________________
૧૨૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
શીંગડા વગેરે સચેત શરીરના પરસ્પરના ઘર્ષણથી, અચેત હાડકાંના ઘર્ષણથી, અરણીકાષ્ઠના ઘર્ષણથી, પથ્થરના ઘર્ષણથી અગ્નિકાયિક જીવો ઉત્પન્ન થાય, તે ત્રણ-સ્થાવર યોનિક અગ્નિકાય છે. (૨) ત્રસ-સ્થાવર યોનિક અગ્નિમાં અગ્નિકાય- જે અગ્નિકાયિક જીવો વાયુના આધારે જન્મ ધારણ કરે, વાયુના આધારે જ તેની સ્થિતિ અને સંવૃદ્ધિ થાય, તે વાયુયોનિક અગ્નિકાય છે. (૩) અગ્નિકાય યોનિક અગ્નિકાય- અગ્નિકાયિક જીવોના આશ્રયે બીજા અગ્નિના જીવોની ઉત્પત્તિ થાય, તે અગ્નિયોનિક અગ્નિકાય છે. (૪) અગ્નિયોનિક અગ્નિમાં ત્રણ-સ્થાવરકાય- અગ્નિના આશ્રયે અન્ય ત્રસ કે સ્થાવર જીવોની ઉત્પત્તિ થાય, તે અગ્નિયોનિક ત્રસ-સ્થાવરકાય છે. જેમ પાણીમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે તેમ ૨૪ કલાક રહેનારી ભટ્ટીની અગ્નિમાં અગ્નિયોનિક ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. વાયુકાયિક જીવોની ઉત્પત્તિ અને આહાર:२७ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता णाणाविहजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा वाउक्कायत्ताए विउदृति, जहा अगणीणं तहा भाणियव्वा चत्तारि गमा । ભાવાર્થ:- ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે કહ્યું છે કે આ લોકમાં કેટલાક જીવો વિવિધ પ્રકારની યોનિઓમાં પોત-પોતાના પૂર્વકર્મના ઉદયથી ત્યાં આવીને વિવિધ પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓનાં સચેત અથવા અચેત શરીરમાં વાયુકાય રૂપે ઉત્પન્ન થાય છે. અહીં પણ વાયુકાયના સંબંધમાં ચાર આલાપક અગ્નિકાયના આલાપકની સમાન કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વાયુકાયની ઉત્પત્તિ સંબંધી ચાર આલાપકનું અતિદેશાત્મક કથન છે. વાયુકાયિક જીવોની ઉત્પત્તિ વિવિધ રીતે થાય છે. (૧) ત્ર-સ્થાવર યોનિક વાયુકાય- ત્રણ-સ્થાવર જીવોના સચેત-અચેત શરીરના આશ્રયે ઉત્પન્ન થતો વાયુ (૨) ત્ર-સ્થાવર યોનિક વાયુમાં વાયુકાય. (૩) વાયુયોનિક વાયુમાં ઉત્પન્ન વાયુકાય. (૪) વાયુયોનિક વાયુકાર્યમાં ઉત્પન્ન ત્રણ-સ્થાવર જીવો અર્થાત્ વાયુના આશ્રયે ઉત્પન્ન થતાં ત્રણ-સ્થાવર જીવો.
દરેક જીવો પોત-પોતાના ઉત્પત્તિ સ્થાન પ્રમાણે અને પોતાના શરીરને યોગ્ય પગલો આહાર રૂપે ગ્રહણ કરે છે. પૃથ્વીકાયિક જીવોની ઉત્પત્તિ અને આહાર :
२८ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता णाणाविहजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा पुढवित्ताए सक्करत्ताए वालुयत्ताए, इमाओ गाहाओ अणुगंतव्वाओ
पुढवी य सक्करा वालुया य, उवले सिला य लोणूसे । अय तउय तंब सीसग, रुप्प सुवण्णे य वइरे य ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org