________________
[ ૧૨૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ચોથું અધ્યયન : પ્રત્યાખ્યાન ક્રિયા |
66666666666666666666666
અપ્રત્યાખ્યાની આત્માનું સ્વરૂપ - | १ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु पच्चक्खाणकिरिया णामज्झयणे, तस्स णं अयमढे- आया अपच्चक्खाणी यावि भवइ, आया अकिरियाकुसले यावि भवइ, आया मिच्छासंठिए यावि भवइ, आया एगंतदंडे यावि भवइ, आया एगंतबाले यावि भवइ, आया एगंतसुत्ते यावि भवइ, आया अवियारमण-वयणकायवक्के यावि भवइ, आया अप्पडिहय-अपच्चक्खायपावकम्मे यावि भवइ, एस खलु भगवया अक्खाए असंजए-अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते । से बाले अवियारमण-वयण-काय-वक्के सुविणमवि ण पस्सइ, पावे य से कम्मे कज्जइ । શબ્દાર્થ:-પક્વવારિયાધામ = પ્રત્યાખ્યાન ક્રિયા નામનું = અધ્યયન માયા = આત્મા, જીવ અધ્વરાળ = અપ્રત્યાખ્યાની રિયાલ્યુસને = શુભ ક્રિયા કરવામાં અકુશળ મિચ્છીપિ = મિથ્યા સંસ્થિત તત્તે = એકાંત સુપ્ત નિયામાવયાચવજો = મન, વચન, કાયા અને વાક્યના વિચારથી રહિત અખંડ = પાપ કર્મને ન રોકનાર અશ્વિgાવવાને = પાપ કર્મના પ્રત્યાખ્યાન ન કરનાર વિર્ષ = સ્વપ્ન, વાવ = પણ. ભાવાર્થ:- હે આયુષ્માન ! મેં સાંભળ્યું છે કે તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે- આ નિગ્રંથ પ્રવચનમાં પ્રત્યાખ્યાનક્રિયા નામનું અધ્યયન છે. તેનો અર્થ (ભાવ) આ પ્રમાણે છે– આ લોકમાં આત્મા અપ્રત્યાખ્યાની–સાવધકર્મોનો ત્યાગ ન કરનારા પણ હોય છે; આત્મા અક્રિયાકુશળશુભક્રિયા કરવામાં અકુશળ પણ હોય છે; આત્મા મિથ્યાત્વ ભાવમાં સ્થિત પણ હોય છે; આત્મા એકાંતે બીજા પ્રાણીઓને દંડ દેનાર પણ હોય છે અર્થાતુ દિન-રાત પ્રાયઃ પાપમાં વ્યસ્ત હોય છે અથવા આત્મા એકાંતે કર્મના ભોગવનાર હોય છે. આત્મા એકાંતે બાલ અજ્ઞાની પણ હોય છે; આત્મા એકાંતે સુષુપ્ત પણ હોય છે; આત્મા પોતાના મન, વચન, કાયા અને વાક્યની પ્રવૃત્તિ પર વિચાર ન કરનાર અર્થાત્ અવિચારી પણ હોય છે. આત્મા પોતાના પાપ કર્મોનો નાશ ન કરનાર તથા પાપ કર્મોના પ્રત્યાખ્યાન ન કરનાર પણ હોય છે. આ પ્રકારના આત્માને ભગવાને અસંયત-સંયમહીન, અવિરત-વ્રતરહિત, પાપકર્મ નહીં રોકનાર અને પાપોના ત્યાગ ન કરનાર, ક્રિયાસહિત, સંવરરહિત, પ્રાણીઓને એકાંત દંડ દેનારા, એકાંત બાળ, એકાંત સુપ્ત કહ્યા છે. તે અજ્ઞાની જીવ મન, વચન, કાયા અને વાક્ય પ્રયોગના વિચારથી રહિત હોય, તે સ્વપ્ન પણ ન જોતાં હોય અર્થાત્ અત્યંત અવ્યક્ત વિજ્ઞાનથી યુક્ત હોવા છતાં પણ તે જીવ પાપકર્મનો બંધ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અપ્રત્યાખ્યાની આત્માના સ્વરૂપનું નિરૂપણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org