________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ :– આચાર્ય પુનઃ કહે છે– આ વિષયમાં ભગવાન મહાવીર સ્વામીએ વધક– હત્યારાનું દૃષ્ટાંત કહ્યું છે, જેમ કે– કોઈ હત્યારો હોય, તે ગાથાપતિની અથવા ગાથાપતિપુત્રની, રાજાની અથવા રાજપુરુષની હત્યા કરવા ઇચ્છે છે. તે વિચાર કરે છે કે યોગ્ય અવસર જોઈને હું ઘરમાં પ્રવેશ કરીશ અને તક મળશે ત્યારે તેના ઉપર પ્રહાર કરીને તેની હત્યા કરીશ. તે પુરુષ ગાથાપતિ, ગાથાપતિપુત્ર, રાજા અથવા રાજપુરુષના ઘરમાં પ્રવેશ કરવાનો સતત વિચાર કરતાં, દિવસે કે રાત્રે, સૂતા કે જાગતા હંમેશાં ગાથાપતિ આદિનો દુશ્મન બનીને તેનાથી પ્રતિકૂળ માનસિક વ્યવહાર કરે છે.તે સદાય તીવ્રતાપૂર્વક તેની ઘાતનો જ વિચાર કરે છે.(તે વ્યક્તિ ઘાત ન કરી શકે, તો પણ) શું આ વ્યક્તિ ગાથાપતિ આદિનો વધક છે કે નહીં ?
૧૨૮
આચાર્ય શ્રીએ આ પ્રમાણે કહ્યું ત્યારે પ્રશ્નકર્તાએ સમભાવ પૂર્વક કહ્યું કે હા, ભગવન્ ! તે વ્યક્તિ ગાથાપતિ આદિનો વધક જ કહેવાય છે.
५ आयरिए आह- जहा से वहए तस्स वा गाहावइस्स, तस्स वा गाहावइपुत्तस्स, तस्स वा रण्णो, तस्स वा रायपुरिसस्स, खणं णिदाए पविसिस्सामि, खणं लद्धूण वहिस्सामि त्ति मणं संपहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्चं पसढविओवायचित्तदंडे एवामेव बाले वि सव्वेसिं पाणाणं जाव सव्वेसिं सत्ताणं दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्चं पसढ-विओवाय-चित्तदंडे, तं जहा- पाणाइवाए जाव मिच्छादंसणसल्ले, एवं खलु भगवया अक्खाए अस्संजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते यावि भवइ, से बाले अवियारमण-वयण-काय-वक्के सुविणमवि ण पस्सइ, पावे य से कम्मे कज्जइ ।
ભાવાર્થ :- આચાર્યે (પૂર્વોક્ત દૃષ્ટાંતને સ્પષ્ટ કરવાના હેતુથી) કહ્યું– જેમ તે ગાથાપતિ કે ગાથાપતિના પુત્રને અથવા રાજા કે રાજપુરુષને મારવાની ઇચ્છાવાળો તે વધક પુરુષ વિચારે છે કે હું અવસર મેળવીને તેના ઘરમાં પ્રવેશ કરીશ, અને તક મળતાં જ તેના પર પ્રહાર કરીને વધ કરીશ; આવા કુવિચારથી તે દિવસે કે રાતે, સૂતા કે જાગતા સદા તેનો શત્રુ બનીને પ્રતિકૂળ માનસિક વ્યવહાર કરે છે, તે સદાય તીવ્રતાપૂર્વક(ભવ પરંપરાએ) તેની ઘાતનો જ વિચાર કરે છે. ભલે તે ઘાત ન કરી શકે, પરંતુ તે ઘાતક જ છે. તે જ રીતે અપ્રત્યાખ્યાની, અજ્ઞાની જીવ પણ સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોના દિવસે કે રાતે, સૂતા કે જાગતા સદા શત્રુ થઈને રહે છે, તે મિથ્યા બુદ્ધિથી ગ્રસ્ત રહે છે, તે સદાય નિષ્ઠુરતાપૂર્વક તેની ઘાતનો જ વિચાર કરે છે. તે જીવ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના અઢારે પાપસ્થાનોમાં તલ્લીન રહે છે.
તે અસંયત, અવિરત, પાપકર્મોનો તપ આદિથી નાશ અને પ્રત્યાખ્યાન ન કરનારા, પાપક્રિયાથી યુક્ત, સંવરરહિત, એકાંતરૂપે પ્રાણીઓને દંડ દેનારા, સર્વથા અજ્ઞાની અને સર્વથા સુપ્ત પણ હોય, તે અજ્ઞાની જીવ ભલે મન, વચન, કાયા અને વાક્યનો વિચારપૂર્વક પાપકર્મમાં પ્રયોગ કરતા ન હોય, સ્વપ્ન પણ જોતાં ન હોય અર્થાત્ તેની ચેતના અત્યંત અસ્પષ્ટ હોય, તો પણ તે અપ્રત્યાખ્યાની હોવાથી પાપકર્મનો બંધ કરે છે.
६ | जहा से वहए तस्स वा गाहावइस्स वा जाव रायपुरिसस्स पत्तेयं-पत्तेय चित्त सामादाय दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्च
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org