________________
[ ૧૨૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર (બીજો શ્રુતસ્કંધ)
આશ્રયે ઉત્પન્ન થતાં પૃથ્વીકાયિક જીવો ત્રસ-સ્થાવર યોનિક પૃથ્વીકાય છે, જેમ કે- હાથીના ગંડસ્થલમાં ઉત્પન્ન થતાં મોતી, સર્પના મસ્તક પર ઉત્પન્ન થતો મણિ, છીપમાં ઉત્પન્ન થતું મોતી, પાણીમાં ઉત્પન્ન થતું મીઠું વગેરે પૃથ્વીકાયિક જીવો ત્રસ-સ્થાવર યોનિક પૃથ્વીકાય છે. (૨) વાયુયોનિક પૃથ્વીકાય. (૩) પૃથ્વી યોનિક પૃથ્વીકાય- પૃથ્વીના આધારે ઉત્પન્ન થતાં બીજા પૃથ્વીકાયિક જીવો. (૪) પૃથ્વીયોનિક ત્રણસ્થાવરકાય-માટીમાં ઉત્પન્ન થતાં અળસિયા આદિત્રસ જીવો, પત્થરના ઘર્ષણથી ઉત્પન્ન થતાં અગ્નિકાયિક આદિ સ્થાવર જીવો પૃથ્વીયોનિક ત્ર-સ્થાવરકાય છે. ઉપસંહાર:२९ अहावरं पुरक्खायं- सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता णाणाविहजोणिया णाणाविहसंभवा णाणाविहवक्कमा, सरीरजोणिया सरीरसंभवा सरीरवक्कमा, सरीराहारा कम्मोवगा कम्मणियाणा कम्मगइया कम्मठिइया कम्मुणा चेव विप्परियासुर्वेति । से एवमायाणह, से एवमायाणित्ता आहारगुत्ते समिए सहिए सया जए । त्ति વેજિા . ભાવાર્થ :- શ્રી તીર્થંકરદેવે કહ્યું છે કે સર્વ પ્રાણીઓ, સર્વ ભૂતો, સર્વ જીવો, સર્વ સત્ત્વો વિવિધ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થાય છે, ત્યાં તે સ્થિત રહે છે, ત્યાં વૃદ્ધિ પામે છે. તે શરીરથી જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ રહે છે તથા શરીરમાં જ વૃદ્ધિ પામે છે અને તે શરીરનો જ આહાર કરે છે. દરેક જીવો પોત-પોતાના કર્મનું જ અનુસરણ કરે છે, કર્મના ઉદયથી જ તેની ઉત્પત્તિ થાય છે. તેની ગતિ અને સ્થિતિ પણ કર્મ પ્રમાણે થાય છે. તે કર્મના પ્રભાવથી ભિન્ન-ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કરતાં દુઃખના ભાગી બને છે.
હે શિષ્યો! સર્વ કર્મોને આધીન છે. આ પ્રમાણે જાણો અને આ પ્રકારે જાણીને સદા આહારગુપ્ત, સમિતિયુક્ત, જ્ઞાન-દર્શન-ચારિત્ર સહિત અને સંયમપાલનમાં સદા યત્નશીલ બનો. વિવેચન :
આ જગતના સૂક્ષ્મ કે ચૂલ, ત્રસ કે સ્થાવર સર્વ જીવો કર્માધીન છે. એક જીવનું શરીર અન્ય જીવની ઉત્પત્તિનું નિમિત્ત બને છે, એક જીવ અન્ય જીવોના શરીરોનો આહાર કરીને પોતાના શરીરની પુષ્ટિ કરે છે. આ રીતે જગજીવો પોત-પોતાના કર્માનુસાર ગતિ, સ્થિતિ, સંવૃદ્ધિ કરતા હોવા છતાં પરસ્પર સંબંધિત છે. એક જીવનું જીવન પ્રાયઃ અન્ય જીવોના આધારે ટકી રહ્યું છે, તેથી સાધકે અહિંસાધર્મની આરાધના માટે હંમેશાં આહાર સંયમ કેળવીને જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધનામાં લીન રહેવું તે જ હિતાવહ છે.
ને ત્રીજું અધ્યયન સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org