________________
અધ્યયન-૩: આહાર પરિક્ષા ,
૧૧૩ ]
સ્નેહના સંચયમાં તિર્યંચ જળચર જીવો ઉત્પન્ન થાય છે. તે જીવ સ્ત્રી-પુરુષ બંનેની બ્ધિતાનો આહાર કરે છે, ઇત્યાદિ વર્ણન મનુષ્યના આહારની સમાન છે યાવતુ તે જીવ માતાએ ગ્રહણ કરેલા આહારના એક દેશમાંથી જ આહાર કરે છે. ક્રમશઃ ગર્ભની વૃદ્ધિ થતાં, ગર્ભકાલ પરિપકવ થતાં તે જીવ શરીરમાંથી ઈડારૂપે અથવા પોતજ–બચ્ચા રૂપે બહાર નીકળે છે. જ્યારે તે ઈડું સેવાય જાય ત્યારે કોઈ જીવ સ્ત્રી (માદા) રૂપે, કોઈ પુરુષ(નર) રૂપે અને કોઈ નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. તે જલચર જીવ બાલ્યાવસ્થામાં જળની સ્નિગ્ધતાનો આહાર કરે છે. ત્યાર પછી ક્રમશઃ મોટા થતાં વનસ્પતિકાય તથા ત્રસ-સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિના શરીરોનો પણ આહાર કરે છે અને તે પુગલોને સર્વાત્મના પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે માછલી આદિજલચર પંચેન્દ્રિયતિર્યંચ જીવોના વિવિધ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળા, વિવિધ આકૃતિ અને અવયવોની રચનાવાળાં વિવિધ મુદ્દગલોથી રચિત અન્ય અનેક શરીરો હોય છે, આ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે. १७ अहावरं पुरक्खायं- णाणाविहाणं चउप्पयथलचरपंचिंदियतिरिक्खजोणियाणं, तजहा- एगखुराण दुखुराणगंडीपयाण सणप्फयाण,तेसिंचणं अहाबीएण अहावगासेण इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणिए जाव मेहुणवत्तिए णामं संजोगे समुप्पज्जइ, ते दुहओ सिणेहं संचिणंति, संचिणित्ता तत्थ णं जीवा इत्थित्ताए पुरिसत्ताए णपुंसगत्ताए विउद्धृति, ते जीवा माउओयं पिउसुक्कं एवं जहा मणुस्साणं जाव इत्थि वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, णपुंसगं वेगया जणयंति । ते जीवा डहरा समाणा माउक्खीर सप्पिं आहारैति, अणुपुव्वेण वुड्डा वणस्सइकायं तसथावरे य पाणे, ते जीवा आहारैति पुढविसरीरं जाव आहारैति । अवरे वि य णंतेसिं णाणाविहाणं चउप्पयथलचरपंचिंदिय तिरिक्खजोणियाणं एगखुराणं जावसणप्फयाणं सरीरा णाणावण्णा जाव मक्खायं। શબ્દાર્થ -પુરા = એકખુરવાળા, નડીયા = ગંડીપદ-સોનીની એરણની જેમ, લાખથાબંને સનખપદ-નખયુક્ત પગવાળા, નહોરયુક્ત પંજાવાળા પશુ, હિંસક પશુ. ભાવાર્થ :- ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે અનેકજાતિવાળા સ્થલચર ચતુષ્પદ તિર્યચપંચેન્દ્રિયનું કથન કર્યું છે, જેમ કે- ગધેડાં, ઘોડાં આદિ એક ખરીવાળા; ગાય, ભેંસ આદિ બે ખરીવાળા; હાથી, ગેંડા વગેરે ગંડીપદ અને સિંહ, વાઘ વગેરે નહોરયુક્ત પગવાળા સ્થલચર જીવો હોય છે.
તે જીવો શુક્ર-શોણિત રૂપ પોત-પોતાના બીજ પ્રમાણે અને યથાવકાશ-અવિધ્વસ્ત યોનિ વગેરે અનુકૂળ સંયોગો પામીને ઉત્પન્ન થાય છે.
સ્ત્રી-પુરુષનો કર્મકૃત યોનિમાં મૈથુન નિમિત્તક સંયોગ થાય ત્યારે તે બંનેના સ્નેહનું(રજ-વીર્યનું) સંચયસંમિશ્રણ થાય છે ત્યાં સ્થલચર જીવો સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપે જન્મ ધારણ કરે છે. તે જીવ સર્વ પ્રથમ માતાના રજ અને પિતાના શુક્રના સંમિશ્રિત, મલિન અને ધૃણિત પુલોનો આહાર કરે છે. શેષ કથન મનુષ્યની ઉત્પત્તિ પ્રમાણે જાણવું યાવત્ ગર્ભકાળ પૂર્ણ થતાં તે જીવ માતાની કુક્ષીમાંથી સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપે બહાર નીકળે છે. ત્યાર પછી બાલ્યવસ્થામાં તે જીવ માતાના દૂધ અને સ્નેહનો આહાર કરે છે. ક્રમશઃ મોટા થતાં તે જીવ વનસ્પતિ,ઓદન, કુલ્માષ આદિ તથા ત્રણ-સ્થાવર જીવોના શરીરનો આહાર કરે છે. તે ઉપરાંત પૃથ્વી આદિ જીવોના શરીરના પુલોનો આહાર કરીને સર્વાત્મના પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org