________________
અધ્યયન-૪: પ્રત્યાખ્યાન ક્રિયા
૧૨૯ ]
पसढविओवायचित्तदंडे भवइ, एवामेव बाले सव्वेसिं पाणाणं जाव सव्वेसिं सत्ताणं पत्तेयं चित्त समादाय दिया वा राओ सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्चं पसढविओवायचित्तदंडे भवइ । ભાવાર્થ :-જેમ વધનો વિચાર કરનારો ઘાતક પુરુષ તે ગાથાપતિ કે ગાથાપતિ પુત્રની અથવા રાજા કે રાજપુરુષની પ્રત્યેકની અલગ-અલગ હત્યા કરવાનો વિચાર કરીને, રાત્રે કે દિવસે, સૂતા કે જાગતા તેના શત્રુ જેવો બની જાય છે, તે મિથ્યાભાવમાં, દગો કરવાના દુષ્ટ વિચારમાં જ હોય છે, તે સદૈવ તેની હત્યા કરવાની ધૂનમાં રહે છે. તે જ રીતે અજ્ઞાની જીવ પણ સમસ્ત પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોમાંથી, પ્રત્યેક જીવની હિંસા કરવાના વિચારમાં જ રહે છે. રાત્રે કે દિવસે, સૂતા કે જાગતા તે તેના શત્રુ જેવો બની જાય છે. તે મિથ્યાભાવમાં અર્થાત્ દગો કરવાના દુષ્ટ વિચારમાં જ હોય છે. તે સદાય તેની હત્યા કરવાની ધૂનમાં જ રહે છે. આ રીતે અજ્ઞાની જીવ જ્યાં સુધી પ્રત્યાખ્યાન ન કરે ત્યાં સુધી તે પાપકર્મથી વિરત થતા નથી, તેને પાપકર્મનો બંધ થતો રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રશ્ન અને પ્રતિપ્રશ્ન તેમજ દષ્ટાંતના માધ્યમે પ્રત્યાખ્યાનની મહત્તા સમજાવી છે.
જીવ અનાદિકાલથી કર્મયુક્ત છે, કર્મમુક્ત થવા માટે તેણે સમજણ પૂર્વક કોઈ વિશેષ પુરુષાર્થ કર્યો નથી, તેથી કોઈ પણ ગતિ કે જાતિનો જીવ અનાદિકાલથી અપ્રત્યાખ્યાની જ હોય છે.
તે જીવ સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય, પાપપ્રવૃત્તિ કરતો હોય કે ન કરતો હોય, તેને પાપવૃત્તિનું સ્પષ્ટ જ્ઞાન હોય કે ન હોય પરંતુ જ્યાં સુધી અનાદિકાલીન પાપપ્રવૃત્તિનો સ્વેચ્છાથી સમજણપૂર્વક ત્યાગ ન થાય, ત્યાં સુધી તે જીવ સહજ રીતે અપ્રત્યાખ્યાની જ રહે છે અને તજ્જન્ય કર્મબંધ પણ તેને થતો જ રહે છે.
જેમ કોઈ હત્યારો અન્ય પુરુષની હત્યાનો વિચાર કરે, હત્યા માટે તક શોધતો રહે પરંતુ તે કોઈ પણ કારણથી અન્ય પુરુષની હત્યા ન કરી શકે. તો પણ જ્યાં સુધી તે હત્યાની વિચારધારાનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે હત્યારો જ કહેવાય છે. તે તેનો શત્રુ જ કહેવાય છે.
તે પુરુષે વર્તમાનમાં તક ન મળવાથી હત્યા કરી નથી પરંતુ તેને હત્યાની વિચારધારાનો ત્યાગ ન હોવાથી ક્યારે હત્યા કરી નાખે તે કહી શકાતું નથી.
તે જ રીતે હિંસાદિ પાપપ્રવૃત્તિનું સેવન થાય કે ન થાય પરંતુ જ્યાં સુધી પાપપ્રવૃત્તિનો સમજણપૂર્વક ત્યાગ ન થાય ત્યાં સુધી તે જીવ અપ્રત્યાખ્યાની જ કહેવાય છે.
તે જીવ વર્તમાનમાં મન, વચનાદિ અંતરંગ સાધનો તથા શસ્ત્ર-અસ્ત્રાદિ બાહ્ય સાધનોના અભાવે કદાચ પાપપ્રવૃત્તિનું સેવન કરી શકતો નહોય, પરંતુ તેને પાપકારી સાધનોનો સંયોગ થતાં ક્યારે પાપપ્રવૃત્તિનું સેવન કરે તે કહી શકાતું નથી;
તેથી જ અત્યંત અલ્પ ચેતનાવાળા નિગોદાદિ જીવો કે વિકસિત ચેતનાવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો પ્રગટપણે પાપપ્રવૃત્તિનું સેવન કરતા ન હોય છતાં પણ પાપપ્રવૃત્તિનો ત્યાગ-પ્રત્યાખ્યાન ન કરે ત્યાં સુધી તે અપ્રત્યાખ્યાની જ કહેવાય છે. જ્યાં સુધી તે સર્વ જીવોની હિંસાદિનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે સર્વ જીવોનો શત્રુ જ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org