________________
| અધ્યયન-૩: આહાર પરિક્ષા ,
[ ૧૧૯ ]
(૧) રાસ-સ્થાવર યોનિક અપ્લાય(ઓસ યાવત્ સુદ્ધોદક)– જે અખાયિક જીવો ત્રસ કે સ્થાવર જીવોના શરીરમાં રહેલા વાયુના આધારે ઉત્પન્ન થાય છે, તે જીવો સર્વ પ્રથમ પોતાના ઉત્પત્તિ સ્થાનાનુસાર ત્રસ કે સ્થાવર જીવોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે જીવો ત્રસ-સ્થાવર યોનિક હોવા છતાં તેની સ્થિતિ અને સંવૃદ્ધિ વાયુના આધારે થાય છે. આકાશમાં રહેલા અષ્કાયિક જીવો વાયુના આધારે ગમનાગમન કરે છે અને ભૂમિ પર રહેલા અષ્કાયિક જીવો ભૂમિના આધારે વાયુમાં ગમનાગમન કરે છે. (ર) ત્રણ-સ્થાવર યોનિક ઉદકમાં અપ્લાય :- જે જીવો પૂર્વકત કર્માનસાર ત્રસ-સ્થાવર યોનિક અપ્લાયમાં જ બીજા અપ્લાય રૂપે ઉત્પન્ન થાય છે, તે ઉદક્યોનિક અપ્લાય કહેવાય છે. જેમાં શુદ્ધ પાણીમાં પાણીના આશ્રયે બીજા અષ્કાયના જીવોની ઉત્પત્તિ થતી રહે છે. (૩) ઉદક યોનિક ઉદકમાં અપ્લાય :- ઉદક યોનિક અપ્લાયમાં અષ્ઠાયિક જીવો ઉત્પન્ન થાય છે, તે ઉદક યોનિક કહેવાય છે. (૪) ઉદકયોનિક ઉદકમાં ત્રસકાય - ઉદકયોનિક ઉદકમાં કીડા, પોરા આદિ રૂપે કેટલાક જીવો ઉત્પન્ન થાય છે, તે ઉદક યોનિક ત્રસકાય છે. આ સર્વ જીવો પોત-પોતાના ઉત્પત્તિ સ્થાન અનુસાર આહાર ગ્રહણ કરીને પોતાના શરીરની પુષ્ટિ કરે છે. અગ્નિકાચિક જીવોની ઉત્પત્તિ અને આહાર:२६ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता णाणाविहजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा अगणिकायत्ताए विउम॒ति, ते जीवा तेसिं णाणाविहाणं तस-थावराणं पाणाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं तस-थावरजोणियाणं अगणीणं सरीरा णाणावण्णा जाव मक्खायं । सेसा तिण्णि आलावगा जहा उदगाणं । ભાવાર્થ :- શ્રી તીર્થંકરદેવે કહ્યું છે કે આ કેટલાક જીવો વિવિધ યોનિવાળા યાવતુ પોત-પોતાના કર્મના ઉદયથી ત્યાં આવીને વિવિધ પ્રકારના ત્રસ-સ્થાવર પ્રાણીઓનાં સચેત તથા અચેત શરીરમાં અગ્નિકાય રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ તે વિભિન્ન પ્રકારના ત્રણ-સ્થાવર પ્રાણીઓના સ્નેહનો-સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવો પથ્વી આદિના શરીરોનો પણ આહાર કરે છે. તે ત્ર-સ્થાવરયોનિક અગ્નિકાયના વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા બીજા પણ શરીરો હોય છે. શેષ ત્રણ આલાપક અપ્લાયના આલાપકોની જેમ સમજી લેવા જોઈએ અર્થાત્ (૧) ત્ર-સ્થાવર યોનિક અગ્નિકાયમાં અગ્નિ જીવ રૂપે (૨) અગ્નિ યોનિક અગ્નિકાયમાં અગ્નિ જીવ રૂપે (૩) અગ્નિ યોનિક અગ્નિમાં ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થાય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં અગ્નિકાય જીવોની ઉત્પત્તિ અને આહાર સંબંધી અતિદેશાત્મક કથન છે. અપ્લાયિકની જેમ અગ્નિકાય સંબંધી પણ ચાર આલાપક છે. (૧) ત્રણ-સ્થાવર યોનિક અગ્નિકાય- જે અગ્નિકાયિક જીવો ત્રસ-સ્થાવર જીવોના સચેત કે અચેત શરીરના આશ્રયે ઉત્પન્ન થાય, તે ત્ર-સ્થાવર યોનિક અગ્નિકાય છે, જેમ કે– હાથી દાંત, ભેંસ વગેરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org