જીવોમાં તર્કસમ્યગુજ્ઞાન, વિકસિત ચેતના, મનન કરવાની શક્તિ, તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા આદિ નથી. પાપ કરવાના પ્રગટ સાધનો પણ તેની પાસે નથી. તે જીવ અન્ય જીવોને પ્રગટપણે દુઃખ, શોક કે સંતાપ આપતા નથી, તેમ છતાં તેને અઢારે પાપસ્થાનનો ત્યાગ ન હોવાથી તે જીવને સતત પાપકર્મનો બંધ થયા જ કરે છે.
સંક્ષેપમાં સંજ્ઞી કે અસંજ્ઞી જીવ કોઈ પણ અવસ્થામાં હોય, તે સ્વયં પાપકર્મ કરતો કે કરાવતો હોય કે ન હોય, તેને પાપપ્રવૃત્તિનું સ્પષ્ટ જ્ઞાન હોય કે ન હોય, વધ્ય જીવો દેશ-કાળથી દૂર હોય કે નિકટ હોય, જીવ પરિચિત હોય કે અપરિચિત હોય, તેની સાથે કોઈ પણ સંબંધ કે વ્યવહાર હોય કે ન હોય પરંતુ તે જીવ જ્યાં સુધી પાપપ્રવૃત્તિના ત્યાગરૂપ પ્રત્યાખ્યાનનો સ્વીકાર ન કરે, ત્યાં સુધી તે પાપકર્મનો બંધ કરે છે.
સંજ્ઞી કે અસંજ્ઞી જીવો પાપકર્મનો બંધ કરીને પોત-પોતાના કર્માનુસાર સંજ્ઞી કે અસંજ્ઞીમાં પરિભ્રમણ કર્યા કરે છે. કર્મ પ્રમાણે તેની અવસ્થાઓ સતત પરિવર્તિત થયા જ કરે છે. પ્રત્યાખ્યાની જીવનું સ્વરૂપ - |११ चोयए पण्णवगंएवं वयासी-से किं कुव्वं? किं कारवं? कहं संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे भवइ ?
___ आयरिय आह- तत्थ खलु भगवया छज्जीवणिकाया हेऊ पण्णत्ता, तं जहापुढविकाइया जाव तसकाइया । से जहाणामए मम अस्सायं, दंडेण वा अट्ठीण वा मुट्ठीण वा लेलुणा वा कवालेण वा आतोडिज्जमाणस्स वा हम्ममाणस्स वा तज्जिज्जमाणस्स वा ताडिज्जमाणस्स वा परिताविज्जमाणस्स वा किलामिज्जमाणस्स वा उद्दविज्जमाणस्स वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारगं दुक्खं भयं पडिसंवेदेमि, इच्चेव जाण-सव्वे पाणा जावसव्वे सत्ता दंडेण वा जावकवालेण वा आतोडिज्जमाणा वा जाव उद्दविज्जमाणा वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारगं दुक्खं भयं पडिसंवेदेति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org