________________
[ ૧૧૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
જીવની ઉત્પત્તિ માટે મુખ્ય બે કારણ છે- યથાબીજ અને યથાવકાશ. (૧) અહીં શુક્ર અને શોણિતના મિશ્રણને બીજ કહેલ છે. સામાન્ય રીતે સ્ત્રી, પુરુષ અથવા નપુંસકની ઉત્પત્તિ ભિન્ન-ભિન્ન બીજ પ્રમાણે થાય છે. (૨) સ્ત્રીનું રજ અને પુરુષનું વીર્ય, બંને અવિધ્વસ્ત હોય, સંતાનોત્પત્તિની યોગ્યતાવાળું તથા દોષરહિત હોય તેને યથાવકાશ કહેવાય છે.
૫૫ વર્ષથી નાની ઉંમરની સ્ત્રીની અને ૭૦ વર્ષથી ઓછી ઉંમરના પુરુષની અવિધ્વસ્તયોનિ સંતાનોત્પત્તિનું કારણ બને છે. તે ઉપરાંત શુક્ર-શોણિત બાર મુહૂર્ત સુધી જ સંતાનોત્પત્તિની યોગ્યતા ધરાવે છે, તેનું ગ્રહણ યથાવકાશ શબ્દમાં થાય છે. ત્યાર પછી તે શક્તિહીન અને વિધ્વસ્તયોનિ થઈ જાય છે.
રજની અપેક્ષાએ વીર્યની માત્રા અધિક હોય તો પુરુષની ઉત્પત્તિ, રજની માત્રા અધિક અને વીર્યની માત્રા ઓછી હોય તો સ્ત્રીની ઉત્પત્તિ અને બંને સમાન માત્રામાં હોય તો નપુંસકની ઉત્પત્તિ થાય છે.
આ સર્વ બાહા સંયોગોની સાથે સ્ત્રી, પુરુષ કે નપુંસક થવાનું મુખ્ય કારણ જીવના પોતાના કર્મો છે, તેથી સ્ત્રી મરીને સ્ત્રી જ થાય, પુરુષ મરીને પુરુષ જ થાય, તે પ્રમાણે નથી, પરંતુ પોત-પોતાના કર્માનુસાર અને તથા પ્રકારના બીજ અને અવકાશના સંયોગ પ્રમાણે સ્ત્રી, પુરુષ કે નપુંસક થાય છે. સ્થિતિ, વૃદ્ધિ અને આહાર - ગર્ભસ્થ જીવ સર્વ પ્રથમ શુક્ર-શોણિતથી સંમિશ્રિત, મલિન અને ધૃણિત પુગલોનો આહાર કરે છે. ત્યાર પછી ગર્ભમાં માતાએ ગ્રહણ કરેલા આહારમાંથી એક અંશના ઓજને ગ્રહણ કરે, ગર્ભમાંથી બહાર આવ્યા પછી તે બાળક માતાનું સ્તનપાન કરે છે. ત્યાર પછી મોટા થતાં દૂધ, દહીં, ઘી, ચોખા વગેરે પદાર્થોનો અને પોતાના આહારને યોગ્ય ત્રસ અથવા સ્થાવર પ્રાણીઓના શરીરના પુગલોનો આહાર કરે છે, શરીર રૂપે પરિણમન કરે છે, પરિણત કરીને શરીરની વૃદ્ધિ અને પુષ્ટિ કરે છે. તિર્યંચ પંચેન્દ્રિયોની ઉત્પત્તિ અને આહાર:१६ अहावरं पुरक्खायं- णाणाविहाणं जलचरपंचिंदियतिरिक्खजोणियाणं, तंजहामच्छाणं जाव सुसुमाराणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणिए तहेव जावततो एगदेसेणं ओयमाहारैति अणुपुव्वेण वुड्डा पलिपागमणुपवण्णा तओ कायाओ अभिणिव्वट्टमाणा अंडं वेगया जणयंति, पोयं वेगया जणयंति, से अंडे उब्भिज्जमाणे इत्थि वेगया जणयंति पुरिसं वेगया जणयंति णपुसगं वेगया जणयंति, ते जीवा डहरा समाणा माउसिणेहमाहारैति, अणुपुव्वेणं वुड्डा वणस्सइकायं तस थावरे य पाणे, ते जीवा आहारैति पुढविसरीरं जाव आहारेंति, अवरे वियणं तेसिं णाणाविहाणं जलचरपंचिंदियतिरिक्खजोणियाणं मच्छाणं जाव सुंसुमाराणं सरीरा णाणावण्णा जाव मक्खायं । શબ્દાર્થ-જોવું = પોતજ જન્મથી ઉત્પન્ન થનારા, હાથીનું બચ્ચું વગેરે ભિન્નનળ = ફૂટી જવા પર. ભાવાર્થ :- ત્યાર પછી અનેક પ્રકારના જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું વર્ણન આ પ્રમાણે છે, જેમ કે મસ્યથી લઈને સુસુમાર સુધીના જીવો જલચરતિર્યંચ પંચેન્દ્રિય છે. તેજીવોની ઉત્પત્તિ યથાબીજ-શુક્ર શોણિતરૂપ બીજ પ્રમાણે તથા યથાવકાશ-અવિધ્વસ્તયોનિ આદિ અનુકૂળ સંયોગો પ્રમાણે થાય છે.
સ્ત્રી-પુરુષનો કર્મકૃત યોનિમાં મૈથુન નિમિત્તક સંયોગ થાય, તે નિમિત્તથી થયેલા રજ-વીર્યરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org