________________
[૧૧૮]
2
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
(
૬
જીવોના શરીરો વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા હોય છે. આ પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. २३ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता उदगजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा तस-थावरजोणिएसु उदएसु उदगत्ताए विउट्टति, ते जीवा तेसिं तस-थावरजोणियाणं उदगाणं सिणेहमाहारेंति, ते जीवा आहारैति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेर्सि तस-थावरजोणियाणं उदगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ભાવાર્થ :- ત્યારપછી શ્રી તીર્થકરપ્રભુએ અપ્લાયથી ઉત્પન્ન થનારા વિવિધ અષ્કાયિક જીવોનું કથન કર્યું છે. આ જગતમાં કેટલાંક અષ્કાયિક જીવો જળમાં જ રહે છે અને જળમાં જ વધે છે યાવતુ તે પોતાના પૂર્વકૃત કર્મના પ્રભાવથી ત્રસ-સ્થાવર યોનિક જળમાં જળરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો ત્રસ-સ્થાવર યોનિક જલની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવો પૃથ્વી આદિનાં શરીરોનો પણ આહાર કરે છે તથા તેને પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે ત્ર-સ્થાવર યોનિક અપ્લાયિક જીવોના અનેક વર્ણાદિવાળા બીજા શરીરો પણ હોય છે, એ પ્રમાણે શ્રી તીર્થંકરપ્રભુએ કહ્યું છે. २४ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता उदगजोणियाणं जाव कम्मणियाणेणं तत्थवक्कमा उदगजोणिएसु उदएसु उदगत्ताए विउम॒ति, ते जीवा उदगजोणियाणं उदगाणं सिणेहमाहारेति, ते जीवा आहारेति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं उदगजोणियाणं उदगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ભાવાર્થ:- ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે જલયોનિક જલકાયનાં સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આ જગતમાં કેટલાક જીવો ઉદકયોનિક જલમાં પોતાના પૂર્વકૃત કર્મોને વશીભૂત થઈને આવે છે તથા ઉદકયોનિક અપ્લાયિક જીવોમાં જલરૂપે જન્મ ધારણ કરે છે. તે જીવ ઉદકયોનિક જલની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે પૃથ્વી આદિ શરીરોનો પણ આહાર ગ્રહણ કરે છે અને તેને પોતાના શરીરરૂપે પરિણત કરે છે. તે અપ્લાયિક જીવોના અનેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા બીજા પણ શરીરો હોય છે. આ પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. २५ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता उदगजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा उदगजोणिएसु उदगेसु तसपाणत्ताए विउति । ते जीवा तेसिं उदगजोणियाण उदगाणं सिणेहमाहारैति, ते जीवा आहारति पढविसरीरं जाव संत । अवरे वि यण तेसिं उदगजोणियाणं तसपाणाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ભાવાર્થ :- ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે ઉદકયોનિક ત્રસકાયના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આ લોકમાં કેટલાક જીવો પોતાના પૂર્વકૃત કર્મના ઉદયથી ઉદકયોનિક જલમાં ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ તે ઉદકયોનિવાળા ઉદકના સ્નેહનો આહાર કરે છે. તે ઉપરાંત તે પૃથ્વી આદિના શરીરોનો પણ આહાર કરે છે. તે ઉદકોનિક ત્રસ પ્રાણીઓના વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી યુક્ત અન્ય અનેક શરીરો પણ હોય છે, આ પ્રમાણે શ્રી તીર્થંકરપ્રભુએ કહ્યું છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં અષ્કાયિક જીવોની ઉત્પત્તિ અને તેના આહારનું કથન છે. અષ્કાયિક જીવોની ઉત્પત્તિ વિવિધ પ્રકારે થાય છે. સૂત્રોમાં તેના ચાર આલાપક કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org