________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન ક્રિયા
[ ૧૨૩ ]
ચોથું અધ્યયન જોઈએ)
પરિચય
આ અધ્યયનનું નામ પ્રત્યાખ્યાન ક્રિયા છે. પ્રત્યાખ્યાન- અઢાર પાપની પ્રવૃત્તિઓ અને ચારે ય પ્રકારના આહારને ત્યાગવાનો સંકલ્પ કરવો અને તેને માટે વ્રતપ્રતિજ્ઞા ગ્રહણ કરવી તે પ્રત્યાખ્યાન કહેવાય છે. પ્રત્યાખ્યાનના પ્રકાર તેના મુખ્ય બે પ્રકાર છે– દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન. (૧) કોઈ પણ પ્રકારના લક્ષ્ય વિના, અવિધિપૂર્વક પાપપ્રવૃત્તિનો ત્યાગ કરવો, તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે. (૨) આત્મશુદ્ધિના લક્ષ્મપૂર્વક, ગુરુજનો આદિ સમક્ષ વિધિસહિત પાપપ્રવૃત્તિનો કે આહારાદિનો ત્યાગ કરવો, તે ભાવ પ્રત્યાખ્યાન છે.
શ્રી ભગવતી સૂત્રમાં પ્રત્યાખ્યાનના મૂળગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન રૂ૫ બે ભેદ અને તેના પ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે.
પ્રત્યાખ્યાન આત્માના દઢતમ સંકલ્પ રૂપ છે તેમ છતાં સૂત્રકારે તેની સાથે ક્રિયા શબ્દનો પ્રયોગ કરીને પ્રત્યાખ્યાનનો વિશિષ્ટ અર્થ પ્રગટ કર્યો છે. પ્રત્યાખ્યાન માનસિક સંકલ્પ સ્વરૂપ હોવા છતાં તેની સાથે સંકલ્પના પ્રગટીકરણની એક ચોક્કસ ક્રિયા જરૂરી છે, જેમ કે– (૧) કોઈ પણ પ્રત્યાખ્યાનનો સંકલ્પ ગુરુજનો આદિ સમક્ષ પ્રગટ કરવો અને તેમના શ્રીમુખે તે પ્રતિજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરવો. (૨) પ્રતિજ્ઞાના સ્વીકાર સમયે મનને દઢતમ બનાવવું, ગુરુજનો વોસિરે વોસિરે શબ્દ બોલે ત્યારે શિષ્ય વચનથી “વોસિરામિ-વોસિરામિ' શબ્દનું ઉચ્ચારણ કરવું. કાયાથી તે પ્રતિજ્ઞાને અનુકૂળ વ્યવહાર કરવો. (૩) ગ્રહણ કરેલા પ્રત્યાખ્યાનમાં કોઈ પણ પ્રકારે અલના ન થાય તે માટે જાગૃત રહેવું.
ઉપરોક્ત વિધિપૂર્વક પ્રત્યાખ્યાનનો સ્વીકાર થવાથી સાધકની દઢતા વધે છે. અન્ય જીવોને ત્યાગની પ્રેરણા મળે છે અને શાસન પ્રભાવનાનું મહત્તમ કાર્ય થાય છે.
પ્રત્યાખ્યાનથી અનાદિકાલીન પાપપ્રવાહ રોકાઈ જાય છે. ત્યારે જ સાધકોની આત્મશુદ્ધિની કે સંવરની આરાધનાનો પ્રારંભ થાય છે. ગુણસ્થાનની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં સાધકની સાધનાની ભૂમિકા બને છે અને દેશ વિરતિ કે સર્વવિરતિ રૂપ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાને સાધનાનો પ્રારંભ થાય છે.
પ્રસ્તુત અધ્યયનમાં પ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદ કે પ્રત્યાખ્યાનની ગ્રહણ વિધિ વગેરે વિષયોનું કથન નથી, પરંતુ વિવિધ પ્રશ્ન અને પ્રતિ પ્રશ્ન દ્વારા અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની જીવનું સ્વરૂપ સ્પષ્ટ કરીને પ્રત્યાખ્યાન ગ્રહણની વિશેષ મહત્તા દર્શાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org