________________
| અધ્યયન-૩: આહાર પરિણા
[ ૧૨૧]
हरियाले हिंगुलए, मणोसिला सासगंजण पवाले । अब्भपडलब्भवालुय, बायरकाए मणिविहाणा ॥२॥ गोमेज्जए य रुयगे, अंके फलिहे य लोहियक्खे य । मरगय मसारगल्ले, भुयमोयग इंदणीले य ॥३॥ चंदण गेरुय हंसगब्भे, पुलए सोगंधिए य बोधव्वे ।
चंदप्पह वेरुलिए, जलकते सूरकते य ॥४॥ एयाओ एएसु भाणियव्वाओ जाव सूरकतत्ताए विउद्भृति, ते जीवा तेसिं णाणाविहाणं तस-थावराणं पाणाणं सिणेहमाहारैति, ते जीवा आहारैति पुढविसरीर जाव आहारति, अवरे वि य णं तेसिं तस-थावरजोणियाणं पुढवीणं जाव सूरकंताणं सरीरा णाणावण्णा जाव मक्खाया, सेसा तिण्णि आलावगा जहा उदगाणं । શબ્દાર્થ:- અyતબાગો = જાણવું જોઈએ. ૩૧ = ઉપલ-પત્થર નોબૂ = નમક ત૩ય = કથીર તંવ = તાંબુ લીસા = સીસુ વ = વજ દરિયાને = હરતાલfહંત = હિંગળો મળfસત્તા = મણશીલ સાસરાપવાને = શાસક, અંજન, પરવાળા ગામડામવાનુય = અભ્રપટલ-અબરખ, અભ્રવાલુકા
ને જાણ = ગોમેદક રત્ન પનદે = સ્ફટિક મરામતીરાન્તિ = મરકતરન અને મસારગલ્લરત્ન વંદ વેલિપ = ચન્દ્રપ્રભ અને વૈડૂર્યરતે = જલકાંત રત્નસૂરલતે = સૂર્યકાંત રત્ન. ભાવાર્થ :- શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે કે આ લોકમાં કેટલાક જીવો વિવિધ પ્રકારની યોનિઓમાં પોત-પોતાના કર્મના ઉદયથી આવીને અનેક પ્રકારના ત્ર-સ્થાવર પ્રાણીઓનાં સચેત કે અચેત શરીરોમાં પૃથ્વી, શર્કરા-કાંકરા અથવા રેતી રૂપે ઉત્પન્ન થાય છે. આ ગાથાઓ અનુસાર તેના ભેદ જાણવા જોઈએ
પૃથ્વી, શર્કરા-કાંકરા, રેતી, પત્થર, શિલા, મીઠું લોઢું, રાંગા(કથીર), તાંબુ, સીસુ, ચાંદી, સોનું અને વજ (હીરા) તથા હરતાલ, હિંગળો, મણસિલ, સાસક, અંજન, પરવાળા, અબરખ, અભ્રવાલુકા; આ બધાં પૃથ્વીકાયના ભેદો છે. રત્નોના ભેદઆ પ્રમાણે છે–ગોમેદકરત્ન, રૂચકરત્ન, અંકરન, સ્ફટિકરત્ન, લોહિતાક્ષરત્ન, મરકતરત્ન, મારગલ, ભુજમોચકરત્ન તથા ઇદ્રનીલમણિ, ચંદન, ગેરૂક, હંસગર્ભ, પુલક, સૌગંધિક, ચન્દ્રપ્રભ, વૈર્ય, જલકાંત અને સૂર્યકાંત, આ મણિઓના ભેદ છે. ઉપર્યુક્ત ગાથાઓમાં કથિત પૃથ્વીથી સૂર્યકાંત મણિરૂપે જે ઉત્પન્ન થાય છે, તે જીવો અનેક પ્રકારના ત્રણ-સ્થાવર પ્રાણીઓની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવો પૃથ્વી આદિ શરીરોનો પણ આહાર કરે છે. તે ત્રસ અને સ્થાવર જીવોથી ઉત્પન્ન પૃથ્વીથી લઈને સૂર્યકાંતમણિ પર્યતના પૃથ્વીકાયિક જીવોના બીજા શરીરો પણ વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન યુક્ત હોય છે. શેષ ત્રણ આલાપક જલકાયિક, જીવના આલાપકની સમાન સમજી લેવા જોઈએ. વિવચન :
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વીકાયના અનેક ભેદો, તેની ઉત્પત્તિ તથા આહારનું નિરૂપણ છે. પૃથ્વીકાયિકની ઉત્પત્તિ સંબંધી ચાર આલાપક અપ્લાય પ્રમાણે થાય છે
(૧) ત્ર-સ્થાવર યોનિક પૃથ્વીકાયિક જીવો- ત્ર-સ્થાવર જીવોના સચેત કે અચેત શરીરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org